જેતપુરમાં રાજકોટના નામચીન બુટલેગરનો 61 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો! કટિંગ વેળાએ જ LCB ત્રાટકી
આગામી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીમાં દારૂની રેલમછેલ કરવાના બુટલેગરોના મનસુબા પર રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે પાણી ફેરવી દીધું છે. જેતપુર ઉદ્યોગનગર વિસ્તારમાં રબારીકા રોડ પર જી.આઈ.ડી.સી. પાછળના ખુલ્લા મેદાનમાં લાખો રૂપિયાના વિદેશી દારૂનું ખુલ્લેઆમ ‘કટીંગ’ ચાલી રહ્યું હતું ત્યારે જ પોલીસ ત્રાટકી હતી. પોલીસે સ્થળ પરથી રૂ. 61.04 લાખના દારૂના જથ્થા સહિત કુલ રૂ. 99.61 લાખનો મુદામાલ કબજે કરતા પંથકના બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટના નામચીન બુટલેગર ધવલ સાવલિયાનો જથ્થો હોવાનું ખૂલ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, 31 ડિસેમ્બરના તહેવારને અનુલક્ષીને દારૂની હેરાફેરી રોકવા માટે જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ મોડ પર હતું. તે દરમિયાન LCBની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જેતપુર ઉદ્યોગનગરના રબારીકા રોડ પર જી.આઈ.ડી.સી. પાછળના અવાવરૂ જેવા ખુલ્લા મેદાનમાં રાજકોટનો એક શખ્સ પરપ્રાંતમાંથી મંગાવેલા વિદેશી દારૂના જથ્થાનું અલગ અલગ વાહનોમાં કટીંગ કરી રહ્યો છે. રાજસ્થાનની ટ્રકમાંથી નાના વાહનોમાં ભરતા હતા દારૂ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી રાજસ્થાન પાિંસગની એક ટ્રક (RJ 14 GF 0770), ટાટા ઈન્ટરા, બોલેરો પીકઅપ અને બાઈક સહિતના વાહનો મળી આવ્યા હતા. ટ્રકમાંથી નાના વાહનોમાં દારૂ સગેવગે થાય તે પહેલા જ પોલીસે ઘેરો ઘલીને તલાશી લેતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની-મોટી બોટલો અને બિયરના ટીન મળી કુલ 6492 નંગ જથ્થો મળી આવ્યો હતો. જેની િંકમત રૂ. 61,04,280 થવા જાય છે. પોલીસે ચાર વાહનો અને દારૂ છુપાવવા માટે લવાયેલ કવિંરગના બાચકા સહિત કુલ રૂ. 99,61,799નો તોિંતગ મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચો :રાજકોટમાં વાઈબ્રન્ટ સમિટમાં 4000 જેટલાં MSME ભાગ લેશે: સ્ટાર્ટઅપને ટેકો આપવા સરકાર 30 લાખનું ફંડિંગ
પોલીસ તપાસમાં આ સમગ્ર કારસ્તાન પાછળ રાજકોટના ધવલ રસીકભાઈ સાવલીયાનું નામ ખુલ્યું છે. જે આ દારૂનો જથ્થો મંગાવી તેનું કટીંગ કરાવી રહ્યો હતો. પોલીસે ધવલ સાવલીયા તથા ટ્રક, ટેમ્પો અને બોલેરો સહિતના વાહનોના ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
