ગીરનારની લીલી પરિક્રમા સ્થગિત : માવઠાંને લીધે સર્વત્ર કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાઈ જતા તંત્ર દ્વારા લેવાયો નિર્ણય
જુનાગઢની લીલી પરિક્રમા જે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. લીલી પરિક્રમા દર વર્ષે દેવ દિવાળીના દિવસથી શરૂ થાય છે. ત્યારે આ વર્ષે વરસાદને લીધે રસ્તા ખરાબ થતાં ગિરનાર પરિક્રમા મોકૂફ રાખવામાં આવશે. પ્રતિકાત્મક પરિક્રમા યોજાશે તેવું જાણવા મળ્યું છે. પરિક્રમા રુટનું ધોવાણ થતાં તંત્ર દ્વારા આ નિણર્ય લેવામાં આવ્યો છે. માવઠાંને લીધે સર્વત્ર કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાઈ જતા ગીરનારની લીલી પરિક્રમા સ્થગિત કરવાના આવી છે: સાધુ-સંતો પ્રતિકાત્મક પરિક્રમા કરશે.

લીલી પરિક્રમાનો રુટ ધોવાઈ ગયો
જૂનાગઢ જિલ્લાના સૌથી પ્રખ્યાત ધાર્મિક કાર્યક્રમોમાંની એક છે લીલી પરિક્રમા જે દર વર્ષે હિંદુ પંચાંગ મુજબ કાર્તિક સુદ એકાદશીના દિવસે આ યાત્રા શરૂ થાય છે. ત્યારે આ વર્ષે જુનાગઢ સહિત રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે જુનાગઢમાં ખાસ કરીને લીલી પરિક્રમાનો રુટ ધોવાઈ ગયો હતો. પરિક્રમાનો માર્ગ લગભગ ૩૬ કિલોમીટરનો છે જે જંગલ, પહાડી માર્ગો અને નદીના કિનારા પરથી પસાર થાય છે. ત્યારે સમગ્ર રુટ પર કાદવ કીચડનું સામ્રાજ્ય થઈ જતાં તંત્ર દ્વારા પરિક્રમા સ્થગિત કરવાનો નિણર્ય લેવામાં આવ્યો છે. આ યાત્રાને “લીલી પરિક્રમા” કહેવાનું કારણ એ છે કે આખો માર્ગ હરિયાળો અને કુદરતી સૌંદર્યથી ભરેલો છે.
લીલી પરિક્રમા ધાર્મિક મહત્વ
આ યાત્રા ધાર્મિક રીતે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. માન્યતા છે કે ગિરનાર પર્વત પર અનેક દેવી-દેવતાઓનો નિવાસ છે, અને પરિક્રમા કરવાથી પાપ ધોઈ જાય છે તથા મનની શાંતિ પ્રાપ્ત થાય છે. લાખો ભક્તો દર વર્ષે આ યાત્રામાં ભાગ લે છે અને ભગવાન દત્તાત્રેય તેમજ અન્ય દેવી-દેવતાઓના દર્શન કરે છે.
વર્ષ 2025માં લીલી પરિક્રમા 1 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી યોજાવાની હોવાની સંભાવના હતી ત્યારે હવે વરસાદ અને પરિક્રમા રુટના ધોવાણને લીધે આ યાત્રા મોકૂફ રાખવામાં આવી છે. આ નિર્ણય જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, સાધુ-સંતો અને ઉપસ્થિત સાંસદ તેમજ ધારાસભ્યની હાજરીમાં લેવાયો હતો. જોકે, ધાર્મિક મુહૂર્ત જાળવવા માટે માત્ર સાધુ-સંતો અને મર્યાદિત સંખ્યામાં ભાવિકો સાથે પ્રતીકાત્મક પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે, જે તારીખ 1લીના રાત્રિના મુહૂર્તમાં યોજાશે.