ગુજરાત બોર્ડ દ્વારા એક સાથે ત્રણ પરિણામ જાહેર : મોરબી જિલ્લાએ મેદાન માર્યું, વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક સાથે ત્રણ ત્રણ પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. આજે એટલે કે સોમવારે સવારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સવારે 10.30 કલાકે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
ધો.12 સાયન્સ,સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાયન્સનું 83.51 %, સામાન્ય પ્રવાહનું 93.7 ટકા રિઝલ્ટ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં કુલ 4,23,909 અને વિજ્ઞાન પ્રવાહમાં 1,11,384 વિદ્યાર્થીઓની મહેનતનું પરિણામ આજરોજ મળ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો સૌથી મોખરે છે તો સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું આવ્યું છે. શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb. org સવારે 10.30 કલાકે પરિણામ મુકાશે આ ઉપરાંત વિદ્યાર્થીઓ તેના whatsapp નંબર પર પોતાનું રીઝલ્ટ મેળવી શકશે. જેમાં વિદ્યાર્થીઓએ 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલવાનો રહેશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર,એસ આર શાળાઓને મોકલવા અંગેની જાણ હવે પછી કરવામાં આવશે. ગયા વખતે નવ મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
પરિણામની હાઇલાઇટ
- ધો.12 વિજ્ઞાનપ્રવાહમાં 1,10395 વિદ્યાર્થીઓમાંથી 83,987 છાત્રો ઉત્તીર્ણ થયા છે.
- ધો.12 વિજ્ઞાનપ્રવાહમાં સૌથી વધુ પરિણામ 96.60% સાથે ગોંડલ કેન્દ્ર મોખરે છે.
- ધો.12 વિજ્ઞાનપ્રવાહનું દાહોદનું સૌથી ઓછું 54.48% પરિણામ આવ્યું છે.
- ધો.12 વિજ્ઞાનપ્રવાહમાં રાજ્યમાં મોરબી જિલ્લાએ 92.91 ટકા મેદાન માર્યું છે.
- ધો.12 વિજ્ઞાનપ્રવાહમાં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 59.15% પરિણામ આવ્યું છે.
‘A’ ગ્રૂપનું 91.90%
‘B’ ગ્રૂપનું 78.74%
‘AB’ ગ્રૂપનું 73.68%
રાજકોટનું કુલ 92.59% પરિણામ
ધો.12 સામાન્ય પ્રવાહમાં છેલ્લા 10 વર્ષનું સૌથી ઊંચું પરિણામ
કોરાના વર્ષને બાદ કરતાં વર્ષ 2025નું ઝળહળતું 93.07% રિઝલ્ટ
- રાજકોટ જિલ્લાનું 93.66%
- રાજકોટ શહેર ઇસ્ટનું 93.84%,વેસ્ટનું 93.89%
- સૌથી વધુ 97.20% સાથે બનાસકાંઠા મોખરે,સૌથી ઓછું 87.77% વડોદરા જિલ્લાનું પરિણામ
- કુલ 3,62,506 માંથી 3,37,387 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા
પરિણામ જોવા માટે ફોલો કરો આ સ્ટેપ
* સૌથી પહેલાં GSEBની ઓફિશિયલ વેબસાઈટ www.gseb.org પર જાવ.
* હોમપેજ પર HSC Result 2025 લખેલું દેખાશે તે લિંક પર ક્લિક કરો.
* તમારો સીટ નંબર એન્ટર કરો. તમારા એડમિટ કાર્ડ પર જે રીતે સીટ નંબર લખ્યો હોય તે એન્ટર કરો.
* ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો.