- જીએસટીના અધિકારીઓએ પ્રથમવાર રમકડાંના વેપારીને ઝપટે લીધાં: મોટા પાયે બિલ વગરનું વેચાણ કર્યું
રાજકોટમાં રમકડાના વેપારીઓ પર પ્રથમ વખત જીએસટી વિભાગએ દરોડા પાડી 24.98 લાખની જી.એસ.ટી.ચોરી ઝડપી લઈ એસસમેન્ટ ચાલુ કર્યું છે. ત્રણ દિવસથી ડોક્ટર યાજ્ઞિક રોડ પર આવેલા સીમંધર ટોયઝને ત્યાં સ્ટેટ જીએસટી વિભાગની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ સેકટરમાં અત્યાર સુધીમાં પ્રથમ વખત તપાસ હાથ ધરવામાં આવી હતી અને પહેલી વારમાં જ જી.એસ.ટી.એ સપાટો બોલાવ્યો હતો. જાણવા માટે વિગત અનુસાર યાજ્ઞિક રોડ પરના શોરૂમ પર જ્યારે તપાસ હાથ ધરી ત્યારે કલ્પના પણ ન હતી કે એક સાથે આ ગ્રુપની અન્ય દુકાનો અને ગોડાઉન સામે આવશે.
સીમંધર ટોયઝના માલિક દ્વારા વ્યાપક પ્રમાણમાં બિલ વગરના રમકડા નું વેચાણ કરવામાં આવ્યું હોવાનું જીએસટી ની ટીમને સામે આવ્યું હતું, જેમાં ટીમે દિવસ રાત ચોપડા ફફોળ્યા હતા.જેમાં રમકડાની ખરીદી વેચાણના હિસાબો અને સ્ટોકની ચકાસણી કરાઈ હતી. જેમાં 24.98 લાખની જીએસટી ચોરી સામે આવી હતી.