ભાજપની પ્રદેશ કારોબારીમાં અનુભવી-જૂના આગેવાનોને સમાવાયા: રાજકોટનું મ્હેણુ ભાંગ્યું, કમલેશ મિરાણી, ભાનુબેન બાબરિયા સહિતનો સમાવેશ
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નીતિન નબીન નિર્વિરોધ ચૂંટાયા ત્યારપછીની કલાકોમાં જ ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ કારોબારીની જાહેરાત કરી છે. આ કારોબારીમાં રાજકોટના છ આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રદેશના સંગઠનમાં રાજકોટના એક પણ આગેવાનનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો પરંતુ હવે કારોબારીમાં છ જૂના જોગીઓનો સમાવેશ કરીને અન્યાય દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પ્રદેશ કારોબારીમાં રાજકોટના જે આગેવાનોનો સમાવેશ કરાયો છે તેમાં ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, ધનસુખભાઈ ભંડેરી, કશ્યપભાઈ શુક્લ, કમલેશભાઈ મીરાણી, અરવિંદભાઈ રૈયાણી અને રાજુભાઈ ધ્રુવનો સમાવેશ થાય છે. પ્રદેશ કારોબારીના 79 આગેવાનો ઉપરાંત વિશેષ 26 જેટલા આગેવાનોનો આમંત્રિત સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. કારોબારીમાં જેમને સમાવવામાં આવ્યા છે તેમાં દર્શનાબેન જરદોશ (સુરત), ભાનુબેન બાબરિયા (રાજકોટ), નિમીષાબેન સુથાર (પંચમહાલ), વર્ષાબેન દોશી (સુરેન્દ્રનગર), શિતલબેન સોની (નવસારી), જાહન્વીભાઈ વ્યાસ (ખેડા), ઋત્વિજભાઈ પટેલ (કર્ણાવતી), હિતેશભાઈ પટેલ (સાબરકાંઠા), હર્ષદભાઈ વસાવા (નર્મદા), અર્જુનભાઈ ચૌધરી (સુરત જિલ્લો), ડૉ.દીપિકાબેન સરવડા (મોરબી), યોગેશભાઈ ગઢવી (કર્ણાવતી), જયરાજસિંહ પરમાર (મહેસાણા), સીમાબેન મોહિલે (વડોદરા), અનિતાબેન પરમાર (ગાંધીનગર શહેર), રાજેન્દ્રસિંહ કુંવર (તાપી), પુષ્પાબેન ઠાકોર (પાટણ), દુષ્યંત પંડ્યા (ગાંધીનગર શહેર), રાજેશભાઈ શુક્લ (ગાંધીનગર શહેર), ભરતભાઈ આર્ય (પાટણ), ગજેન્દ્રભાઈ સક્સેના (સાબરકાંઠા), ડૉ.ભરત ડાંગર (વડોદરા શહેર), પરાક્રમસિંહ જાડેજા (વડોદરા શહેર), સતિષભાઈ પટેલ (છાણી) (વડોદરા શહેર), ધર્મેશભાઈ પંડ્યા (વડોદરા જિલ્લો), માધુભાઈ કથીરિયા (નવસારી), ધવલ દવે (ભાવનગર જિલ્લો), બ્રિજરાજસિંહ ઝાલા (બોટાદ), હિંમતભાઈ પડશાળા (ગીર-સોમનાથ), ધનસુખભાઈ ભંડેરી (રાજકોટ શહેર), કશ્યપભાઈ શુક્લ (રાજકોટ શહેર), હર્ષદગીરી ગોસાઈ (અમદાવાદ જિલ્લો), રાજેન્દ્રભાઈ પટેલ (અરવલ્લી), નીતિનભાઈ સી.પટેલ (મહેસાણા), દશરથજી ઠાકોર (પાટણ), રાજેશભાઈ પટેલ (ધર્મજ) (આણંદ), મારૂતિસિંહ અટોદરિયા (ભરુચ), દશરથભાઈ પવાર (ડાંગ), નિરંજનભાઈ ઝાંઝમેરા (સુરત શહેર), અભયસિંહ ચૌહાણ (ભાવનગર શહેર), મહેન્દ્રભાઈ પીઠિયા (ગીર સોમનાથ), વિમલભાઈ કગથરા (જામનગર શહેર), પુનિતભાઈ શર્મા (જૂનાગઢ શહેર), કિરીટભાઈ પટેલ (જૂનાગઢ જિલ્લો), કમલેશભાઈ મીરાણી (રાજકોટ શહેર), દિલીપભાઈ એમ.પટેલ (સુરેન્દ્રનગર), શબ્દશરણભાઈ તડવી (નર્મદા), અરવિંદભાઈ રૈયાણી (રાજકોટ શહેર), શશીકાંતભાઈ પંડ્યા (બનાસકાંઠા), ડૉ.તેજશ્રીબેન પટેલ (અમદાવાદ જિલ્લો), જીજ્ઞેશભાઈ સેવક (મહિસાગર), રાજુભાઈ ધ્રુવ (રાજકોટ શહેર), મહેશભાઈ મોદી (ગાંધીનગર શહેર), કરશનભાઈ ગોંડલિયા (સુરત શહેર), વિશાલભાઈ પટેલ (કર્ણાવતી), ગૌતમભાઈ શાહ (કર્ણાવતી), બિજલબેન પટેલ (કર્ણાવતી), હેમાલીબેન બોઘાવાલા (સુરત શહેર), જગદીશભાઈ પી.પટેલ (બલ્લર) (સુરત શહેર), રમેશભાઈ દેસાઈ (કર્ણાવતી), સત્યેનભાઈ કુલાબકર (વડોદરા શહેર), દિલીપભાઈ બારડ (ગીર સોમનાથ), ચંદ્રેશભાઈ હેરમા (જૂનાગઢ શહેર), નરેન્દ્રભાઈ પુરોહિત (કર્ણાવતી), પ્રતિમાબેન પી.પરમાર (પંચમહાલ), ભાવિશાબેન પી.પટેલ (મહેસાણા), કલ્પનાબેન પટેલ (વડોદરા જિલ્લો), અમિતાબેન એ.પટેલ (નવસારી), રાજુભાઈ પ્રિયદર્શી (સુરત શહેર), દામજીભાઈ માવાણી (સુરત શહેર), વિનયભાઈ શુક્લ (સુરત શહેર), દિલીપસિંહ ડી.ચુડાસમા (જામનગર જિલ્લો), ભાવનાબેન હિરપરા (જૂનાગઢ), જીજ્ઞાબેન પંડ્યા (સુરેન્દ્રનગર), તેજલબેન નાયી (ગાંધીનગર શહેર), ફલજીભાઈ ચૌધરી (બનાસકાંઠા), હેમરાજભાઈ રાણા (બનાસકાંઠા), પરમજીતકૌર છાબડા (ગાંધીનગર શહેર) અને રમેશભાઈ સોલંકી (મહેસાણા)નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો :વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભારતના ડંકા વાગ્યા: વૈશ્વિક વિકાસમાં ભારતનો 20% ફાળો, WEF પ્રમુખ બ્રેન્ડે ભારત પર ઓળઘોળ
વિશેષ આમંત્રિત સભ્યો
વજુભાઈ વાળા (રાજકોટ શહેર), રાજેન્દ્રસિંહ રાણા (ભાવનગર શહેર), પરસોત્તમભાઈ રૂપાલા (અમરેલી), આર.સી.ફળદુ (જામનગર જિલ્લો), નીતિનભાઈ પટેલ (મહેસાણા), ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (અમદાવાદ જિલ્લો), સુરેન્દ્રભાઈ પટેલ (કર્ણાવતી), ગોરધનભાઈ ઝડફીયા (કર્ણાવતી), પ્રદીપસિંહ જાડેજા (કર્ણાવતી), આઈ.કે.જાડેજા (સુરેન્દ્રનગર), દિલીપભાઈ સંઘાણી (અમરેલી), નરહરિભાઈ અમીન (કર્ણાવતી), રમીલાબેન બારા (સાબરકાંઠા), ભરતસિંહ પરમાર (ભરૂચ), જયસિંહ ચૌહાણ (સાબરકાંઠા), ભગવાનદાસ પંચાલ (ગાંધીનગર શહેર), ચિમનભાઈ સાપરિયા (જામનગર જિલ્લો), જયશ્રીબેન પટેલ (મહેસાણા), ભાવનાબેન દવે (ગાંધીનગર શહેર), ઝવેરીભાઈ ઠકરાર (ગીર સોમનાથ), ગોવિંદભાઈ પટેલ (રાજકોટ શહેર), અરજણભાઈ રબારી (કચ્છ), વલ્લભભાઈ કાકડિયા (કર્ણાવતી), સાગરભાઈ રાયકા (મહેસાણા), કાંતિભાઈ ગામિત (તાપી) અને પ્રદીપભાઈ ખીમાણી (જૂનાગઢ)નો સમાવેશ થાય છે.
