સોનાના ભાવમાં તેજીનું વાવાઝોડું! ગોલ્ડ મોંઘુ થયું પણ ખરીદીની પેટર્નમાં બદલાવ, 9 અને 14 કેરેટની જવેલરીની ખરીદી વધી
સોનાના ભાવમાં તેજીનું વાવાઝોડું ફૂંકાયું છે. દિન પ્રતિદિન રેકોર્ડ બ્રેક ભાવ વચ્ચે સોનાની જ્વેલરીની માંગ વધી રહી છે, જોકે 24 અને 22 કેરેટની બદલે હવે ગ્રાહકોએ 9 અને 14 કેરેટની જ્વેલરી ની વિકલ્પ તરીકે પસંદ કર્યું છે. નવરાત્રી અને દશેરામાં સોનાની ખરીદી આખા વર્ષ દરમિયાન સૌથી વધારે આ તહેવારો દરમિયાન થતી હોય છે. છેલ્લા નવ મહિનાથી સોનાના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે તાજેતરમાં 9 કેરેટ ગોલ્ડને સત્તાવાર માન્યતા આપ્યા બાદ હવે ગ્રાહકો પણ પોતાના બજેટ મુજબ 9 અને 14 કેરેટ દાગીના તરફ વળ્યા છે. આ બંને પ્રકારની જ્વેલેરીમાં સરકારની મંજૂરી બાદ હોલમાર્ક પર મળી જતા ગ્રાહકો પણ ખિસ્સાને પરવડી શકે તે માટે આ પ્રકારના દાગીના લઈ રહ્યા છે.
ગુજરાતનાં જાણીતા જ્વેલર્સ જીગરભાઈ સોનીના જણાવ્યા અનુસાર સોનાના વધતા ભાવના પગલે 9 અને 14 કેરેટની જ્વેલરી ગ્રાહકોને આકર્ષી રહી છે, તેમના મત મુજબ 9 કેરેટની ગોલ્ડ જ્વેલરી ભાવમાં સસ્તી હોવાથી અત્યારની ફેશન લવર જનરેશન ને પણ પસંદ પડી રહી છે. આ જ્વેલરીમાં ટ્રેન્ડી ડિઝાઇન અને લાઈટ વેટ સેગમેન્ટ હોવાના લીધે જેનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
આ પણ વાંચો : ધો.11 અને 12નાં વિદ્યાર્થીઓ માટે NCERT દ્વારા SWAYAM પોર્ટલ શરૂ: બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરાવશે
આગામી દશેરા અને દિવાળી ત્યારબાદ લગ્ન પ્રસંગની મોસમ શરૂ થશે જે દ્રષ્ટિએ ભાવ વધી રહ્યા છે તે જોતાં 22 કેરેટના દાગીનાની સામે રાજકોટની બજારમાં 9 અને 14 કેરેટની જ્વેલરીનો ટ્રેન્ડ આવી રહ્યો છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના મત મુજબ દેશમાં વાર્ષિક 800 થી 850 ટન સોનાની માંગ રહે છે.રેકોર્ડબ્રેક ભાવ સાથે સેફ હેવન સાબિત થયેલાં સોનાની માંગ વધી છે.સરકારે 9 અને 14 કેરેટને સત્તાવાર માન્યતા આપતાં ઓછા વેઇટવાળી અને સ્ટાઇલિશ ડિઝાઇનની ડિમાન્ડ છે.રાજ્યમાં 40 ટકાથી વધુ 9 કેરેટ ગોલ્ડ જવેલરીનું વેચાણ થઈ રહ્યું છે.
9 કેરેટના 10 ગ્રામના સોનાના ભાવ 43 હજાર
આજે સોનાનો ભાવ 1,18,000 ની સપાટીને પાર કરી ગયો છે. ગ્રાહકોને 22 કેરેટની જ્વેલરીમાં આ ભાવે લાઇટવેટ મળે છે. જ્યારે બીજી બાજુ 9 કેરેટની જ્વેલરીમાં ભાવ 10 ગ્રામના 43 હજાર રૂપિયા છે આથી ખરીદનાર વર્ગને 50% કરતાં પણ વધુ સસ્તું પડતું હોવાથી આ જ્વેલરીની ડિમાન્ડ વધી છે.
