રાજકોટથી લઈ ગાંધીનગર સુધી પડ્યા ‘વોઈસ ઓફ ડે’ની ઝુંબેશના પડઘા : હોસ્પિટલોની ‘દાદાગીરી’ હવે નહીં ચાલે !
જ્યાં સારવાર મેળવતાં હોય ત્યાંથી જ ફરજિયાત દવા ખરીદ કરવાનો આગ્રહ નહીં રાખી શકે, દર્દીને સસ્તી પડે ત્યાંથી દવા ખરીદી શકશે
દરેક હોસ્પિટલે આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી' તેવા બોર્ડ લગાવવા આદેશ
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરે પરિપત્ર પ્રસિદ્ધ કર્યો
હોસ્પિટલો-ડૉક્ટરોની
દાદાગીરી’ને કારણે હજારો દર્દીઓ ખંખેરાઈ રહ્યા હોવાથી હંમેશા પ્રજાનો અવાજ બનવાની ઉમદા નેમ સાથે કાર્યરત વોઈસ ઓફ ડે' દ્વારા આ
દાદાગીરી’ સામે રીતસરની ઝુંબેશ છેડવામાં આવી હતી જેના પડઘા રાજકોટથી લઈ છેક ગાંધીનગર સુધી પડ્યા છે. એકંદરે કોઈ પણ હોસ્પિટલ કે ક્લિનિક હોય ત્યાંના તબીબો દ્વારા એ હોસ્પિટલ-ક્લિનિકના જ મેડિકલમાંથી દવા ખરીદવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો હોય દર્દીઓ મોંઘા ભાવે દવા ખરીદવા માટે મજબૂર બનતા હતા. વળી, આ દવા હોસ્પિટલ કે ક્લિનિકમાંથી જ ખરીદી કરવાને કારણે ડૉક્ટર-ફાર્મા કંપની વચ્ચે કમિશનનો ખેલ' પણ પાર પડી રહ્યો હોવાથી
વોઈસ ઓફ ડે’ આ દિશામાં લાખો દર્દીઓનો અવાજ' બન્યું હતું. હવે સરકાર દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરીને આ
દાદાગીરી’ ઉપર બ્રેક લગાવતો એક પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ.એચ.જી.કોશીયા દ્વારા એક પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેમાં જણાવ્યા પ્રમાણે તંત્રના ધ્યાન ઉપર આવ્યા પ્રમાણે રાજ્યની હોસ્પિટલો દ્વારા તેમની હોસ્પિટલમાં સારવાર કરાવવા આવી રહેલા દર્દીઓને ઈન હાઉસ મેડિકલ સ્ટોર' ખાતેથી જ દવા ખરીદવા ફરજ પાડવામાં આવી રહી છે જેથી દર્દીઓ જેનેરિક દવાઓ કે અન્ય સસ્તી દવાઓ મેળવી શકતા ન હોવાને કારણે આર્થિક બોજો આવી પડે છે. આથી જાહેર જનતાના હિતમાં તંત્ર દ્વારા તમામ હોસ્પિટલોના ઈન હાઉસ મેડિકલ સ્ટોરના સંચાલકોને
આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી’ તેવા સાઈન બોર્ડ લગાવવા ફરજિયાત રહેશે જેથી દર્દીઓ સરળતાથી કોઈ પણ મેડિકલ સ્ટોર ખાતેથી દવા ખરીદી શકશે.
આ પરિપત્રનું ચુસ્ત પાલન કરાવવા તમામ મદદનીશ કમિશનરને આદેશ આપવામાં આવ્યો છે સાથે સાથે નિયમનો ઉલાળિયો કરતી હોસ્પિટલો સામે આકરા હાથે કાર્યવાહી કરવાની સુચના પણ અપાઈ છે.હવે આ પરિપત્રનું પાલન ચુસ્તપણે થશે કે પછી માત્ર કાગળ પર જ રહી જશે તે આવનારો સમય બતાવશે.
લાખો દર્દીઓનો અવાજ' બન્યું
વોઈસ ઓફ ડે’
રાજકોટ સહિત રાજ્યમાં દરરોજ લાખોની સંખ્યામાં દર્દીઓ હોસ્પિટલોમાં દાખલ થઈને સારવાર મેળવી રહ્યા છે સાથે સાથે કરોડો રૂપિયાની દવાનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે તેમાં ચાલી રહેલી કમિશનની ચેઈનના એક બાદ એક અહેવાલ પ્રસિદ્ધ કરી આ ખેલને ઉજાગર કરવાનું કાર્ય વોઈસ ઓફ ડે' દ્વારા કરવામાં આવ્યું હતું. જો કે આ ઝુંબેશ આટલેથી જ પૂર્ણ થતી નથી. હજુ પણ લોકોની જીવન જરૂરિયાત સમસ્યા જેવી કે આરોગ્ય-શિક્ષણ ક્ષેત્રે હરહંમેશ
વોઈસ ઓફ ડે’ પ્રજાની પડખે રહેશે અને લૂંટફાટ ચલાવી લોકોને ખંખેરી લેતાં શિક્ષણ-મેડિકલ માફિયાઓનો પર્દાફાશ કરશે જ…
વોઈસ ઓફ ડે'ની લડત આટલે જ નહીં અટકે...
સરકાર દ્વારા એક પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો એટલે લડત પૂર્ણ થઈ ગઈ એવું બિલકુલ નથી.
વોઈસ ઓફ ડે’ દ્વારા આ પરિપત્રનું ચુસ્ત પાલન થઈ રહ્યું છે કે નહીં ? હોસ્પિટલો હજુ પણ પાછલા બારણેથી દર્દીઓને ખંખેરી રહી નથી ને ? તે સહિતના મુદ્દે બાજનજર રાખવામાં આવશે અને અવળચંડાઈ કરનારી હોસ્પિટલોનો પર્દાફાશ કરવામાં કોઈની શેહ-શરમ રાખવામાં નહીં આવે સાથે સાથે તંત્રનો કાન આમળવાનું પણ યથાવત જ રહેશે…