Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

આશરો આપો કાં સમય આપો, 7 દિવસમાં ક્યાં જઇએ? રાજકોટમાં ડિમોલિશન મામલે ગરમાવો,મહિલાઓએ કહ્યું-નોટિસ મળી ત્યારથી ઘરમાં ચુલા નથી સળગ્યા, સૂતા નથી

Fri, January 30 2026

રાજકોટ શહેરમાં આજી રિવરફ્રન્ટ માટેની કલેક્ટર તંત્ર હસ્તકની એક લાખ ચોરસ મીટરથી વધુ જમીન પર ઉભેલા 1358થી વધુ મકાનો, દુકાનો કે આવા બાંધકામો દૂર કરવાની બે દિવસ પૂર્વે તા.27ના રોજ ડિમોલિશન ફાઈનલ નોટિસ ઈસ્યુ થયા બાદ જંગલેશ્વર વિસ્તારમાં અજંપા સાથે ગરમાવો વધ્યો છે. ગુરૂવારે જંગલેશ્વર વિસ્તારમાં રહેવાસીઓના ટોળાં ઉમટ્યા હતા અને કલેક્ટર કચેરી ખાતે નોટિસ ધારકો મોટી સંખ્યામાં ધસી આવ્યા હતા. દબાણકારોની માંગ છે કે કાં તો આશરો આપો અથવા તો સમય આપો, સાત દિવસમાં ક્યા જઈએ, સામે તંત્ર પણ મક્કમ છે. હવે ભાજપના નગર સેવકે પણ દબાણકારોની તરફેણ સાથે ઝંપલાવ્યું છે ત્યારે જોવાનું એ રહેશે કે ડિમોલિશન સાત દિવસની મુદ્દત બાદ થશે કે રાજકીય રજૂઆત સાથે કોઈ વચલો માર્ગ નીકળશે ?

આજી રિવર ફ્રન્ટ માટેની જગ્યા ખાલી કરાવવા માટે ચાલી રહેલી પ્રક્રિયામાં અત્યાર સુધી વિપક્ષ કોંગે્રસ દ્વારા બાંધકામો ન તોડવા દેખાવો કરાયા, રેલી કાઢવામાં આવી હતી. જો કે વિકાસકામને લઈને તંત્ર દ્વારા ડિમોલિશન બાબતની કાર્યવાહી આગળ ધપાવાઈ હતી. હવે ખૂદ શાસકપક્ષના જ વોર્ડ નં.16ના નગરસેવક નરેન્દ્ર ડવે પણ દબાણકારોની તરફેણમાં અવાજ ઉઠાવ્યો છે. નોટિસોને લઈને સ્થાનિક રહેવાસીઓ આજે સવારતી જ જંગલેશ્વર વિસ્તાર, રાધાકૃષ્ણનગરમાં એકઠા થયા હતા. બપોર બાદ કલેક્ટર કચેરીએ ઉમટ્યા હતા.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

ઘરના બદલે ઘર આપો, ગરીબ પ્રજા પર તાનાશાહી ન કરો જેવા પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચારો કર્યા હતા. કલેક્ટર કચેરીમાં ધરણાં પર બેઠા હતા. કલેક્ટરને સંબોધીને કરાયેલી રજૂઆતમાં 50 વર્ષથી વસવાટ કરીએ છીએ, બાળકોની પરીક્ષાઓ નજીક છે. 40 વર્ષ જૂના લાઈટ બીલ, વેરા બીલ અને અન્ય સરકારી પુરાવા છે. માત્ર સાત દિવસમાં 20,000 લોકો ક્યા જશે, ભાડાના મકાનો પણ ટૂંકા સમયમાં મળી ન શકે. માનવતાના ધોરણે ડિમોલિશન અટકાવવા અને યોગ્ય પુનઃવસન અથવા જંત્રી મુજબ રેગ્યુલાઈઝ કરી આપવા વધુ એક વખત માગણી ઉઠાવાઈ છે.

બીજી તરફ કલેક્ટર ડો.આમપ્રકાશે પણ મીડિયા સમક્ષ સ્પષ્ટ જણાવ્યું હતું કે, દબાણકર્તાઓને પુરતો સમય અપાયો છે. લિગલ પ્રક્રિયા ફોલો કરાઈ છે. પુરાવાઓ આપવાની પણ પુરતી તક અપાઈ હતી. સમય મર્યાદા માટેનો કોઈ પ્રશ્ન રહેતો નથી. હવે ગૌચર, સરકારી દબાણોની રેવન્યુ ઓફિસર્સની ડાયરીમાં નોંધ રહેશે અને તે મુજબ સરકારી જમીનો ખાલી કરાવાશે.

આ પણ વાંચો :રાજકોટના સાંઢિયા પુલ પર ગર્ડર મુકવા રેલવેનું ‘ગ્રીન સિગ્નલ’: ફેબ્રુઆરીના અંતમાં બ્રિજ તૈયાર, નિર્માણ કાર્ય 88% જેટલું પૂર્ણ

આજે ફરી જંગલેશ્વર વિસ્તારમાં એકઠા થયેલાઓ પૈકીનાઓએ ધારાસભ્ય કાનગડ વિરૂધ્ધ તેમજ સ્થાનિક નગરસેવકો વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે એવો પણ બળાપો કાઢ્યો હતો કે, કોંગ્રેસવાળા તો હવે દેખાતા નથી.

