Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ સિવિલમાં થઇ પ્રથમ એન્જિયોપ્લાસ્ટી: સૌરાષ્ટ્રવાસી અસંખ્ય દર્દીઓ માટે આશાનું કિરણ બની ડૉ. યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ

Sat, January 31 2026

સૌરાષ્ટ્રની મુખ્ય ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરોડોના ખર્ચે નવા બિલ્ડીંગોની સવલતો હતી પરંતુ અત્યાર સુધી સારવારનો જ અભાવ હતો. સૌરાષ્ટ્રના અસંખ્ય પરિવારો, દર્દીઓ માટે અમદાવાદની વિખ્યાત યુ.એન.મહેતા ઇન્સ્ટટ્યૂટ આશાનું કિરણ બની. રાજકોટ સિવિલમાં અલાયદો કાર્ડિયોલોજી વિભાગ શરૂ કરાયો હતો અને અત્યાર સુધી ઓપીડી (હાર્ટ સબંધી દર્દનું નિદાન) થતું. હવે પ્રથમ ફેઇઝમાં સર્જરી તરફ એક કદમ આગળ ધપાવીને એન્જિયોપ્લાસ્ટી (સ્ટેન્ટ) બેસાડવાનો આરંભ થયો છે. ગુરૂવારે પ્રથમ સફળ એન્જિયોપ્લાસ્ટી થઇ છે અને બીજા દિવસે શુક્રવારે પણ અન્ય એક દર્દીની એન્જિયો પ્લાસ્ટી (સ્ટેન્ટ બેસાડવાની) કરાઇ હોવાનું જાણવા મળે છે.

મોંઘી સારવાર, ખર્ચથી દર્દીઓને રાહત મળશે

રાજકોટ કે સૌરાષ્ટ્રભરમાંથી હૃદયને લગતા દર્દીઓને કાં તો ખાનગી હોસ્પિટલમાં ના છુટકે નાણાં ખર્ચીને સારવારથી લઇ સર્જરી કરાવવી પડતી હતી. અથવા તો અમદાવાદ સ્થિત યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર પર સારવાર સર્જરી માટે જવુ પડતું હતું. રાજકોટની પંડિત દિન દયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં ગત વર્ષથી યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કાર્ડિયોલોજી વિભાગ શરૂ કરાયો હતો. અત્યાર સુધી જરૂરી સવલતોના અભાવે માત્ર નિદાન કે પ્રાથમિક સારવાર થતી હતી.

રાજકોટ સ્થિત સેન્ટર પર જ હાર્ટ સર્જરી સહિતની તમામ સારવાર થઇ શકે તે માટે સેટ અપ ગોઠવાયું છે. પ્રારંભિક તબક્કે હવે એન્જિયોપ્લાસ્ટી શરૂ કરાઇ છે અને ગઇકાલે ગુરૂવારે પ્રથમ પ્લાસ્ટી થઇ હતી. હવે હૃદય સબંધી રોગો માટે ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવાર, ખર્ચથી દર્દીઓને રાહત મળશે.

આ પણ વાંચો :રાજકોટમાં વિકાસ ગાંડો! દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોની યાદીમાં સ્થાન,સુરત વિશ્વમાં પ્રથમ ક્રમે, જાણો કયા છે દેશના ટોપ-10 શહેરો

સાંસદ રૂપાલાના સુચારૂ પ્રયાસોથી સિવિલમાં ફટાફટ જગ્યા મળી, કાર્યવાહી ઝડપી બની

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કાર્ડિયોલોજી વિભાગ શરૂ કરવા માટે રાજ્યના આરોગ્ય વિભાગ (સરકાર) દ્વારા ગત વર્ષે જ ડૉ. યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટને મંજુરી આપી દેવાઇ હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રહેલા કરોડોના બહુમાળી બિલ્ડીંગમાં કોણ જાણે સ્થાનિક સ્તરે વહિવટી તંત્ર દ્વારા આ ઇન્સ્ટિટ્યૂટ કાર્યરત થાય તે ખૂંચતુ હોય અથવા તો સિવિલમાં પુરતી સવલત નહીં હોય તેમ ઇન્સ્ટિટ્યૂટને યૂનિટ માટે પુરતી જગ્યા ફાળવાતી ન હતી. યુ.એન.મહેતા ઇન્સ્ટિ.ના જવાબદારો દ્વારા વારંવાર રજૂઆતો છતાં જગ્યા ફાળવણી થઇ ન્હોતી.

