રાજકોટની સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓને અપાતા ભોજનની ક્વોલિટી જાણી શિક્ષણમંત્રી ચોંક્યા: ડો.પ્રદ્યુમન વાંઝાએ સમાજ કલ્યાણ અધિકારીને ખખડાવ્યા
રાજકોટમાં સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓને તદ્દન નબળી ગુણવત્તાવાળું ભોજન આપવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠયા બાદ પણ કોઈ સુધારો ન આવતા ગુરુવારે વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાંઝાને રજૂઆત કરી હતી. આ વિગતો જાણીને શિક્ષણ મંત્રી ચોંકી ઉઠયા હતા અને સમાજકલ્યાણ વિભાગના અધિકારીઓનો ઉધડો લઈ સુધારો કરવા સુચના આપી હતી.
વિદ્યાર્થીનેતાની સમરસ હોસ્ટેલના મુદે પદવીદાન કાર્યક્રમમા મંત્રીના ઘેરાવની ચિમકીના પગલે પોલીસ બંદોબસ્ત ફૂલ કડકાઈ સાથે ગોઠવાયો હતો પરંતુ વિદ્યાર્થીનેતા રોહિત રાજપુત વિદ્યાર્થીઓ સાથે સીધા કુલપતી બંગલે સીધા મંત્રી સુધી પહોચતા હાજર રહેલ સૌ નેતાઓ,અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.
વિદ્યાર્થીનેતા રોહિત રાજપૂતે જણાવ્યું કે અમારી પ્રાથમિકતા સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓની સમસ્યાનુ કાયમી સમાધાન થાય તે હતું. મંત્રીએ ખૂબ સકાત્મારક વલણ દાખવી સમસ્યાઓની ગંભીરતા સમજીને સમાધાનની ખાતરી આપી છે તે ખૂબ સરાહનીય બાબત છે.
શિક્ષણ અને સમાજ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રીએ વિદ્યાર્થીઓને વિશ્વાસ અપાવ્યો કે હું ગમે ત્યારે તમારી હોસ્ટેલ સરપ્રાઈઝ વિઝિટ કરીને તમારી સાથે જમવા આવીશ. વધુમાં તેમણે સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓને વિદ્યાર્થીઓ જે ભોજન લ્યે છે તે ભોજનના રોજ ફોટા મોકલવા પણ સુચના આપી હતી.
આ સમયે કુલપતિ બંગલેસમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ
1 )દેવકરણ પીપળીયા ( નાયબ નિયામક,વિકસતી જાતિ)
2) પી ડી ગામીત (સમરસ કુમાર છાત્રાલયની જવાબદાર સમાજ કલ્યાણ અધિકારી )હાજર હતા.
