Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં નકલી નોટ છાપવાનું કારસ્તાન ઝડપાયું: 3 લાખનું દેણું ઉતારવા યુ-ટ્યુબ પરથી નોટ બનાવવાનું શીખ્યો,પોલીસે દરોડો પાડી શખ્સને ઝડપ્યો

Fri, March 13 2026

રાજકોટના રૈયાધાર વિસ્તારમાં ગૌશાળા નજીક મફતિયાપરામાં ઓરડી ભાડે રાખી નકલી નોટ છાપવાના કારસ્તાન પર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG)એ દરોડો પાડી 100 અને 200ના દરની 73 નકલી નોટ સાથે 29 વર્ષીય યુવકને પકડી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યા પ્રમાણે યુવક ઉપર 3 લાખનું દેણું થઈ જતાં ઉતારવા માટે આ ગોરખધંધો શરૂ કર્યો હોવાનું રટણ કર્યું હતું.

SOG પીઆઈ એસ.એમ. જાડેજા, પીએસઆઈ વી.કે. ઝાલા, એએસઆઈ રાજેશ બાળા, હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ જાડેજા, અરુણ બાંભણિયા, ઉપેન્દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ ચૌહાણ સહિતની ટીમને બાતમી મળી હતી કે મફતિયાપરામાં ઓરડીની અંદર નકલી નોટ છાપવામાં આવી રહી હતી. બાતમીના આધારે દરોડો પાડતાં નૈતિક મહેન્દ્રભાઈ અગ્રાવત (ઉ.વ. 29, રહે. મફિતયાપરા) નોટનું છાપકામ કરી રહ્યો હતો. નૈતિકની ધરપકડ કરતાં જ તે પોપટ બની ગયો હતો. તેણે જણાવ્યું કે તે ટ્રાવેલ્સની બસમાં ડ્રાઈવર અને ક્લિનર તરીકે કામ કરે છે પરંતુ મર્યાદિત પગાર હોય તેના ઉપર થઈ ગયેલું 3 લાખનું દેણું ભરપાઈ કરી શકતો ન હોય લેણદારોની ઉઘરાણીથી કંટાળી નકલી નોટ છાપવાના રવાડે ચડી ગયો હતો. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે નોટ છાપવા માટે પ્રિન્ટર-સ્કેનર, કાગળ સહિતની ખરીદી કરવા માટે એક વ્યક્તિએ રોકાણ પણ કર્યું હતું જેની પણ શોધખોળ ચાલી રહી છે. પોલીસે નૈતિકના કબજામાંથી 38 નંગ 100 તેમજ 200ના દરની નોટ તેમજ 35 નંગ 100ના દરની નોટવાળા પેપર, પ્રિન્ટર, પેન્સીલ, કટર, ફુટપટ્ટી, A-4 સાઈઝના કાગળ, મોબાઈલ, લાઈટ બિલ સહિત કુલ 23100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. નૈતિક સામે અગાઉ યુનિવર્સિટી અને ગાંધીગ્રામ પોલીસ મથકમાં પણ ગુના નોંધાયેલા છે.

બે નકલી નોટ રિક્ષાચાલક, શાકભાજીવાળા પાસે વટાવી પણ લીધી

નૈતિકે એક સપ્તાહ પહેલાં 100 અને 200ના દરની નકલી નોટ છાપવાનું શરૂ કર્યું હતું. આ પછી ટ્રાયલ કરવા માટે તેણે 100ના દરની બે નોટ વટાવવા પ્રયત્ન કર્યો હતો. આ નોટ તેણે રિક્ષાચાલક અને શાકભાજીવાળા પાસે વટાવી લીધી હતી. એકંદરે નોટ ચાલી જતાં નૈતિકની હિંમત વધી ગઈ હતી અને તેણે પછી મોટાપાયે નોટ છાપવાનું શરૂ કરી દીધું હતું. જો કે વધુ નોટ વટાવે તે પહેલાં જ પોલીસે તેને પકડી પાડયો હતો.

આ પણ વાંચો: યુદ્ધની સ્થિતિ વચ્ચે સારા સમાચાર: 1.35 લાખ મેટ્રિક ટન તેલ ભરેલું જહાજ હોર્મુઝની ખાડી પાર કરી પહોંચ્યું ભારત

નૈતિકના પિતા સરકારી કર્મચારી, કાકા પોલીસમેન

પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે નૈતિક અગ્રાવતના પિતા મહેન્દ્રભાઈ સરકારી કર્મચારી છે. જો કે તેમણે બીજા લગ્ન કરેલા છે. જ્યારે તેના કાકા જૂનાગઢ ખાતે પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. નૈતિક રાજકોટ-અમદાવાદ પાટે ચાલતી ટ્રાવેલ્સ બસમાં ડ્રાઈવર અને ક્લિનરનું કામ કરે છે. નૈતિક પકડાતાં જ તેની બહેન પોલીસ મથકે દોડી ગઈ હતી અને રડવા લાગી હતી સાથે સાથે નૈતિકને આવું કરવાની શું જરૂર હતી? ક્યાંય મોટું બતાવવા જેવા ન રહેવા દીધા સહિતના વેણ પણ કહ્યા હતા.

યુ-ટ્યુબ ઉપરથી નોટ બનાવવાનું શીખ્યો

નૈતિક અગ્રાવત છેલ્લા ઘણા સમયથી યુ-ટ્યુબ ઉપર નકલી નોટ છાપવાના વીડિયો જોઈ રહ્યો હતો. આ વીડિયોના આધારે તેણે એક સપ્તાહ પહેલાં નોટ છાપવાનું શરૂ કર્યું હતું. નૈતિકે છાપેલી નોટ 80% અસલ જ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. નોટ છાપવાના બેનંબરી ધંધામાં એક વ્યક્તિએ તેની મદદ પણ કરી હોવાનું સામે આવ્યું છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં હૃદયદ્રાવક ઘટના: કૌટુબિંક કાકાએ 14 વર્ષની ફુલ જેવી ભત્રીજીનો 5 મહિના સુધી દેહ પીંખ્યો, ગર્ભનિરોધક ગોળીઓ આપી

Next

અમેરિકાએ ભારત પછી હવે વિશ્વના તમામ દેશોને 30 દિવસ સુધી રશિયન ઓઇલ ખરીદવાની પરવાનગી આપી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
ગિરનારના અંબાજી મંદિર પરિસરમાં માસ-મદિરાની મહેફિલ: વાયરલ વીડિયોમાં ખુલી પોલ, પુજારી સહિત 11 લોકો સસ્પેન્ડ
16 મિનિટutes પહેલા
‘બાટલા’ની પારાયણ: આજે બુક કરાવો, ચાર દિવસે મળશે ડિલિવરી! રાંધણગેસ સિલિન્ડર બુકિંગ માટેની લાઈન આજથી ક્લિયર થશે
25 મિનિટutes પહેલા
ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે અમેરિકાનું મોટું પગલું: ભારત બાદ વિશ્વના તમામ દેશોને 30 દિવસ સુધી રશિયન ઓઇલ ખરીદવાની છૂટ આપી
51 મિનિટutes પહેલા
રાજકોટમાં હૃદયદ્રાવક ઘટના: કૌટુબિંક કાકાએ 14 વર્ષની ફુલ જેવી ભત્રીજીનો 5 મહિના સુધી દેહ પીંખ્યો, ગર્ભનિરોધક ગોળીઓ આપી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2982 Posts

Related Posts

સુદાનમાં બળવાખોર સૈનિકોએ આચર્યો ભીષણ હત્યાકાંડ, મહિલાઓ, બાળકો સહિત 85 ગામ લોકોને ઠાર કર્યા, ઘરોમાં આગ ચાપી
Breaking
2 વર્ષ પહેલા
જમ્મુ કાશ્મીરના કુપવાડામાં આતંકીઓનો ઘુસણ ખોરીનો પ્રયાસ, જવાનોએ બે ને ઠાર કર્યા વ્યાપક સર્ચ ઓપરેશન
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
સાહેબ, અમારા વિસ્તારમાં બેફામ દારૂ વેચાય છે-જુગાર રમાય છે !! રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે જાહેર નંબર પર એક જ દિવસમાં 50થી વધુ ફરિયાદ
ક્રાઇમ
12 મહિના પહેલા
રાજકોટ એરપોર્ટની પાણી-વાઇફાઇની ફરિયાદ કેન્દ્રીય મંત્રીના કાન સુધી પહોંચી: રામભાઇએ મંત્રી નાયડુને રૂબરૂ મળી કરી રજૂઆત
ગુજરાત
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર