ડિજિટલ લાંચ! અમદાવાદમાં RTOની મહિલા ક્લાર્ક QR કોડ મોકલી લાંચ લેતા ઝડપાઈ, ACBની સફળ ટ્રેપ
સમય બદલાતાની સાથે જ આર્થિક વ્યવહાર કરવાની સીસ્ટમ પણ બદલાઈ ગઈ છે. પહેલા મનીઓર્ડરથી પૈસા મોકલવામાં આવતા હતા જે હવે ગુગલ પે કે પછી પેટીએમથી મોકલવામાં આવે છે. સરકારી કચેરીમાં લાંચના પૈસા રોકડા જ સ્વીકારવામાં આવતા હતા પરંતુ હવે ઓનલાઈન સ્વીકારાઈ રહ્યા છે. આવા લાંચ લેવાના મામલામાં એ.સી.બી.ના અધિકારીઓ છટકું ગોઠવે ત્યારે પાઉડરવાળી નોટ ફરિયાદીને આપતા અને આ નોટ આપે એટલે તરત લાંચ લેનારને પકડી લેતા..પણ સમય બદલાતા હવે લાંચની રકમ પણ ઓનલાઈન સ્વીકારવાનો સમય આવી ગયો છે. જો કે લાંચ રુશ્વત વિરોધી શાખાએ પણ જેવાની સાથે તેવા થઈને અમદાવાદ આર.ટી.ઓ. કચેરીની એક જુનિયર કલાર્કને ઓનલાઈન લાંચ સ્વીકારતા પકડી પાડી છે.
આ પણ વાંચો :Enjoy DIWALI with OTT : આ દિવાળીએ ઘરે બેઠા મળશે ભરપૂર એન્ટરટેઇનમેન્ટ,બાગી-4 સહિત આ 5 ધમાકેદાર ફિલ્મો-સીરિઝ થશે રીલીઝ
અમદાવાદમાં સુભાષબ્રીજ પાસેની આર.ટી.ઓ.માં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સ્વાતિબેન રમેશભાઈ રાઠોડે મોટર ડ્રાઈવિંગ સ્કુલ ચલાવતા ફરિયાદી પાસે ડુપ્લીકેટ આર.સી બુક બનાવડાવી દેવા માટે 700 રૂપિયા કાયદેસરની સરકારી ફી ઉપરાંત વાંધાવચકા નહી કાઢવાના બદલામાં 800 રૂપિયા ઓનલાઈન માગ્યા હતા. આ માટે તેમણે ફરિયાદીને કયુઆર કોડ મોકલ્યો હતો અને સ્કેનરથી મોકલવા કહ્યુ હતું.
આ પણ વાંચો :KBC જુનિયરમાં અમિતાભ બચ્ચન સાથે ગેરવર્તન કરનાર ગાંધીનગરના બાળકનો વિડીયો વાયરલ : બિગ બીને કહ્યું ‘તમારું મોઢું બંધ રાખો’
ફરિયાદીને આ બાબત હજમ ન થતાએ.સી.બી. નો સંપર્ક કરી ફરિયાદ આપતા આ ફરીયાદના આધારે લાંચનુ છટકુ ગોઠવવામાં આવ્યું હતું. આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, ગેરકાયદેસર લાંચના નાણાં રૂ.800/- ડીજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ પોતાના સ્કેનર/ક્યુઆર કોડથી સ્વીકાર્યા હતા અને લાંચના નાણાં પોતાના એકાઉન્ટમાં જમા થયાનું જણાવ્યું હતું. બસ આ ક્ષણે જ એ.સી.બીના ઇન્સ્પેકટર એન.બી.સોલંકી અને તેમની ટીમ ત્રાટકી હતી અને આ જુનિયર ક્લાર્ક સ્વાતિબેન રાઠોડને પકડી લીધા હતા.