એક માત્ર ઓપીડી માટે પ્રથમ માળે જગ્યા અપાઇ હતી. જ્યાં ગત જુલાઇ માસથી યુનિટ શરૂ થયું હતું. ઇ.સી.જી., હાર્ટ સબંધી રોગનું પ્રાથમિક ચેકઅપ અને દવા સુધીની સારવાર થતી હતી. મહેતા ઇન્સ્ટિટયૂટ તો કાર્ડિયોલોજી વિભાગ સંપૂર્ણપણે ઝડપી કારરત બને તે માટે પ્રયાસમાં હતી પણ જગ્યાના અભાવે શક્ય ન્હોતું બનતું. સમગ્ર બાબતે સાંસદ પરસોતમભાઇ રૂપાલાએ ઉચ્ચસ્તરીય લેખિત રજુઆત સાથે ઝડપી જગ્યા ફાળવણી અને જરૂરી સુવિધા પ્રાપ્ત થાય તે માટે સુચારૂ પ્રયાસો કરતા નાછુટકે કે કમને પણ સ્થાનિક તંત્ર દ્વારા ઇન્સ્ટિટયૂટને ફટાફટ ઇમરજન્સી, ઇન્ડોર પેશન્ટ તેમજ ઓપરેશન થિયેટર માટે ચોથા, પાંચમા ફલોર પર જગ્યા ફાળવવામાં આવી હતી. ઇન્સ્ટિટ્યૂટની ટીમ દ્વારા તમામ સવલતો ઉભી કરાતા હવે એન્જિયોપ્લાસ્ટી શરૂ થઇ છે. અને અંદાજે આગામી માસ સુધીમાં સંપૂર્ણપણે કાર્ડિયોલોજી વિભાગ, સર્જરી પણ શરૂ થઇ જશ તેવો આશાવાદ સેવાઇ રહ્યો છે.

પ્રારંભે ત્રણ કાર્ડિયોલોજિસ્ટ સહિત 20ના સ્ટાફની ટીમ રહેશે કાર્યરત

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ સેટેલાઇટ યુનિટમાં હાલના તબક્કે ત્રણ નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટ, રેસિ. ડૉકટર્સ, નર્સિંગ સ્ટાફ મળીને અત્યારે 20 જેવા સ્ટાફની ટીમ કાર્યરત છે. આવનારા સમયમાં બાયપાસ સહિતની સર્જરી શરૂ કરાશે. ફૂલ ફલેઝમાં કાર્ડિયોલોજી વિભાગ શરૂ થશે ત્યારે તબીબો અને સ્ટાફની ટીમ પણ વધશે.

Share Article

Other Articles

Previous

7 દિવસમાં તમામ ફાઈલ ક્લિયર કરો, ઓફિસમાં નહીં ફિલ્ડમાં રહો: રાજકોટ મ્યુ.કમિશનરે તમામ શાખાના અધિકારીઓને આપ્યો આદેશ

Next

રાજકોટમાં વિકાસ ગાંડો! દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોની યાદીમાં સ્થાન,સુરત પ્રથમ ક્રમે,જાણો કયા છે દેશના ટોપ-10 શહેરો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Union Budget 2026-27: શિક્ષણ ક્ષેત્રે મોટી ઘોષણા: ફાર્મા શિક્ષણ માટે 3 નવા રાષ્ટ્રીય સંસ્થાન સ્થાપવાની મહત્વની જાહેરાત
59 મિનિટutes પહેલા
ભારતને AI અને ITનું વૈશ્વિક હબ બનાવવાનો મોટો પ્રયાસ: ડેટા સેન્ટર માટે 2047 સુધી ટેક્સ હોલિડેની જાહેરાત, વિદેશી ક્લાઉડ કંપનીઓને આકર્ષવા મોટું પગલું
1 કલાક પહેલા
સુરતના પ્રખ્યાત બિલ્ડરે રિવોલ્વરમાંથી ગોળી ધરબી કર્યો આપઘાતનો પ્રયાસ: પરિવારમાં ગમગીની, 4 દિવસ બાદ હતા લાડકવાયીના લગ્ન
2 કલાક પહેલા
વિદેશ અભ્યાસ કરતાં અનેક સ્ટુડન્ટને નાણામંત્રીએ આપી રાહત: TCS 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો, વિદેશી પ્રવાસ પેકેજોમાં પણ રાહત
2 કલાક પહેલા
Categories

નેશનલ

2844 Posts

Related Posts

ભંગારમાં ખજાનો !! દિવાળીએ રાજકોટમાં 15 કરોડનું ટર્નઓવર : 800 થી 1000 વેપારીઓને દિવાળી અને વેકેશનમાં ચાંદી-ચાંદી
ગુજરાત
1 વર્ષ પહેલા
કૃષ્ણ વન્દે જગતગુરૂ
રાજકોટ
2 વર્ષ પહેલા
એસબીઆઈનું એટીએમ બદલાવી રૂ.૯૫૦૦ ઉપાડી લેનાર બે શખ્સો 1 વર્ષ બાદ પકડાયા
રાજકોટ
2 વર્ષ પહેલા
પોક અંગે કેન્દ્રીય મંત્રી નિશિથે શું કહ્યું ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર