Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

1372 કરોડ રૂપિયા ‘પાણી’માં છતાં પરેશાનીનો પાર નથી! રાજકોટમાં DI પાઇપલાઇન માટે ખોદકામ કર્યું છતાં હજુ 25 સ્થળોએ કામ બાકી

Mon, September 22 2025

રાજકોટની વસતી અને વિસ્તાર બન્નેમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ વસતીમાં વધારો થવાને કારણે પાણીની જરૂરિયાત પણ એટલી જ વધી ગઈ છે સામી બાજુ પીવાનું પાણી પૂરું પાડતાં જળસ્ત્રોતમાં કોઈ વધારો થયો ન હોવાને કારણે અત્યારે જેટલા સ્ત્રોત છે તેના મારફતે જ પાણી વિતરણ કરાઈ રહ્યું છે. બીજી બાજુ અત્યાર સુધી પાણી વિતરણ માટે જૂની લાઈન હોવાને કારણે તેમાં લીકેજ ઉપરાંત ભૂતિયા કનેક્શન લઈ લેવા તેમજ પાણીની બેફામ ચોરી કરવા સહિતની સમસ્યા ઉદ્ભવી રહી હોય મહાપાલિકા દ્વારા દરેક વોર્ડમાં ડીઆઈ પાઈપલાઈન બીછાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જો કે લાઈન બીછાવવા માટે રસ્તાનું આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાથી લોકોને હાલાકી પણ એટલી જ ભોગવવી પડી છે ત્યારે ડીઆઈ પાઈપલાઈન બીછાવવા માટે મહાપાલિકાએ 1372 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાની વિગત સામે આવી છે. શહેરના 18 વોર્ડમાં કુલ 101 સ્થળે પાઈપ લાઈન બીછાવાઈ છે તેમાંથી 25 સ્થળે હજુ લાઈન બીછાવવાનું બાકી હોય લોકોએ હજુ ખોદકામને લીધે હાલાકી ભોગવવી પડશે.

ક્યાં ક્યાં કામ હજુ ચાલું

  • ઘંટેશ્વર સમ્પથી વોર્ડ નં.3ના અલગ-અલગ વિસ્તાર
  • રૈયાધાર ઈએસઆરથી વોર્ડ નં.3ના અલગ-અલગ વિસ્તાર
  • રેલનગર ઈએસઆરથી વોર્ડ નં.3ના અલગ-અલગ વિસ્તાર
  • વોર્ડ નં.4નું ભગવતીપરા
  • વોર્ડ નં.5નો મંછાનગર વિસ્તાર
  • વોર્ડ નં.5માં પેડક રોડ તેમજ આસપાસનો વિસ્તાર
  • વોર્ડ નં.6માં શક્તિ સોસાયટી, ચંપકનગર, રણછોડનગર, બ્રાહ્મણીયાપરા
  • વોર્ડ નં.7માં જાગનાથ પ્લોટ, સરદારનગર ઈસ્ટ વિસ્તાર
  • વોર્ડ નં.7માં જાગનાથ પ્લોટ વિસ્તાર
  • વોર્ડ નં.8માં વૈશાલીનગર વિસ્તાર
  • વોર્ડ નં.9માં સાધુ વાસવાણી રોડથી ગંગોત્રી પાર્ક મેઈન રોડ
  • વોર્ડ નં.9માં મુંજકા વિસ્તાર
  • વોર્ડ નં.9ના મુંજકા વિસ્તારમાં ચોથા તબક્કાનું કામ
  • વોર્ડ નં.9માં મુંજકા વિસ્તારમાં પાંચમા તબક્કાનું કામ
  • વોર્ડ નં.10માં કાલાવડ રોડ ઈએસઆરથી મહાપાલિકા વિસ્તારોનું કામ
  • વોર્ડ નં.12માં મવડી (પાર્ટ) તેમજ લાગુ વિસ્તાર
  • વોર્ડ નં.12માં પુનિતનગર ઈએસઆરથી અલગ-અલગ વિસ્તારોનું કામ
  • વોર્ડ નં.13માં ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા ગોંડલ રોડ
  • વોર્ડ નં.13 (પાર્ટ)માં કોઠારિયા તેમજ વાવડીના બાકી વિસ્તારો
  • વોર્ડ નં.18માં લાલ બહાદુર અને વિનોદનગર હેડવર્કસ હેઠળ આવતા વિસ્તાર

