સીઝન ટાણે જ ખાતરની પળોજણ : ચાર ડીલરના લાયસન્સ સસ્પેન્ડ, ખેતીવાડી શાખાનું આકરૂ પગલું
કૃષિ વિભાગ દ્વારા રાજ્યના રાસાયણિક ખાતરના સુચારૂ વિતરણ અને તેની સબસીડીના લાભનો સાચા હકદાર ખેડૂત સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા હેતુસર મુખ્યમંત્રના આદેશથી ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. યુરિયા ખાતરના ઔદ્યોગિક ઉપયોગની શક્યતા, કાળા બજાર, કૃત્રિમ ખાધ ઊભી કરવી, સંગ્રહખોરી જેવા મુદ્દાઓ તથા દરેક ખેડૂતને ખાતર મળી રહે તે માટે માટે રાજ્યના ત્રણ અધિક કલેક્ટરશ્રીને 6-6 જિલ્લાની જવાબદારી સોપવામાં આવી છે. અને કૃષિ વિભાગની 64 ટીમો આ કામે ફાળવવામાં આવી છે.
આ પણ વાંચો : રાજકોટ એરપોર્ટ પર આજથી ડોમેસ્ટિક કાર્ગો સેવાનો પ્રારંભ: 10,000થી વધુ વેપારીઓ એરલાઇન્સ મારફત મોકલી શકશે પાર્સલ, ઉદ્યોગપતિઓને પણ ફાયદો
તપાસના પ્રથમ દિવસે, 18 જિલ્લાઓમાં કુલ 56 વિક્રેતાઓને ત્યાં ચકાસણી કરવામાં આવી અને વિવિધ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રથમ દ્રષ્ટિએ કુલ 17 જેટલી વિસંગતતાઓ સામે આવી જે માટે નોટીસ આપી છે અને 4 ડીલરોના કિસ્સામાં યુરીયા શંકાસ્પદ અન્ય હેતુ માટે ડાયવર્જન જણાતા લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ, આ ટીમો દ્વારા 502 જેટલા ખેડૂતો સાથે પરામર્શ કરી તેમાંથી 71 ખેડુતોએ મેળવેલ તમામ જથ્થાની વિગતવાર માહિતી મેળવાઈ છે.
આ પણ વાંચો : નકલી દવાના દુષણ સામે સરકાર અંતે જાગી : રાજ્ય બહાર થી આવતી આવી દવાઓની ચકાસણી માટે SOP તૈયાર કરવાની જાહેરાત
તપાસ દરમિયાન ખાતરના વિક્રેતાઓ દ્વારા કરવામાં આવતા વિતરણની વ્યવસ્થા મશીન દ્વારા થતા વેચાણના આંકડાની પડતાલ ભૌતિક સ્તરે હાજર સ્ટોકની ચકાસણી નિયમ મુજબના સ્ટોક પત્રક નિભાવણી જેવા મુદ્દાની ચકાસણી કરવામાં આવી હતી. આ બાબતે થયેલી વિસંગતતાઓ અંગે તાત્કાલિક નિવારક પગલાં લેવા અને નિયમ મુજબની કડક કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા ખાતરના વિતરણમાં પારદર્શિતા અને ખેડૂત હિતમાં યોગ્ય વ્યવસ્થા અમલમાં રહે તે માટે કટિબદ્ધ છે.
