48 કલાકમાં સરકારનો યુ ટર્ન: નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય કર્યો કેન્સલ
રાજય સરકારે વિદ્યા સહાયકોની ભરતીના નિર્ણયને લઈને યુ ટર્ન લઈ હવે નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ કરી દીધો છે.જે અંગે શિક્ષણ વિભાગે પરિપત્ર રજૂ કર્યો છે.

શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યા સહાયકોની ખાલી જગ્યા પર નિવૃત્તિ શિક્ષકોની ભરતી માટેનો નિર્ણય લીધો હતો જેમાં નવા શિક્ષકોને બદલે ધોરણ-1 થી 12 માં ખાલી જગ્યાઓમાં નિવૃત્ત શિક્ષકોની 11 માસના કરાર હેઠળ ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી જેને લઈને ભારે વિવાદ ઊભો થયો હતો.
આ પણ વાંચો : આમાં સુવિધા ક્યાંથી વધે? રાજકોટ મહાપાલિકાના 1624 પ્લોટમાંથી 542 પ્લોટ દબાણગ્રસ્ત !
જો કે આ મુદ્દે સરકારનાં મનસ્વી નિર્ણય સામે વિરોધ ઉભો થયો હતો.હજારો ઉમેદવારો કે જેમને ટાટની પરીક્ષા પાસ કરી હતી.એમને નોકરી મળી નથી,ભરતીની રાહ જોઈ રહેલાં ઉમેદવારોમાં નારાજગી ફેલાઈ હતી.આથી હંગામી ધોરણે નિવૃત શિક્ષકોની ભરતી માટેની જાહેરાત કરાયા બાદ રાજ્ય સરકારે ભરતીનો નિર્ણય રદ કરવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો : રાજકોટના કોટેચા, જ્યુબિલી ચોક, રૈયા રોડ સહિતના 35 રસ્તે પથરાશે LED લાઈટના અજવાળા પથરાશે
જૂની જાહેરાત આ મુજબ હતી
હકીકતમાં, શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાસહાયકોની ખાલી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં નવા શિક્ષકોની બદલે ધોરણ 1થી 12મા ખાલી જગ્યાઓમાં નિવૃત્ત શિક્ષકોની 11 માસના કરાર હેઠળ ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.