Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

સરધાર પાસે અકસ્માત કરનાર કારચાલક પકડાયો : ગોંડલમાં એક સાથે 4 લોકોની અર્થી સાથે ઉઠતાં આખું ગામ હિબકે ચડ્યું

Mon, April 21 2025

શનિવારે રાજકોટ-ભાવનગર હાઈ-વે પર સરધાર તથા ભૂપગઢ વચ્ચે અલ્ટો અને હોન્ડા સિટી કાર વચ્ચે ભયંકર ટક્કર થયા બાદ બન્ને કાર સળગી જવાથી અલ્ટોમાં બેસેલા બે મહિલા અને બે બાળકો એમ ચાર લોકોના સળગીને મૃત્યુ નિપજ્યાની ઘટનામાં આજી ડેમ પોલીસે હોન્ડા સિટી કારના ચાલકની ધરપકડ કરી હતી.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે અલ્ટો કારમાં આઠ લોકો બેસી ભંડારિયા ગામે જઈ રહ્યા હતા ત્યારે સરધાર-ભૂપગઢ વચ્ચે રોંગસાઈડમાં આવતી હોન્ડા સિટી જીજે1-એચએન-7890 સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. આ પછી બન્ને કાર થોડી જ વારમાં અગનગોળો બની જતાં ગોંડલના વિજયનગરમાં રહેતા નિરૂબેન અતુલભાઈ મકવાણા (ઉ.વ.30), તેમની પુત્રી હેત્વી (ઉ.વ.3), હેમાંક્ષી સાહિલ સરવૈયા (ઉ.વ.20) અને મિતુલ અશોકભાઈ સાકરિયા (ઉ.વ.13)ના સળગીને મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે સાહિલ ભૂપતભાઈ સરવૈયા, હિરેન અતુલભાઈ મકવાણા, નીતાબેન અશોકભાઈ સાકરિયા સહિતને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ બાદ આજીડેમ પોલીસ મથકે હોન્ડા સિટી કાર નંબરના આધારે તેના ચાલકની શોધખોળ શરૂ કરતાં આ કાર ભંડારિયા ગામે રહેતાં ગોપાલ વલ્લભભાઈ સભાડની હોવાનું ખુલતાં તેની ધરપકડ કરી પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે તે સરધારમાં દુકાન ધરાવે છે જ્યાંથી તે રોંગસાઈડમાં ભંડારિયા જઈ રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. કાર સાથે ટક્કર થતાં જ બન્ને સળગવા લાગી હતી. આ વેળાએ ગોપાલની કારનો દરવાજો બંધ થઈ જતાં તે પાછલી સીટમાંથી બહાર નીકળી ગયો હતો. બહાર નીકળ્યા બાદ તેણે અન્ય બે રાહદારીઓ સાથે અલ્ટોમાં બેઠેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્રણ લોકોને જ બહાર કાઢી શક્યો હતો.

અલ્ટો કારમાં આઠ વ્યક્તિ મુસાફરી કરી રહી હતી

ગોંડલથી ભંડારિયા ગામે લગ્નમાં ગયેલો સાહિલ ભૂપત સાકરિયા અલ્ટો કાર ચલાવતો હતો સાથે તેની પત્ની હિમાક્ષી હતી. અલ્ટો કારમાં લગ્નમાંથી પરત ફરતી વખતે નાના બાળકો અને મોટા મળીને આઠ વ્યક્તિ સવાર હતા

3 પરિવારે સ્વજનો ગુમાવ્યા

અકસ્માતમાં ગોંડલના ચાર વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા. ત્રણ પરિવારે સ્વજનો ખોયા છે. મકવાણા પરિવારે માતા-પુત્રી તેમજ સાકરિયા પરિવારના તરૂણ તથા સરવૈયા . દંપતીમાં પત્નીએ જીવ ગુમાવ્યો છે. જ્યારે પતિની હાલત ગંભીર ગણાવાઈ રહી છે

ગોંડલમાં ચાર લોકોની અર્થી એક સાથે ઉઠતાં આખું ગામ હિબકે ચડ્યું

રાજકોટના સરધાર-ભાડલા રોડ નજીક ભૂપગઢ પાસે અલ્ટો અને હોન્ડા સિટી કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને કાર વચ્ચે ટક્કર બાદ કારમાં આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં અલ્ટો કારમાં સવાર માતા-પુત્રી સહિત ચાર લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનામાં મોત થનાર અને ઈજાગ્રસ્ત ગોંડલના હતા, ત્યારે આજે રવિવારે ચાર લોકોની એક સાથે અંતિમયાત્રા નીકાળવામાં આવી હતી. મૃતક હેમાંશી સરવૈયાના બે મહિના પહેલા જ લગ્ન થયા હતા. જ્યારે મૃતક મહિલાના પતિ પણ ઈજાગ્રસ્ત હોવાથી હાલ સારવાર હેઠળ છે, ત્યારે તેમના દિયરે મૃતકોને અગ્નિદાહ આપ્યો હતો.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં મકાન ખાલી કરાવવા આવેલા બેંક અધિકારીની હાજરીમાં આધેડનો આપ*ઘાત, વાંચો શું છે સમગ્ર મામલો

Next

કાશ્મીરના રામબનમાં વાદળ ફાટતાં વરસાદે મચાવી તબાહી : અનેક ગુજરાતીઓ ફસાયા, રસ્તાઓ બ્લોક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
14 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
15 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
15 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
15 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

ગૃહ મંત્રી અમિત શાહે અબ્દુલ્લા અને મુફતી પરિવાર તથા નહેરુ ગાંધી પરિવાર પર આતંકવાદ ફેલાવવાનો આરોપ મૂક્યો : કાશ્મીરના મેઢરમા સભા સંબોધી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આજે ૧૦ કરોડ લોકો મૌની અમાસનું કુંભ સ્નાન કરશે
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
અમેરિકા ફરવા ગયેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાનું હાર્ટ એટેકથી નિધન
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કમલમને ઘેરાવ કરવાની ચીમકી આપનાર રાજ શેખાવતની એરપોર્ટ ઉપરથી જ કરાઈ અટકાયત…જુઓ
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર