બોર્ડની પરીક્ષાની કામગીરી પર GPS ટ્રેકિંગથી ચાંપતી નજર : સ્ટ્રોંગ રૂમથી પેપર વિતરણ સહિતની દરેક કામગીરી પર DEO દ્વારા બાજ નજર
સ્ટ્રોંગ રૂમથી પેપર વિતરણ,બ્લોક,બિલ્ડીંગ સહિતની કામગીરી ઉપર બોર્ડ નિયામક અને ડી.ઇ.ઓ.દ્વારા થઈ રહ્યું છે ટ્રેકિંગ
આ ગુરૂવારથી ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ થશે, દર વર્ષ કરતા આ વર્ષે 15 દિવસ પરીક્ષા વહેલી યોજાવવાની છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાના સંચાલન માટેના ઝોન મુજબ પરીક્ષા કેન્દ્રો, બ્લોક બિલ્ડીંગ તેમજ પરીક્ષાને સંબંધિત તમામ કામગીરીના અમલીકરણ માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો જે અંતર્ગત તૈયારીઓ પુરી થઈ ચુકી છે.
પરીક્ષા ને લઈને પ્રશ્નપત્રનું વિતરણ રવિ સોમ એમ બે દિવસ દરમિયાન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજકોટ થી સૌરાષ્ટ્ર કચ્છના 11 જિલ્લાઓમાં બોર્ડના પ્રશ્નપત્રો નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પરીક્ષા ની તમામ કામગીરી માટેની જવાબદારી બોર્ડનાં નિયામક વ્યાસ અને રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારને સોપાય છે ત્યારે આ વર્ષે પ્રથમ વખત પરીક્ષા લગતી કામગીરી માટે જીપીએસ સિસ્ટમ દ્વારા ટ્રેકિંગ થઈ રહ્યું છે જેનું સંચાલન બોર્ડના નિયામક તેમજ ડી.ઇ.ઓ.કિરીટસિંહ પરમાર પાસે છે.
દર વર્ષની જેમ આ વર્ષે એસટીની બસમાં ચુસ્ત પોલીસ સુરક્ષા હેઠળ પ્રશ્નપત્ર 11 જિલ્લામાં રવાના કરી દેવામાં આવ્યા હતા ત્યારે આ બસ કયા સમયે ચૌધરી હાઈસ્કૂલ થી રવાના થઈ અને જે તે સેન્ટર ખાતે કેટલા વાગે પહોંચી..? તે તમામ કામગીરીની સમીક્ષા માટે આ વર્ષે પ્રથમ વખત જીપીએસ સિસ્ટમ અમલી કરવામાં આવી છે.
રાજકોટના 65 કેન્દ્રોના 308 બિલ્ડીંગના 27 તો 53 બ્લોક પરથી 76,312 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેસશે. એક પણ પરીક્ષા કેન્દ્ર પર ન થાય તે માટે જિલ્લા વર્ગના એક અને બે ના અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે આ ઉપરાંત તમામ પરીક્ષા કેન્દ્રો ને સીસીટીવીટી સજજ કરાયા છે.