Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

સરકારની ડ્રગ્સ વિરુદ્ધ ‘ઝીરો ટોલરન્સ’ નીતિ: ગુજરાત પોલીસે 2 વર્ષમાં રૂ.3727 કરોડનું ડ્રગ્સ પકડ્યું, ડ્રગ્સ માફિયાઓની મિલકતો પર બુલડોઝર એક્શન

Wed, February 25 2026

રાજ્યમાં ડ્રગ્સના દૂષણને નાથવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા કડક અને નક્કર પગલાંઓની વિધાનસભામાં વિગતવાર માહિતી રજૂ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ડ્રગ્સ મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે આગળ વધી રહી છે.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સના સોદાગરો સામે ગુજરાત પોલીસે ટોપ ટુ બોટમ ઇન્વેસ્ટિગેશન કરીને કડકમાં કડક કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારે કચ્છ જિલ્લામાં ડ્રગ્સ સોદાગરોની રૂ. 32.20 કરોડની મિલકતો પણ જપ્ત કરી છે. એટલું જ નહીં, ડ્રગ્સના વેપાર સાથે જોડાયેલા તત્વોના ગેરકાયદે બાંધકામો પર પણ ‘દાદાનું બુલડોઝર’ ફેરવી દેવામાં આવ્યું છે. ગુજરાત પોલીસે અન્ય રાજ્યોની પોલીસ સાથે સંકલન સાધીને ‘પાંડી બ્રધર્સ’ જેવા આંતરરાજ્ય ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને તોડી પાડ્યું છે.

ગુજરાત પોલીસે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ પકડી છે. તે ઉપરાંત ડ્રગ પેડલર અને ડ્રગ કાર્ટેલ્સને પકડીને ટોપ ટુ બોટમ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી ડ્રગ નેટવર્કના મૂળ સુધી પહોંચી ગુનેગારો સામે કડક પગલાં લીધા છે.

આ પણ વાંચો:રનરેટનું ભૂત ધૂણ્યું: ટીમ ઈન્ડિયાએ ઝીમ્બાબ્વેને 77 રને હરાવવું પડશે, ટોપ-2માં આવવા માટે ZIM સામે આટલા રને જીતવું જરૂરી

હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, ડ્રગ્સના દુષણ સામે લડવા માટે સરકારે માત્ર કાયદાકીય કાર્યવાહી જ નહીં, પરંતુ માનવીય અભિગમ પણ અપનાવ્યો છે. ડ્રગ્સની આદતનો ભોગ બનેલા યુવાનોને જેલમાં મોકલવાને બદલે કાઉન્સેલિંગ દ્વારા તેમને ફરી મુખ્ય પ્રવાહમાં લાવવાના પ્રયાસો કરવામાં આવે છે. અસરગ્રસ્તોને સ્થાનિક સ્તરે મદદ મળી રહે તે માટે આ વર્ષના બજેટમાં દરેક જિલ્લામાં ડ્રગ્સ મુક્તિ માટે નવા સેન્ટર ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ બાબતે વિગતવાર માહિતી આપતા મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં 1,647 ગુનાઓ નોંધાયા છે, જેમાં આશરે 41,000 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત આશરે રૂ. 3,727 કરોડ થાય છે. છેલ્લા બે વર્ષમાં જામનગર અને કચ્છ જિલ્લામાં 135 ગુનાઓ હેઠળ 306 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને રૂ. 244.59 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

મંત્રીએ કહ્યું કે, દરિયાઈ માર્ગ હોય કે અન્ય માધ્યમ, ગુજરાત પોલીસ અને ATSની બાજ નજરને કારણે ડ્રગ્સના સોદાગરો માટે હવે ગુજરાતમાં કોઈ સ્થાન નથી. જામનગરમાં ગૌચર અને સરકારી જમીન પર ડ્રગ્સ માફિયાઓએ ઉભા કરેલા ગેરકાયદે મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. સરકારના આ સઘન પ્રયાસોને પરિણામે રાજ્યમાં ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખેડી નાખવા માટે લોકભાગીદારી પણ વધી રહી છે.

Share Article

Other Articles

Previous

લંડનમાં 16 વર્ષ જૂનું ભારતીયનું રેસ્ટોરન્ટ થયું બંધ: પાકિસ્તાની લોકો દ્વારા સતત સતામણી, પોલીસનો અસહકાર કારણભૂત

Next

રનરેટનું ભૂત ધૂણ્યું: ટીમ ઈન્ડિયાએ ઝીમ્બાબ્વેને 77 રને હરાવવું પડશે, ટોપ-2માં આવવા માટે ZIM સામે આટલા રને જીતવું જરૂરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમારી હાલત જંગલેશ્વરમાં રહેતા લોકો જેવી, આ વખતે મત માંગવા કોઇ આવતાં જ નહીં
2 દિવસ પહેલા
ગોંડલની બે ગેંગ સામે ગુજસીટોક
2 દિવસ પહેલા
રાજકોટ-જામનગર હાઇ-વે પરથી રૂા.૧.૩૯ કરોડનો દારૂ ઝડપાયો
2 દિવસ પહેલા
જામનગરમાં સગીરા પર મંગેતરે જ દુષ્કર્મ ગુજારી કુંવારી માતા બનાવી
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

કંગના અંગે અભદ્ર ટિપ્પણી કરનાર સુપ્રિયા શ્રીનેતેનું શું થયું…વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
AUSW vs INDW: ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને ઘર આંગણે T20 શ્રેણીમાં હરાવી ધૂળ ચટાડી, સ્મૃતિ મંધાનાએ 6 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
ઇન્ટરનેશનલ
2 મહિના પહેલા
દિલ્હી બ્લાસ્ટ પાછળના ષડયંત્ર કારીઓને છોડવામાં નહીં આવે! વડાપ્રધાન મોદીની ચેતવણી,મૃતકોના પરિવારજનો પ્રતિ સંવેદના
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
‘મિર્ઝાપૂર-3’ની રિલીઝ ડેટને લઈને આવી મોટી અપડેટ
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર