GST નંબર ‘કેન્સલ’ કર્યા,રિટર્ન ભરી દીધાં છે તો’ય,સૌરાષ્ટ્રમાં ઢગલાબંધ નોટિસો: વેપારીઓમાં આક્રોશ
GSTN HAS GONE COMPLETELY MAD……!!!! જે વેપારીઓએ GST રજીસ્ટ્રેશન કેન્સલ કરાવીને વેપાર બંધ કર્યા છે તેવા સૌરાષ્ટ્રના હજારો અને દેશભરમાંથી લાખો વેપારીઓને GST વિભાગે રિટર્ન ફાઇલ કરવા ધડાઘડ નોટિસો ફટકારતા વેપારી આલમમાં ભારે આક્રોશ ફેલાયો છે.જે રીતસર સોશિયલ મીડિયા પર જોવા મળ્યો હતો.

જેમાં અમુક કરદાતાઓએ તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ એન્ડ કસ્ટમ્સ અને GST કાઉન્સિલને મેસેજ કરીને કહ્યું હતું કે,આ પ્રકારના ઈમેલ મેસેજ કે નોટિસ આપતાં પહેલા તમે પૂરતો અભ્યાસ કે રિસર્ચ કરો ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરો જેના લીધે વેપારીઓમાં ગભરાટ ન ફેલાઈ.

રાજકોટના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનાં મત અનુસાર,GST કોમ્પોઝિશન ડીલરને GST વિભાગ દ્વારા વર્ષ 2024 25 માટે કમ્પોઝિશન ડીલરનું વાર્ષિક રીટર્ન GST 4 ભરવા માટે ઈમેલ અને SMS કર્યા છે. એક સાથે ઢગલાબંધ રિમાઇન્ડર નોટિસ મોકલવામાં આવી છે. જેમાંથી અનેક લોકોએ તેમના GST નંબર રદ કરી દીધા છે.વેપાર બંધ કરી દીધા છે એ કરદાતાઓને નોટિસ આવી છે.
આ પણ વાંચો : અમદાવાદ વિમાન દુર્ઘટના કયા કારણો હતા જવાબદાર? પ્લેન ક્રેશની તપાસ મામલે AAIBએ પ્રાથમિક અહેવાલ સરકારને સોંપ્યો
સોશિયલ મીડિયામાં યુઝર્સએ cbic અને ફાઇનાન્સ મિનિસ્ટરને ટેગ કરતાં કહ્યું હતું કે,GSIN પાગલ થઈ ગયું છે કે શું..?આવી નોટિસ મોકલનાર ટેક્નિકલ સિસ્ટમ પર કાનૂની કાર્યવાહી કરવી જ જોઈએ,હવે તંત્ર તાત્કાલિક ધોરણે ભૂલ સુધારીને નવા મેસેજ અપલોડ કરે.
