Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

અમદાવાદમાં મેચમાં ફેન્સને ડબલ મજા: T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વાર 2-2 સુપર ઓવરનો રોમાંચ, સાઉથ આફ્રિકાએ અફઘાનને હરાવ્યું

Wed, February 11 2026

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોમાંચક મેચ રમાઈ હતી જેમાં ડબલ સુપર ઓવરમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. બંને ટીમોએ 20 ઓવર પછી 187 રન બનાવ્યા. મેચ ટાઇ રહી, જેના કારણે સુપર ઓવર થઈ. ત્યારબાદ અફઘાનિસ્તાને પ્રથમ સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરી અને 17 રન બનાવ્યા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ પણ 17 રન બનાવ્યા. સુપર ઓવરમાં સ્કોર ટાઇ રહ્યા બાદ, મેચ બીજી સુપર ઓવરમાં ગઈ અને આખરે દક્ષિણ આફ્રિકાની જીત થઈ હતી. ટુર્નામેન્ટની 13મી મેચમાં રોમાંચની બધી હદ પાર થઈ ગઈ હતી.

એક જ મેચમાં રમાઈ 2 સુપર ઓવર

સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે અમદાવાદમાં રમાયેલો ‘થ્રિલિંગ મુકાબલો ટાઈ થયા બાદ સુપર ઓવર રમાઈ હતી જે પણ ટાઈ થતાં બીજી સુપર ઓવરના છેલ્લે બોલે આફ્રિકા જીત્યું હતું. આ સાથે જ ટી-૨૦ વર્લ્ડકપના ઈતિહાસમાં પહેલીવાર એક જ મેચમાં બબ્બે સુપર ઓવર રમાયાનો રેકોર્ડ પણ બન્યો હતો.

આ મેચમાં પહેલાં બેટિંગ કરતાં સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવી 187 રન w બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાન પણ 188 રનનો લક્ષ્યાંક હાંસલ કરી શક્યું નહીં અને 20 ઓવરમાં દસ વિકેટે 187 રન જ બનાવી શક્યું હતું. મેચ ટાઈ થયા બાદ રોમાંચ ત્યારે આવ્યો જ્યારે રમાયેલી પહેલી સુપર ઓવર પણ ટાઈ થઈ હતી.

આ પણ વાંચો:ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું: વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા દિલ્હીની હોસ્પિટલમાં દાખલ,નામિબિયા સામેની મેચમાં રમવા અંગે સસ્પેન્સ

પહેલી સુપર ઓવરમાં અફઘાનિસ્તાને પહેલાં બેટિંગ કરતાં 6 બોલમાં 17 રન બનાવ્યા હતા. જવાબમાં આફ્રિકાની ટીમ પણ 17 રન જ બનાવી શકતાં આ સુપર ઓવર ટાઈ થઈ હતી. આ પછી બીજી સુપર ઓવરમાં આફ્રિકાએ પહેલાં બેટિંગ કરતાં 23 રન બનાવ્યા હતા. અફઘાન સામે હવે 24 રનનો લક્ષ્યાંક હતો જેનો પીછો કરતાં મેચ છેલ્લા બોલ સુધી પહોંચી હતી. છેલ્લા બોલે અફઘાનને જીત માટે 6 રનની જરૂર હતી પરંતુ ગુરબાજ આઉટ થઈ જતાં આફ્રિકા પાંચ રને જીતી ગયું હતું. આઉટ થયા થતાં પહેલાં ગુરબાજે ત્રણ બોલમાં ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

મેચની વાત કરવામાં આવે તો અફઘાન વતી રહમાનુલ્લાહ ગુરબાજે ટી-20 વર્લ્ડકપમાં પોતાની સૌથી મોટી ઈનિંગ રમતાં 42 બોલમાં 84 રન બનાવ્યા હતા. જ્યારે આફ્રિકા વતી ક્વિન્ટન ડિકૉકે 41 બોલમાં 59 તો રિકલ્ટને 28 બોલમાં 61 રન બનાવ્યા હતા.

