કચ્છના ગાંધીધામમાં ગેસ રિફિલીંગનું કારસ્તાન ઝડપાયું: 30 કૉમર્શિયલ ગેસના બાટલા સાથે દુકાનદારની પોલીસે કરી અટકાયત
ઈરાન ઇઝરાયેલ યુદ્ધની ઇફેકટને લઈને ભારતમાં કોમર્શીયલ ગેસ માટે પરેશાની ઉદ્ભવી છે. જેને લઈને ઘરેલું તેમજ કોમર્શીયલ બન્ને ગેસના કાળાબજાર થવા લાગ્યા છે.ગુજરાતમાં ઘરેલુ અને કૉમર્શિયલ LPG ગેસના સિલિન્ડરને લઇને કાળાબજારી શરૂ થઇ રહી છે. કચ્છના ગાંધીધામમાં દુકાનમાં ગેસ રિફિલીંગનું કારસ્તાન પકડાયું છે. 30 જેટલા કૉમર્શિયલ ગેસના બાટલા સાથે એક સખ્શને પકડી લેવામાં આવ્યો છે.
ગાંધીધામમાંથી 30 જેટલા કૉમર્શિયલ ગેસના બાટલા પકડાયા છે. ગેસની તંગી વચ્ચે, ગાંધીધામના ચાવલા ચોક વિસ્તારમાં એક દુકાનમાં ગેસ રિફિલિંગનું કામ ચાલી રહ્યું હતુ, આ કૌભાંડમાં દુકાન સંચાલક હરમિતસિંઘ ખાલસાની અટકાયત કરવામાં આવી છે, એટલું જ નહીં ગેસની 30 બોટલ તેમજ રિફિલિંગ માટે વપરાતી પાઈપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:રાજકોટમાં વધુ એક છેતરપિંડીની ઘટના: વેપારીનો વિશ્વાસ કેળવી બે શખસો 1.51 કરોડનું સ્ટીલ ઓળવી ગયા,જાણો શું છે સમગ્ર મામલો
પોલીસે સ્થળ પરથી ₹54,000ની કિંમતના 30 નંગ કોમર્શિયલ ગેસના બાટલા, ઇલેક્ટ્રિક વજનકાંટો અને રિફિલિંગ માટે વપરાતી પ્લાસ્ટિકની પાઈપો સહિત કુલ ₹65,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દુકાનના સંચાલક હરમિતસિંગ નિર્મલસિંગ ખાલસાની અટકાયત કરી તેની સામે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
