ગેટ વે ઓફ મેડિસિનની ‘નીટ’ની પરીક્ષા 3 મેએ લેવાશે: લાખો વિદ્યાર્થીઓ ડોકટર બનવાનું સ્વપન પૂરું કરવા નીટની પરીક્ષા આપશે
જેઈઈ મેઇન્સની પરીક્ષાનો પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો છે ત્યારે હવે મેડિકલ માટે લેવાતી નીટની પરીક્ષાની તારીખ જાહેર થતાં મેડિકલમાં પ્રવેશ લઈ ડોક્ટર બનવાનું સ્વપ્ન ઈચ્છતા વિદ્યાર્થીઓ હવે નીટની પરીક્ષાની તૈયારીમાં લાગી જશે. આગામી 3 મેનાં રોજ આ પરીક્ષા લેવાશે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) UG 2026 માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો હવે સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.inની મુલાકાત લઈને અરજી કરી શકે છે. ઉમેદવારો ક્રેડિટ/ડેબિટ કાર્ડ, નેટ-બેંકિંગ અથવા UPI દ્વારા ફી ચૂકવી શકે છે.
આ પણ વાંચો: રફતારનો કહેર: ગંગા એક્સપ્રેસ-વે પર બેકાબૂ કારે ભંડારામાંથી પરત ફરતી 7 યુવતીઓને કચડી, 4નાં મો*તથી અરેરાટી
પરીક્ષા ત્રીજી મેના રોજ યોજાશે.ફીની ચુકવણી માટેની છેલ્લી તારીખ આઠમી માર્ચ, 2026, રાત્રે 11:50 વાગ્યે છે. જો અરજીમાં કોઈ સુધારાની જરૂર હોય, તો સુધારા પ્રક્રિયા 10મી માર્ચ, 2026થી 12મી માર્ચ, 2026 સુધી ઉપલબ્ધ રહેશે.પરીક્ષાની તારીખ ત્રીજી મે, 2026 છે અને તેનો સમયગાળો 3 કલાક) રહેશે. પરીક્ષાનો સમય બપોરે 2:00થી સાંજે 5:00 વાગ્યા સુધીનો છે.
આ પરીક્ષા દેશભરની 13 ભાષાઓમાં લેવામાં આવશે. આ ભાષાઓમાં આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂનો સમાવેશ થાય છે.લાખો વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપે છે.
