શું તમારે જોવો છે ઉલ્કાવર્ષાનો નજારો? તો પહોંચી જજો તમારી અગાસી પર : આજથી આ તારીખ સુધી જોવા મળશે અવકાશી નજારો
વિશ્વમાં આજથી 31મી જુલાઈ અને 21મી ઓગસ્ટ સુધી ડેલ્ટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષા આકાશમાં જોવા મળશે. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની તૈયારી પૂર્ણ કરી દીધી છે. ત્યારે રાજયમાં જાગૃતોને અવકાશી ઉલ્કા વર્ષાનો અદ્દભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે. વરસાદી વાદળા હશે ત્યાં જોવા મળશે નહિ, સ્વચ્છ આકાશમાં જોવા મળશે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે મધ્યરાત્રિ બાદ ડેલ્ટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષા પડતી જોવા મળશે. જુલાઈ તા. 29,30 અને તા. 31 ના રોજ તથા ઓગસ્ટના અમુક દિવસોમાં આકાશમાં ઉલ્કા વર્ષાનો વરસાદ જોવા મળશે. કલાકના 15 થી 20 અને વધુમાં વધુ વિદેશમાં 50 ઉલ્કા વર્ષા આકાશમાં ઉલ્કા જોવા મળશે.

ઉલ્કા આકાશમાં જ એક-બે સેકન્ડમાં બળીને રાખ થઈ જાય છે. ઉલ્કા વર્ષા વર્ષ દરમ્યાન 10 થી 12 વખત અને વધુમાં વધુ 5 વખત આકાશમાં જોવા મળે છે. આ ઉલ્કા વર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. સૌરભંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમ્યાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે. આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે અને તેમાંથી વિસર્જીત થયેલ પર્દાફાશ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે. આ રીતે જોઈએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડો છોડતો જાય છે.
આ પણ વાંચો : PMJAYમાં ગેરરીતિ : રાજકોટની ગોકુલ અને ક્રાઈસ્ટ સહીત વધુ 21 હોસ્પિટલ સસ્પેન્ડ
વિશેષમાં એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે ઉલ્કા વર્ષા નિહાળવા મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. મોટેભાગે વહેલી પરોઢે મહત્તમ ઉલ્કા વરસાદ જોવા મળે છે. વિદેશમાં લોકો દરિયાઈ કિનારે તથા પર્વતીય-ખડકાળ, નિર્જન જગ્યાને પસંદ કરી ચાર-પાંચ દિવસનો પડાવ નાખે છે.