કોસ્મેટીક ઇકવિપમેન્ટનો વ્યવસાય કરતા બારડોલીના ડો. ગૌતમ રાવલ પણ ઝપટે ચડ્યા
રાજ્યના જી.એસ.ટી વિભાગે હવે ડોકટરોને ત્યાં તપાસ શરુ કરી છે. ખાસ કરીને તબીબી વ્યવસાય ઉપરાંત તેને સંલગ્ન વ્યવસાય કરી રહેલા ડોકટરોને ત્યાં તપાસ શરુ કરવામાં આવી છે. રાજ્યના કુલ ૧૫ ડોકટરોને ત્યાં એક સાથે તપાસ શરુ કરી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બારડોલીના ઈશા સ્કિન કેરના ડોક્ટર ગૌતમ રાવલના ત્યાં GST વિભાગના દરોડા પડ્યા છે. ગૌતમ રાવલ કોસ્મેટિક્સ ઇકવિપમેન્ટનો મોટો વેપાર ધરાવે છે.જેના સંદર્ભે તેમના ત્યાં GST વિભાગે દરોડા પાડ્યાં છે જેની કાર્યવાહી હાલમાં ચાલુ છે.
આ ઉપરાંત સુરત શહેરના બીજા પાંચ અને સમગ્ર રાજ્યના કુલ 15 ડોક્ટર ગ્રુપમાં સ્ટેટ GST વિભાગ દરોડાની કામગીરી કરી રહ્યું છે. ગત અઠવાડિયે પણ ડોકટરનો ત્યાં કાર્યવાહી કરાઈ હતી જેમાં વિભાગને 1.50 કરોડનો ટેક્સ વસુલવામાં આવ્યો હતો.તેમજ હાલના દરોડા ના અંતે પણ મોટાપાયે GST ચોરી પકડાય એવી શકયતા હોવાનું જાણવા મળ્યું છે.