પ્રથમ સુપર ઓવરનો રોમાંચ

અફઘાનિસ્તાનની બેટિંગ

  • પહેલા બોલ પર 4 રન
  • બીજા બોલ પર 6 રન
  • ત્રીજા બોલ પર 1 રન
  • ચોથા બોલ પર 1 રન
  • પાંચમા બોલ પર 4 રન
  • છઠ્ઠા બોલ પર 1 રન

સુપર ઓવર – 4, 6, 1, 1, 4, 1 – અફઘાનિસ્તાને 17 રન બનાવ્યા

દક્ષિણ આફ્રિકાની બેટિંગ

  • પહેલા બોલ પર 1 રન
  • બીજા બોલ પર 6 રન
  • ત્રીજા બોલ પર ડેવાલ્ડ બ્રેવિસ આઉટ
  • ચોથા બોલ પર 4 રન
  • પાંચમા બોલ પર ડોટ
  • છઠ્ઠા બોલ પર 6 રન

સુપર ઓવર – 1 :  6, વિકેટ, 4, 0, 6 – દક્ષિણ આફ્રિકાને છેલ્લા બોલ પર જીતવા માટે 7 રનની જરૂર હતી. ટ્રિસ્ટન સ્ટબ્સે છેલ્લી બોલ પર છગ્ગો ફટકારીને મેચ બીજી ઓવરમાં મોકલી દીધી.

પહેલી સુપર ઓવર ફરી એકવાર બરાબરી પર રહી. બંને ટીમોએ 17 રન બનાવ્યા.

બીજી સુપર ઓવરનો રોમાંચ

દક્ષિણ આફ્રિકાની બેટિંગ

  • પહેલા બોલ પર 6 રન
  • બીજા બોલ પર 1 રન
  • ત્રીજા બોલ પર 2 રન
  • ચોથા બોલ પર 6 રન
  • પાંચમા બોલ પર 6 રન
  • છઠ્ઠા બોલ પર 2 રન

સુપર ઓવર – 6, 1, 2, 6, 6, 2 – દક્ષિણ આફ્રિકા, પ્રથમ બેટિંગ કરીને, 23 રન બનાવ્યા.

અફઘાનિસ્તાનની બેટિંગ

  • પહેલો બોલ ડોટ
  • બીજા બોલ પર મોહમ્મદ નબી આઉટ
  • ત્રીજા બોલ પર 6 રન
  • ચોથા બોલ પર 6 રન
  • પાંચમા બોલ પર 6 રન
  • રહેમાનુલ્લાહ ગુરબાઝ છઠ્ઠા બોલ પર આઉટ

સુપર ઓવર – 0, વિકેટ, 6, 6, 6, વિકેટ – અફઘાનિસ્તાન 18 રન બનાવી શક્યું

બીજા બોલ પર કોઈ રન ન બન્યો, પરંતુ રહેમાનુલ્લાહ ગુરબાઝે સતત ત્રણ સિક્સર ફટકારીને મેચમાં ઉત્સાહ ઉમેર્યો. એવું લાગતું હતું કે અફઘાનિસ્તાન જીતી જશે, પરંતુ ગુરબાઝ છેલ્લા બોલ પર આઉટ થયો.

Share Article

Other Articles

Previous

ખોટા કેસ નોંધીને હેરાન…ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાતનો પ્રયાસ, Dysp રીમાબા ઝાલા સામે ગંભીર આક્ષેપો, જુઓ વિડીયો

Next

Rajpal Yadav Case: રાજપાલ યાદવના સપોર્ટમાં ઉતર્યા આ બોલીવુડ સ્ટાર! સોનું સુદ, ભાઈજાન, અજય દેવગન સહિતના કલાકારોએ કરી મદદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
15 મિનિટutes પહેલા
અમેરિકાએ પાકિસ્તાનનો ટોયલેટ પેપર તરીકે ઉપયોગ કરી ફેંકી દીધું! પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફની કબૂલાત
38 મિનિટutes પહેલા
ખોટા કેસ નોંધીને હેરાન…ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાતનો પ્રયાસ, Dysp રીમાબા ઝાલા સામે ગંભીર આક્ષેપો, જુઓ વિડીયો
58 મિનિટutes પહેલા
અમદાવાદમાં મેચમાં ફેન્સને ડબલ મજા: T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વાર 2-2 સુપર ઓવરનો રોમાંચ, સાઉથ આફ્રિકાએ અફઘાનને હરાવ્યું
2 કલાક પહેલા
Categories

નેશનલ

2886 Posts

Related Posts

વોર્ડ નં.૧૬માં અશાંત ધારાનો ઉલાળિયો કરી મિલકતોનું બેફામ વેચાણ: તડાપીટ
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજ્યમાં ૧૫ ડોકટરો ઉપર જી.એસ.ટી વિભાગના દરોડા
ગુજરાત
2 વર્ષ પહેલા
૩૦૦ કરોડના માલિક બિલ્ડરે 13મા માળેથી છલાંગ લગાવી મોત વ્હાલું કર્યું
ગુજરાત
2 વર્ષ પહેલા
રાજકોટના જીએમસીએલ દવાના ગોડાઉનમાં ગાંધીનગરથી તપાસ ટીમો ત્રાટકી
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર