સુરેન્દ્રનગરમાં EDના દરોડા: જમીન કૌભાંડમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ, EDએ 14 દિવસના રિમાન્ડ માંગ્યા
સુરેન્દ્રનગર જિલ્લાનું વહીવટી તંત્ર ઉચ્ચ અધિકારી ફરી ચર્ચામાં આવ્યા છે. સુરેન્દ્રનગર કલેક્ટરને ત્યાં મંગળવારે વહેલી સવારથી જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ટીમો ત્રાટકી હતી અને કલેક્ટર બંગલો ઉપરાંત નાયબ મામલતદાર મોરીના નિવાસસ્થાને તેમજ કલેક્ટર કચેરીના નજીકના અન્ય કર્મચારીઓને ત્યાં દારોડા પાડવામાં આવ્યા હતા ત્યારે હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી છે. ED ટીમે મોરીને અમદાવાદ ગ્રામીણ કોર્ટની ખાસ કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવે તેવી શક્યતા છે.
ED અધિકારીઓએ મંગળવારે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી, કલેક્ટર રાજેન્દ્ર પટેલના નિવાસસ્થાન અને વઢવાણમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘર સહિત અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન તપાસમાં ખુલ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જે ફાઇલનો વહિવટ કરવાનો હોય તે ઘરે લઇ જતા હતા. જેથી તેમના બંગલામાંથી 100 ફાઈલો જપ્ત કરવામાં આવી હતી, જેને લઈ કલેક્ટર પણ શંકાના દાયરામાં ઘેરાયેલા છે.
આ પણ વાંચો :સ્વિગી ઇન્સ્ટામાર્ટ પરના ઓર્ડરમાં રાજકોટનો દબદબો! વર્ષ 2025માં ઓનલાઇન ઓર્ડરમાં રાજકોટમાં 10 ગણો વધારો
એક મોટા રાજકીય માથા સાથે વાંકુ પડતાં ફરિયાદ બાદ તપાસ આવી!
સુરેન્દ્રનગર કલેક્ટરને ત્યાં આજે વહેલી સવારે ઇડીએ હાથ ધરેલા સર્ચ ઓપરેશન તપાસને લઇને અલગ અલગ વાતો બહાર આવી રહી છે. નજીકના કેટલાક જાણકારોના કહેવા મુજબ અને જો અને તો જેવી એક એવી પણ ચર્ચા છે કે સોલાર પ્રોજેક્ટની જમીનના મામલે એક મોટા રાજકીય માથા સાથે કંઇક વાંકુ પડતાં ઉચ્ચ સ્તરે ફરિયાદ થઇ હતી અને આ ફરિયાદ બાદ સમગ્ર મામલો ઇડીમાં પહોંચતાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
આ પણ વાંચો :26 IAS અધિકારીઓની બદલી: સંજીવ કુમારને સોંપાયો ગૃહ વિભાગનો હવાલો, વિક્રાંત પાંડે બન્યા મુખ્યમંત્રીના એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી
સોલાર જમીનોના મામલા તો નહીં હોય ને? તેવી પણ ભારે ચર્ચા
દરોડા કે સર્ચ ઓપરેશન ક્યા કારણોસર હાથ ધરાયું તે હજુ સત્તાવાર રીતે જાહેર થયું નથી પરંતુ અંતરંગ સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં સોલાર કંપનીઓનો મોટો પડાવ છે અને આમાં મોટી જમીનોની મંજૂરી સહિતના વહીવટો થઇ રહ્યા છે. એક નામી અભિનેતાની પણ સોલાર કંપની સુરેન્દ્રનગર જિલ્લા તરફ પગરવ કરી રહ્યાની વાત છે. ધ્રાંગધ્રા રણકાંઠા, વઢવાણ-લખતર રોડ, માલવણ નજીકની મોટી જમીનો સોલાર પ્લાન્ટ માટે સોંપાઇ કે સોંપણી થઇ હોવાની વાતો છે. સોલાર પ્રોજેક્ટને લઇને પણ તપાસ થઇ હોઇ શકે તેવી વિગતો કલેક્ટરના સૂત્રોમાં ગાજી રહી છે.
બીજી તરફ દરોડાને લઇને જમીનો કે કોઇ આવા વહીવટોમાં મોટા આર્થિક કે અન્ય વ્યવહારો થયા હશે તેને લઇને તપાસ આવી છે કે કેમ? નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી બિનખેતી વિભાગમાં ફરજ બજાવે છે અને કલેક્ટરની નજીક હોવાની ચર્ચા છે. કલેક્ટર કચેરીના ક્લાર્ક અને રેવન્યુ કામ સાથે સંકળાયેલા એક વકીલ અને સંભવતઃપણે કલેક્ટરના પીએ પણ તપાસના રડારમાં આવી શકે. ત્રણ વર્ષ પૂર્વે 2022માં સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર કે. રાજેશ પણ મોટી જમીનના એક
