22મી ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ગરિમાભેર એવોર્ડ અપાશે:તા.20-21 ડિસે.એ ટેસ્ટિંગ કેમ્પ:રેકોર્ડબ્રેક એવોર્ડથી રાજકોટનું ગૌરવ
ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત રાજકોટના 413 સ્કાઉટ એન્ડ ગાઈડને રાજ્યપાલના એવોર્ડ મળશે.આ વર્ષે 1100 જેટલા સ્કાઉટ એન્ડ ગાઈડને આ ગરિમાભેર એવોર્ડ મળવાનો છે,જેમાંથી આ વર્ષે રાજકોટના 413 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. આગામી તારીખ 22 ફેબ્રુઆરીના ગાંધીનગર ખાતે રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આ વિદ્યાર્થીઓ વિશેષ સન્માનિત થશે.
આ વિશેષ એવોર્ડ માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાની હોય છે.જેમાં 100 માર્કસની થીયરીકલ અને 100 માર્ક્સની પ્રેક્ટીકલ પરીક્ષા લેવાતી હોય છે,20- 21 ડિસેમ્બરે આ સ્કાઉટ ગાઈડ માટે ટેસ્ટિંગ કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં તેની પૂર્વ તૈયારીઓ કરાવવામાં આવે છે. આ અંગે વિશેષ માહિતી આપતા સ્કાઉટ એન્ડ ગાઈડના જિલ્લા મંત્રી ભરતસિંહ પરમાર એ જણાવ્યું હતું કે, આ વિશેષ એવોર્ડ માટે ધોરણ આઠ અને નવ દરમિયાન જે વિદ્યાર્થીઓ સ્કાઉટ એન્ડ ગાઈડ સાથે જોડાયેલા હોય છે તેમને તૈયારીઓ કરાવવામાં આવતી હોય છે. દર વર્ષે રાજ્યપાલ એવોર્ડ મળતો હોય છે જેવા આ વર્ષે રાજકોટએ રેકોર્ડ બ્રેક ૪૧૩ વિદ્યાર્થીઓને સ્કાઉટ એન્ડ ગાઈડનો રાજ્યપાલ એવોર્ડ એનાયત થશે.
રાજકોટ જિલ્લાના મુખ્ય કમિશનર ભીખાલાલ સિદ્ધપરા, જિલ્લા અધ્યક્ષ જનાર્દન પંડ્યા, જિલ્લા મંત્રી ભરતસિંહ પરમારના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓ જે સ્કાઉટ એન્ડ ગાઈડમાં જોડાયેલા હોય છે તેમને વ્યક્તિત્વ વિકાસ માટેની ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે.આ ટ્રેનિંગમાં માર્ચ,પરેડ, પ્રાર્થના,શિસ્ત, સંયમ,લીડરશીપ,સેલ્યુએટ સહિત માપદંડોને ધ્યાને લઇ ટ્રેનિંગ અપાતી હોય છે.
22મી ફેબ્રુઆરીએ સ્કાઉટ એન્ડ ગાઈડ દિવસ તરીકે ઉજવાય છે જેમાં લોર્ડ રોબર્ટ બેડન અને તેમના પત્ની ઓલેવ બેડન પોવેલ જે વિશ્વના મુખ્ય ગર્લ ગાઈડ હતા. તે બંનેનો જન્મદિવસ હતો આથી આ દિવસને લક્ષ્યમાં રાખીને સમગ્ર વિશ્વમાં ગર્લ ગાઈડ્સ અને બોય સ્કાઉટ્સ દ્વારા આ દિવસ મનાવવામાં આવે છે.
રાજકોટની આ સ્કૂલના આટલા વિદ્યાર્થીઓને મળશે રાજ્યપાલ એવોર્ડ
સ્કૂલ નામ સ્કાઉટ ગાઈડ
મોદી 147 80
મહાત્મા ગાંધી 41
કર્ણાવતી 05 10
જી.ટી.ગર્લ્સ 09 05
સર્વોદય 09 04
નચિકેતા 11 08
પંચશીલ 10
ક્રિસ્ટલ 08
બારદાનવાલા 16
લાલબહાદુર
શાસ્ત્રી કન્યા વિદ્યાલય 39
ક્રિષ્ના 14 12