Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

પીપી સવાણી પરિવારના આંગણેથી પિતા વિનાની દીકરીઓની લાગણીસભર વિદાય

Mon, December 16 2024

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ અને મોરારીબાપુ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ

પર્યાવરણ સંરક્ષણના સામાજિક સંદેશ સાથે ૫૦,૦૦૦ તુલસીના છોડનું વિતરણ

પીપી સવાણી ગ્રુપ દ્વારા ‘પિયરીયું’ નામે યોજાયેલા ભવ્ય લગ્નોત્સવમાં દીકરીઓએ મહાનુભાવોની હાજરીમાં પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી આ દીકરીઓ આજે પાલક પિતા તરીકે મહેશ સવાણી અને સમગ્ર પી.પી.સવાણી પરિવારની દીકરી બનીને વિદાય લીધી હતી. લગભગ ૫૨૭૫ દીકરીઓના પિતા બની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણીના સાથની સાથે આ દીકરીઓને પતિનો હાથ અને સાસરીની છાયા મળી છે. આ અવસરને વધાવવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા અને એમણે દીકરીઓનું કન્યાદાન પણ કર્યું હતું.

પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય સાકરના મંત્રીમુળુભાઈ બેરા, હર્ષભાઈ સંઘવી, પ્રફુલ્લભાઇ પાનસેરિયા, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, જનકભાઈ તળાવીયા, મેયર દક્ષેશ માવાણી જેવા રાજકીય મહાનુભાવોની સાથે સંતો પૂજ્ય મોરારીબાપુ, પૂજ્ય સત સ્વામી, પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ, પૂજ્ય નૌતમ સ્વામી, પૂજ્ય શેરનાથ બાપુ, પૂજ્ય સંતોષનાથ બાપુ, પૂજ્ય ગીરી બાપુ, પૂજ્ય પીપી સ્વામી જેવા સંતની સાથે આઇમા પૂજ્ય દેવળમા પૂજ્ય દિપાલી દીદી, પણ આશીર્વાદ આપવા પધાર્યા હતા.

સ્વાગત પ્રવચન મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આ સમારોહ એ સમૂહ લગ્ન નથી આ મારી દીકરીઓના લગ્ન છે. એક પિતા તરીકે હું જયારે દીકરીઓના અભ્યાસ, આરોગ્ય સહીતની જવાબદારી ઉઠાવું છું એમ જ લગ્નની જવાબદારી એક પિતા તરીકે નિભાવું છું. મારી દીકરીને કરિયાવરમાં હું બાપ તરીકેની જવાબદારી આપું છું.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ પ્રાસંગિક ઉદબોધનમાં સવાણી પરિવારની સેવાભાવનાને બિરદાવતા જણાવ્યું કે, છેલ્લા ૧૩ વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં, પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે ૫૨૭૪ દીકરીના પિતા બની ગયા છે. વર્ષ ૨૦૧૧ થી અવિરત પ્રજ્વલિત થયેલો આ લગ્નોત્સવનો સેવાયજ્ઞ નિઃસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે.

પૂજ્ય મોરારીબાપુ જણાવ્યું હતું કે, મહેશભાઈ એ કાસ્ટને નહિ પણ રાષ્ટ્રને મહત્વ્ય આપ્યું છે. એટલે જ દરેક ધર્મ અને જ્ઞાતિની દીકરી એમના આંગણેથી પરણી છે. બાપ તરીકે દીકરીની દેખભાળ રાખી તેમનાં સંતાનની અને એમના શિક્ષણ, આરોગ્યની સંભાળ છે એ મારા માટે સુખદ આશ્ચર્ય થયું છે. નવદંપતીને સમ્પન્ન અને પ્રસન્ન રહેવાના આશીર્વાદ આપ્યા હતા.

સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પીને દંપતીએ ફેરા લીધા

પી.પી.સવાણી ગ્રુપ આયોજિત ‘પિયરીયું’ લગ્ન સમારોહમાંબીજા દિવસે ૫૬ દીકરીઓની વિદાય સાથે બે દિવસમાં ૧૧૧ દીકરીઓએ સવાણી પરિવારના આંગણેથી ભાવસભર વિદાય લીધી હતી. પી.પી.સવાણી પરિવારે દરેક ધર્મ અને જ્ઞાતિની દીકરીઓના લગ્નનું આયોજન કરી સામાજિક એકતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છેલ્લા દોઢ દાયકાથી પૂરું પાડે છે. ૧૫મી ડીસેમ્બર સરદાર પટેલની પુણ્યતિથી એ એમની પૂર્ણ કદની પ્રતિમા આગળ દરેક દીકરી અને જમાઈએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને એ પછી એમણે લગ્નવિધિમાં જોડાયા હતા. લગ્ન પહેલા સરદાર સાહેબને અંજલી આપવાની એક અનોખી ઘટના આજે પિયરીયું લગ્નસમારોહમાં બની હતી.

લગ્નસમારોહમાં જે પિતા વિહોણી દીકરીઓના લગ્ન થયા છે, તે તમામ દીકરીઓનું જે ઘરે સાસરે જવાની છે, તેમના સાસુ-સસરા દ્વારા આ દીકરીઓનું શક્તિ અને લક્ષ્મી સ્વરૂપ માનીને દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું. જેમાં પી.પી.સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી, વલ્લભભાઈ સવાણી તથા મહેમાનો સહભાગી બન્યા હતા. શાળામાં પૂજ્ય મોરારિબાપુ એ એક વૃક્ષ રોપીને શાળા અને તેના વિદ્યાર્થીઓ વટવૃક્ષ સમાન બને તેવા આશીર્વાદ આપ્યા હતા. શાળા માં એડમીશન લેનાર પ્રથમ બે બાળકો ને બાપુએ સ્મૃતિ ભેટ આપીને નવાજ્યા હતા.

Share Article

Other Articles

Previous

નશાનો અર્થ ‘Cool’ થવું નથી, યુવાનોને સુપ્રિમ કોર્ટની ચેતવણી

Next

જાન્યુઆરીથી ભારતીયોને રશિયામાં વિઝા ફ્રી એન્ટ્રી!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાના વિમાનના એન્જિનમાં લાગી આગ : તમામ યાત્રી અને ક્રૂ મેમ્બર સુરક્ષિત
4 કલાક પહેલા
DRISHYAM સ્ટાઇલથી પતિની હત્યા : બોયફ્રેન્ડની મદદથી પત્નીએ લાશ ઘરમાં જ દાટી અને ઉપર નવી ટાઇલ્સ લગાવી દીધી
4 કલાક પહેલા
શું સંજય દત્તને થયો Son of Sardaar 2માં કામ ન કરવાનો અફસોસ? સોશિયલ મીડિયા પાર સામે આવી પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું
5 કલાક પહેલા
ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સિસ્ટમમાં કોઈ ખામી નથી : એર ઇન્ડિયાએ તમામ બોઈંગ વિમાનોની તપાસ કરી પૂર્ણ
5 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

350 કરોડ લીકરના વેચાણના છે:કોંગ્રેસ સાંસદનો ખુલાસો
નેશનલ
2 વર્ષ પહેલા
લગ્નના પાંચ માસમાં પત્ની રિસામણે જતી રહેતા યુવકે આપઘાત કર્યો
ક્રાઇમ
7 મહિના પહેલા
રાજકોટમાં કપાસની તુલનાએ મગફળીનું બમણું વાવેતર : જિલ્લામાં 88 ટકા ખરીફ વાવણી સંપન્ન, જાણો ક્યાં કેટલું વાવતેર થયું
ગુજરાત
3 સપ્તાહs પહેલા
ઈન્સ્ટાગ્રામમાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી રાજકોટમાં યુવતીને મરવા મજબૂર કરનાર પ્રેમી સામે ગુન્હો દાખલ
ગુજરાત
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર