સરકારનો સંકલ્પ : રાજ્યના DGP તરીકે વિકાસ સહાય જ,ઓનલાઈન ફેરવેલ પણ અપાયું ‘ને નિર્ણય બદલાયો
રાજ્યના પોલીસવડા વિકાસ સહાયને આજે નિવૃત્તિના અંતિમ દિવસે સરકાર દ્વારા 6 માસ (31 ડિસેમ્બર) સુધીનું એક્સ્ટેન્શન અપાયું છે. એક્સ્ટેન્શન મળતાની સાથે જ છેલ્લા થોડા દિવસથી ચર્ચાની એરણે ચડેલા રાજ્યના DGP કોણ ?ના મુકાઈ ગયું છે. ગુજરાતના DGP (ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ) વિકાસ સહાય 30 જૂને સાંજે 6 વાગ્યાના ટકોરે નિવૃત્ત થવાના હતા. DGP દ્વારા બપોરે ત્રણેક વાગ્યે તમામ પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. ફેરવેલ આપીને યાદો વાગોળી હતી. નિવૃતિની બે કલાક બાકી હતી.

વિકાસ સહાય કોઈ સિનિયર IPSને ચાર્જ સોંપાશેની વાતો પણ વહેતી થઈ હતી. એવામાં સરકાર સંકલ્પબધ્ધ હોય તે રીતે નિવૃત્તિના કલાક પૂર્વે જ રાજ્યના હજુ ત્રણ માસ DGP વિકાસ સહાય જ રહેશે તેવો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવાયો હતો.
એક્સ્ટેન્શન મળતા DGP પદે વિકાસ સહાય 31 ડિસેમ્બર સુધી કાર્યરત રહેશે. ત્યારબાદ સરકારનો કોઈ નવો નિર્ણય આવશે. 1989ની બેચના આઈપીએસ ઓફિસર સહાય તેમના ફરજકાળમાં લાંબો સમય સાઈડલાઈન જેવી પોસ્ટ પર જ રહ્યા હતા. સિનિયોરિટી મુજબ DGP આશિષ ભાટિયા નિવૃત્ત થતાં તેમના સ્થાને 2023માં DGP તરીકે વિકાસ સહાય મુકાયા હતા. ત્યારે ફરી તેમની ફરજના આખરી દિવસે આખરી કલાકે ફરજની ત્રણ માસ સુધી અવધિ વધી છે.
આ પણ વાંચો : રાજકોટ પોલીસ પર હુમલો કરનારી ગેંગે બૂટલેગરના પુત્ર પર ફિલ્મી સ્ટાઈલે સોડા બોટલના ઘા કર્યા, વાંચો શું છે સમગ્ર મામલો
નવા DGP તરીકે ડો.કે.એલ.એન. રાવ, અમદાવાદ સી.પી. જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, નીરજા ગોટરૂ સહિતના અધિકારીઓના નામો ચર્ચામાં હતા, હાલ તુરંત તો આ બધા નામો, અટકળોનો અંત આવ્યો છે. એવી પણ વાત છે કે DGPની રેસમાં રહેલા કેટલાક સિનિયર IPS ઓફિસર્સ દ્વારા તેમની લિંક મુજબ કેન્દ્ર સુધી એડીચોટીનું જોર લગાવાયું હશે અને કોને મુકવા, ન મુકવાનો મામલો પેચીદો બન્યો હોય એક્સ્ટેન્શન આપીને તમામ વાતો પર પૂર્ણવિરામ મુકી દેવાયું હોઈ શકે.
રાજ્યમાં DGPને એકસ્ટેન્શનની હેટ્રીક
ગુજરાત રાજ્યમાં સતત ત્રીજા DGPની એક્સ્ટેન્શન મળ્યું છે. કોવિડ પિરિયડમાં નિવૃત્ત થતાં DGP શિવાનંદ ઝાને સરકારે એક્સ્ટેન્શન આપ્યું હતું. ત્યારબાદ તેમના સ્થાને આશિષ ભાટિયાને DGP બનાવાયા હતા. આશિષ ભાટિયાને બે વર્ષ પૂર્ણ થયા ન હોવાથી એક્સ્ટેન્શન મળ્યું હતું. એક્સ્ટેન્શન પિરિયડ પૂર્ણ થતાં તેમના સ્થાને નવા DGP તરીકે વિકાસ સહાયને મુકવામાં આવ્યા હતા. આજે 30 જૂનના રોજ સહાયનો ફરજનો અંતિમ દિવસ હતો અને તેમને પણ ૬ માસનું એક્સ્ટેન્શન મળ્યું છે.
આમ, રાજ્યના પોલીસવડા તરીકે એક્સ્ટેન્શનની હેટ્રીક થઈ છે. આજે તો DGP સહાયને નિવૃત્તિ વિદાયમાન આપવા માટેની પોલીસ ભવન ગાંધીનગરમાં મંડપ સમિયાણો, બેન્ડ, અશ્વો, શણગાર સહિતની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી હતી અને એક્સ્ટેન્શન મળ્યું હતું.
આ પણ વાંચો : રેશનકાર્ડ ધારકોને 5 જુલાઈ સુધીમાં ઘઉં-ચોખા વિતરણ કરવા આદેશ મોડું E-KYC કરાવનારને નહીં મળે જુન માસનું અનાજ
ઓનલાઈન ફેરવેલ પણ અપાયું ‘ને નિર્ણય બદલાયો
DGP વિકાસ સહાયનો આજે (30 જૂન) ફરજકાળનો આખરી દિવસ હતો જેથી રાજ્યના તમામ પોલીસ કમિશનર, રેન્જ આઈજી, એસપી સાથે DGP સહાયે બપોરે ત્રણ કલાકે વી.સી. (વીડિયો કોન્ફરન્સ) યોજી હતી જેમાં DGP દ્વારા તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કરાયો હતો. સહાય સાથે ફરજ બજાવનારા સિનિયર ઓફિસર્સ દ્વારા DGP સાથે કામોની યાદો વાગોળી હતી. તેમની સ્વભાવ, વર્ક સ્ટાઈલને યાદ કરી સાથે સૌએ ઓનલાઈન ફેરવેલ આપવામાં આવ્યું હતું. વી.સી. પૂર્ણ થયાની ઘડીઓ બાદ DGPને એક્સ્ટેન્શનની જાહેરાત થઈ હતી.