લોકમેળાને આપો આકર્ષક નામ અને મેળવો પુરસ્કાર : રાજકોટવાસીઓને આમંત્રણ, આ તારીખ સુધી મોકલી શકશો ઇમેલ પર નામ
રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રેસકોર્સના મેદાનમાં તા. 14 થી 18 ઓગસ્ટ દરમિયાન પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળાને આકર્ષક શીર્ષક આપવાની પ્રથાને અનુસરતા આ વર્ષે પણ નગરજનો પાસેથી આકર્ષક શીર્ષક મંગાવવામાં આવે છે.

રાજકોટના લોકમેળા માટેનું આકર્ષક શીર્ષક
નગરજનોએ રાજકોટના લોકમેળા માટેનું આકર્ષક શીર્ષક તા. 1 ઓગસ્ટ 2025ના રાત્રે 23.59 કલાક સુધી ઈમેલ lokmelarajkot@gmail.com પર મોકલવાનું રહેશે. શીર્ષક ટૂંકું, આકર્ષક, શિષ્ટ, મનોગમ્ય તથા સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ, રહેણી-કરણી, લોકજીવનને અનુરૂપ હોવું જોઇએ. દરેક સ્પર્ધક એક જ શીર્ષક સૂચવી શકશે.
આ પણ વાંચો : ઊંચા વળતરની લાલચથી ચેતજો! રાજકોટમાં રિસેટ વેલ્થ કંપનીનું 5.91 કરોડનું કૌભાંડ : 40 આસામીઓને છેતર્યા, જાણો શું છે સમગ્ર મામલો
ઈમેલમાં લોકમેળાના શીર્ષક સાથે પોતાનું નામ, પૂરું સરનામું, ઉંમર, મોબાઈલ નંબર ખાસ લખવાના રહેશે. સમય મર્યાદા બાદ આવેલા નામોનો સમાવેશ થઈ શકશે નહીં. પ્રાપ્ત થયેલી એન્ટ્રીમાંથી લોકમેળા સમિતિ દ્વારા આખરી શીર્ષક પસંદ કરવામાં આવશે. લોકમેળાના નામની પસંદગી બાબતે લોકમેળા સમિતિનો નિર્ણય આખરી ગણાશે. વિજેતા સ્પર્ધકને યોગ્ય પુરસ્કારથી નવાજવામાં આવશે.
આ પણ વાંચો : દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાના વિમાનના એન્જિનમાં લાગી આગ : તમામ યાત્રી અને ક્રૂ મેમ્બર સુરક્ષિત
મંગળવારે વધુ 29 ફોર્મ ઉપડ્યા
રાજકોટના લોકમેળામાં મોટી રાઇડ્સ માટેની એસઓપીમાં છૂટછાટ આપવામાં આવ્યા બાદ સ્ટોલ-પ્લોટ માટે ધડાધડ ફોર્મ ઉપડી રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં 41 ફોર્મ ઉપડયા બાદ મંગળવારે વધુ 29 ફોર્મ ઉપડ્યા હતા અને અલગ અલગ કેટેગરીમાં 4 ફોર્મ ભરાઈને પરત આવતા લોકમેળા માટે અત્યાર સુધીમાં 217 ફોર્મના ઉપાડ સામે 45 ફોર્મ ભરાઈને પરત આવ્યા હતા.
તા.14 ઓગસ્ટથી 18 ઓગસ્ટ દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર લોકમેળામાં મોટી રાઇડસને એસઓપીમાં છૂટછાટ જાહેર કરતા જ મોટી રાઇડ્સના સંચાલકોએ ફોર્મ ઉપાડવાનું શરૂ કરતા અન્ય ધંધાર્થીઓ પણ મોટી સંખ્યામાં સ્ટોલ અને પ્લોટના બુકિંગ માટે ફોર્મનો ઉપાડ કરી રહ્યા છે. ગઈકાલે 41 ફોર્મ ઉપડી ગયા બાદ મંગળવારે વધુ 29 ફોર્મ ઉપડતા લોકમેળામાં કુલ 238 સ્ટોલ-પ્લોટ માટે અત્યાર સુધીમાં 217 ફોર્મનો થયો છે.અને વધુ ચાર ધંધાર્થીઓએ ફોર્મ જમા કરાવતા હાલ ભરાઈને પરત આવેલ ફોર્મની સંખ્યા 45 થઇ છે.નોંધનીય છે કે, આગામી તા.25ને શુક્રવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય આગામી ત્રણ દિવસમાં મોટા પ્રમાણમાં ફોર્મ પરત આવવાની આશા તંત્ર સેવી રહ્યું છે.