નોટિસ મળી ત્યારથી ઘરમાં ચુલા નથી સળગ્યા, સૂતા નથી

કલેક્ટર કચેરીએ ઉમટી પડેલી મહિલાઓ, વૃધ્ધાઓએ એવો કકળાટ કર્યો હતો કે છેલ્લા 50, 60 વર્ષથી રહીએ છીએ. રોજનું કમાઈને રોજનું ખાઈએ છીએ, બે દિવસ પહેલાં નોટિસ આવી ત્યારથી ઘરોમાં ચુલા સળગતા નથી, રાંધ્યા ધાન કોઈ ખાઈ શકે, ગળે ઉતરે તેવું નથી, રાત્રે સુતા નથી, બધા ગરીબો છીએ. આટલા વર્ષથી શું સરકાર સુતી હતી ? વિસ્તારોમાં ભાડા પણ ઉંચકાઈ ગયા છે.મકાનો ભાડે મળતા નથી સહિતના વલોપાત ઠાલવ્યા અને કેટલીક મહિલા રડી પણ હતી.

જેણે અગાઉ ડિમોલિશનની માંગ કરી તે ભાજપના નગરસેવક ડવ જ હવે વિરોધમાં

ફાઈનલ નોટિસ બે દિવસ પૂર્વે ઈસ્યુ થયા બાદ મેદાને પડેલા નગરસેવક નરેન્દ્ર ડવે એવું કથન કર્યું છે કે અમે લોકોની સાથે છીએ. અત્યારે માર્ચ માસમાં બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે તેમજ જેમની પાસે રહેણાંકો નથી તેઓને મહાપાલિકાના આવાસ ફાળવવા જોઈએ. જંગલેશ્વર ટી.પી. આજી રિવર ફ્રન્ટમાં આવે છે તે બરોબર પણ જે વિસ્તાર નથી આવતા તેનું શું ? ભાજપના કોર્પોરેટરો વિસ્તારવાસીઓની સાથે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેટર નરેન્દ્ર ડવે જ અગાઉ વોર્ડ નં.16માં ટીપી નં.6માં દબાણો દૂર કરાવવા માટે મુખ્યમંત્રી સુધીનાને પત્ર
લખ્યો હતો.

Share Article

Other Articles

Previous

રાજકોટ ઇન્કમટેક્સની ડિફોલ્ટર સામે લાલ આંખ: 17 કરોડનો ટેક્સ ન ચૂકવતા ફ્લેટ ટાંચમાં,કરોડોનો ટેક્સ વસૂલવા રિકવરી વિભાગનું એક્શન

Next

રાજકોટના સાંઢિયા પુલ પર ગર્ડર મુકવા રેલવેનું ‘ગ્રીન સિગ્નલ’: ફેબ્રુઆરીના અંતમાં બ્રિજ તૈયાર, નિર્માણ કાર્ય 88% જેટલું પૂર્ણ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Union Budget 2026-27: શિક્ષણ ક્ષેત્રે મોટી ઘોષણા: ફાર્મા શિક્ષણ માટે 3 નવા રાષ્ટ્રીય સંસ્થાન સ્થાપવાની મહત્વની જાહેરાત
7 કલાક પહેલા
ભારતને AI અને ITનું વૈશ્વિક હબ બનાવવાનો મોટો પ્રયાસ: ડેટા સેન્ટર માટે 2047 સુધી ટેક્સ હોલિડેની જાહેરાત, વિદેશી ક્લાઉડ કંપનીઓને આકર્ષવા મોટું પગલું
7 કલાક પહેલા
સુરતના પ્રખ્યાત બિલ્ડરે રિવોલ્વરમાંથી ગોળી ધરબી કર્યો આપઘાતનો પ્રયાસ: પરિવારમાં ગમગીની, 4 દિવસ બાદ હતા લાડકવાયીના લગ્ન
8 કલાક પહેલા
વિદેશ અભ્યાસ કરતાં અનેક સ્ટુડન્ટને નાણામંત્રીએ આપી રાહત: TCS 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો, વિદેશી પ્રવાસ પેકેજોમાં પણ રાહત
8 કલાક પહેલા
Categories

નેશનલ

2844 Posts

Related Posts

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો રાજકોટનો પ્રવાસ રદ : રાહુલ ગાંધી સાથે રાયબરેલી જશે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હવે 130ની ઝડપે દોડાવાશે ડબલ એન્જિનવાળી અમૃત ભારત ટ્રેન
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
VIDEO : રાજકોટના ખેતલા આપા મંદિરમાં વનવિભાગનો દરોડો,મંદિરનો મહંત જથ્થાબંધ આંધળી ચાકળ સાથે પકડાયો
ક્રાઇમ
2 મહિના પહેલા
ટૂંક સમયમાં ચાની ચુસકી પડશે મોંઘી?
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર