ધો.12 વિજ્ઞાનપ્રવાહ અને ગુજકેટનાં પરિણામ અંગે ફેક પરિપત્ર સોશ્યલ મીડિયામાં ફરતો થયો
પરિણામની કોઈ તારીખ જાહેર નથી કરાઈ તેવી શિક્ષણ બોર્ડએ કરી સ્પષ્ટતા
17 મી તારીખે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થવાનું છે.તેઓ બોર્ડનો પરિપત્ર ફરતો થયો હતો. જોકે આ બાબતે આખરે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રદિયો અપાયો હતો કે આ પરિપત્ર ફેક છે.
આ વર્ષે બોર્ડની પરીક્ષા શિક્ષણ બોર્ડ દ્વારા 15 દિવસ વહેલી લેવાઈ હતી એટલે બોર્ડની પરીક્ષાનું પરિણામ પણ વહેલું આવવાનું છે ત્યારે 17 એપ્રિલે ગુરુવારે સવારે 9:00 વાગે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ત્યારબાદ ગુજકેટનું પરિણામ આવશે.
આ અંગે શિક્ષણ બોર્ડ દ્વારા યાદી જાહેર કરાઈ હતી કે, બોર્ડના પરિણામ અંગે સોશિયલ મીડિયામાં બનાવટી અખબારી યાદી ફરતી થઈ હતી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ 2025 નું પરિણામ બોર્ડ દ્વારા ક્યારે જાહેર થશે તેની અખબારી યાદી બોર્ડની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.