Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા

Fri, March 27 2026

રાજકોટમાં એક બાજુ ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ રહેણાક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં 40  સિલિન્ડરનો ઢગલો પડયો હોય તેમાં આગ લાગતાં બે સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં અફડાતફડી મચી જવા પામી હતી. જો કે ચાર જ મિનિટમાં ફાયર બ્રિગેડે  પહોંચી જઈ 46 મિનિટ સુધી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લઈ લેતાં 38 સિલિન્ડરમાં  બ્લાસ્ટ થતો રહી ગયો હતો સાથે સાથે મોટી ખુંવારી સ્હેજમાં અટકી હતી. જો કે આ આગને કારણે  બે લોકો દાઝી જતાં તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

વધુમાં જાણવા મળ્યા પ્રમાણે સહકાર મેઈન રોડ પર સાધના સોસાયટી શેરી નં.2/5ના ખૂણે આવેલા ગ્રાઉન્ડ ફ્લોર+બે માળના રહેણાક બિલ્ડિંગના પાર્કિંગમાં બપોરે 12:55 વાગ્યે આગ લાગ્યાનો કોલ ફાયર બ્રિગેડને મળતાં જ ચાર મિનિટમાં ફાયર ફાઈટર સાથેના કાફલા સાથે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કર્યો હતો. ૪૬ મિનિટ સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ 1:45 વાગ્યે આગ કાબૂમાં આવી ગઈ હતી.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

તપાસ કરતાં જ્યાં આગ લાગી તે રહેણાક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં 40 એલપીજી સિલિન્ડર તેમજ પાંચ લીટર ડીઝલ ભરેલા કેરબા ઉપરાંત કેટરર્સના વ્યવસાયને લગતી સામગ્રી પડેલી હતી.  કેટરર્સના માલિક અશોક કરશનભાઈ રૈયાણીએ જણાવ્યું કે પાણી ગરમ કરતી વખતે ગેસ ગેસ  લીકેજ થતાં આગ લાગી હતી. જો કે આ વાત તંત્રને ગળે ઉતરી રહી નથી. ફાયરબ્રિગેડની સમયસુચકતાને કારણે સમયસર આગ કાબૂમાં આવી જતાં બાકી રહી ગયેલા 38 સિલિન્ડર  બ્લાસ્ટ થતાં બચી ગયા હતા. જો આ બ્લાસ્ટ થયો હતો તો કેવી ખુંવારી સર્જાઈ હોત તેની કલ્પના જ કરવી ઘટે !

આ પણ વાંચો: અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી

એકંદરે આગને કારણે જીજે3કેપી-6807 નંબરની અર્ટિગા કાર તેમજ જીજે૩એચજે-6807 નંબરનું સ્કૂટર સળગી ગયું હતું તેમજ મોહિત દીપકભાઈ ત્રિવેદી (ઉ.વ.20) અને શામજીભાઈ લાખાભાઈ દેસાઈ (ઉ.વ.77) દાઝી ગયા હતા. બાજુના જ એપાર્ટમેન્ટમાં આગ લાગતાં બુઝાવવા માટે આ બન્ને ત્યાં ગયા હતા પરંતુ સિલિન્ડર બ્લાસ્ટ થતાં દાઝી ગયા હતા.

આટલા બધા સિલિન્ડર ક્યાંથી આવ્યા, રહેણાક બિલ્ડિંગમાં ધંધો કેમ ? નોટિસ અપાઈ

 આગનો આ બનાવ અનેક રીતે શંકાસ્પદ છે જેમાં રહેણાક એપાર્ટમેન્ટમાં કેટરર્સનો વ્યવસાય ચાલી રહ્યો હોવાથી પહેલાં તો એ જ ગેરકાયદેસર ગણાય. આ ઉપરાંત એક સાથે 40 જેટલા સિલિન્ડર ક્યાંથી આવ્યા હશે તે પણ પ્રશ્ન પૂછી લેનારો મુદ્દો છે. બનાવની જાણ થતાં જ મામલતદાર સહિતના અધિકારીએ દોડી જઈ સિલિન્ડર ક્યાંથી આવ્યા તેની જાણકારી મેળવવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત બિલ્ડિંગ યુઝ પરમીશન (બીયુપી) સર્ટિફિકેટ પણ મહાપાલિકા દ્વારા અશોક રૈયાણી પાસે માંગવામાં આવ્યું હતું. જો કે અશોક રૈયાણી દ્વારા પોતાની પાસે તમામ પૂરાવા હોવાનું જણાવી જવાબ રજૂ કરવામાં આવશે તેવું પણ જણાવાયું હતું.


પૂરવઠા વિભાગે 38 સિલિન્ડર કબજે કર્યા

આગ લાગ્યાની તેમજ 40 સિલિન્ડર પડ્યા હોવાની જાણકારી મળતાં જ પૂરવઠા વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને બચી ગયેલા 38 સિલિન્ડર કબજે કરી આટલી મોટી w સંખ્યામાં સિલિન્ડર ક્યાંથી આવ્યા તે દિશામાં તપાસ શરૂ કરી હતી. જો તંત્ર દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો સિલિન્ડરની ગેરકાયદેસર હેરાફેરી પણ નીકળી શકે તેવી શક્યતા જાણકારોએ વ્યક્ત કરી હતી.

Share Article

Other Articles

Next

અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
2 કલાક પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
2 કલાક પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
3 કલાક પહેલા
વારસાઈ સંબંધિત જમીન વ્યવહારોમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત: રૂ.300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી લેવાનો ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
3 કલાક પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

કાશ્મીર મુદ્દે ચીન અને પાકિસ્તાન ભાઈ -ભાઈ, શરીફ, જીનપીંગે ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યુ
Breaking
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આ રાશિના જાતકોના વેપાર-ધંધામાં આવશે અડચણ, આર્થીક બાબતો કરશે હેરાન
ધાર્મિક
2 વર્ષ પહેલા
લો બોલો! પોલીસ જ દારૂની ધંધાર્થી: એક કારમાં દારૂનો જથ્થો ભર્યો,બીજી કારે કર્યુ પાઇલોટીંગ
ક્રાઇમ
2 મહિના પહેલા
બિહારમાં ફરી શું બની દુર્ઘટના ? ક્યાં દોડાદોડી થઈ ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર