મુંદ્રાથી કોલંબો જઈ રહેલા કાર્ગો શીપમાં આગ : ગોવાના દરિયામાં બની ઘટના, જુઓ વિડીયો
કચ્છના મુંદ્રાથી શ્રીલંકાના કોલંબો જવા નીકળેલા એક કાર્ગો શીપમાં ગોવા નજીકના દરિયામાં આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. આ આગ લાગ્યા પછી જહાજના આગલા હિસ્સામાં વિસ્ફોટ પણ સંભળાયા હતા. આ ઘટનાની જાણ થતા કોસ્ટ ગાર્ડનાં ત્રણ શીપ સુજીત, સચેત અને સમ્રાટ તુરંત પહોચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
કોસ્ટ ગાર્ડે જણાવ્યું કે આ જહાજ મેરીટાઇમ ડેન્જરસ ગુડ્સ (IMDG) કાર્ગો વહન કરી રહ્યું છે અને આગ લાગ્યા બાદ જહાજના આગળના ભાગમાં વિસ્ફોટ થયા હતા.
ભારતીય કોસ્ટ ગાર્ડે પોતાના ત્રણ જહાજ ઉપરાંત ડોર્નિયર એરક્રાફ્ટ પણ મોકલવામાં આવ્યું હતું.આ આગની ઘટનાને લીધે જહાજના કૃ માં અફડાતફડી મચી ગઈ હતી અને ગભરાયા હતા પણ કોસ્ટગાર્ડના જવાનોએ તેમને સલામતિની ખાતરી આપી હતી.