આ પણ વાંચો : રાજકોટમાં લાયન સફારી પાર્કનું અડધું કામ પૂરુંઃ જાણો ક્યારે ખુલ્લો મુકાશે આ પાર્ક, જીપમાં બેસીને થશે સિંહ દર્શન

હજુ તમામ ઘરને કનેક્શન અપાશે ત્યારે રસ્તો ખોદાય તેનો ખર્ચ વધારાનો…!

મહાપાલિકા દ્વારા અત્યારે આખા શહેરમાં ડીઆઈ પાઈપલાઈન બીછાવવાનું કામ ચાલી રહ્યું છે. આ રીતે 18 વોર્ડના 101 સ્થળે લાઈન બીછાવાઈ છે પરંતુ તમામ ઘરને હજુ આ નવી લાઈન મારફતે પાણીનું કનેક્શન આપ્યું નથી ત્યારે તમામ કામ પૂર્ણ થયા બાદ ફરજિયાતપણે ડીઆઈ લાઈનનું કનેક્શન આપવામાં આવનાર હોવાથી તેના માટે નવેસરથી રસ્તો ખોદાશે જેને બૂરવા માટે થનારો ખર્ચ વધારાનો રહેશે. એકંદરે આ તમામ ખર્ચ પ્રજાની કેડે જ આવશે કેમ કે નવું કનેક્શન લેવાનો ચાર્જ પણ વસૂલાશે.

Share Article

Other Articles

Previous

રાજસ્થાનના થાર રણમાં ભારતીય સેનાએ કર્યો મહાયુધ્ધ અભ્યાસ : પાકિસ્તાન અને ચીનનું વધી શકે છે ટેન્શન

Next

રાજકોટમાં લાયન સફારી પાર્કનું અડધું કામ પૂરુંઃ જાણો ક્યારે ખુલ્લો મુકાશે આ પાર્ક, જીપમાં બેસીને થશે સિંહ દર્શન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
5 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વારાણસી-અમદાવાદની રાજકોટ ડાયવર્ટ કરેલી ફલાઇટનો મામલો : પાયલોટની ડયુટી અંગે થયો ખુલાસો, જાણો શું છે સમગ્ર ઘટના
11 કલાક પહેલા
ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરો સાથે છેડતીનો પ્રયાસ! સુરક્ષામાં મોટી ચૂક,પોલીસે આરોપીની કરી ધરપકડ
20 કલાક પહેલા
સિડનીમાં ઓસ્ટ્રેલીયાની ટીમના સુપડા સાફ : 236 રનમાં તમામ ખેલાડીઓ પેવેલિયન ભેગા, હર્ષિત રાણાએ 4 વિકેટ ઝડપી
21 કલાક પહેલા
શું તમે મચ્છર ભગાડનાર મશીનને હંમેશા પ્લગ ઇન રાખો છો? આ એક આદતથી તમારા ખિસ્સા પર પડશે અસર
22 કલાક પહેલા
Categories

નેશનલ

2594 Posts

Related Posts

અમદાવાદ એરપોર્ટ પર અયોધ્યા જવા માટે લોકો અને સાધુ સંતોમાં અનેરો ઉત્સાહ, જય શ્રી રામના નારા લગાવ્યા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પનીરમાં ભેળસેળ મામલે વેપારીને પાંચ લાખનો દંડ
રાજકોટ
1 વર્ષ પહેલા
રાજ્યના 241 PSIને PIના પ્રમોશન તો મળ્યા પણ હાલત જૈસે થે, પોસ્ટિંગની જોવાતી રાહ
ગુજરાત
5 મહિના પહેલા
અગ્નિપથ યોજનામાં કેવા ફેરફાર કરવાની કેન્દ્રની તૈયારી ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર