‘ડિજીટલ અરેસ્ટ’ ગેંગના બે સાગરીત પાંચ દિ’ના રિમાન્ડ પર : નિવૃત્ત શિક્ષકને તેના જ ઘરમાં બંધક બનાવી ૫૬ લાખ ઉસેડી લીધા હતા
સાત પૈકી વિદ્યાર્થી સહિત પાંચ જેલહવાલે: તમામે પોતાના બેન્ક એકાઉન્ટ ભાડે આપી કરી'તી તગડી કમાણી
જૂનાગઢનો હિરેન અને ઈડરનો વિપુલ ફ્રોડગેંગના
આકા’ઓ સાથે સંડોવાયેલો: હજુ અનેક ઝપટે ચડશે
રાજકોટના નિવૃત્ત શિક્ષક મહેન્દ્રભાઈ મહેતાને તેમના જ ઘરમાં ડિઝિટલ અરેસ્ટ (બંધક) બનાવીને ૫૬ લાખ પડાવી લેનારી ગેંગને પોતાનું એકાઉન્ટ ભાડે આપનાર વિદ્યાર્થી સહિત સાત લોકોને સાયબર ક્રાઈમ પોલીસે પકડી લીધા બાદ સાત પૈકીના બે લોકોને પાંચ દિવસના રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા છે. પોલીસે સાતેયને ૧૪ દિવસના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા છે જે પૈકી બેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાતાં બાકીના પાંચને જેલહવાલે કરવામાં આવ્યા હતા.
સાયબર ક્રાઈમ પોલીસ મથક પીઆઈ બી.બી.જાડેજા, એમ.એ.ઝણકાત સહિતની ટીમે જૂનાગઢમાં રહેતા એમબીએના વિદ્યાર્થી મહેકકુમાર ઉર્ફે મયંક નીતિનભાઈ જોટાણિયા, હિરેન મુકેશભાઈ સુબા, અમદાવાદના મહમ્મદરીઝવાન ઈશાકખાન પઠાણ, પાટણના અરજણસરગામના પરેશ ખોડાભાઈ ચૌધરી, કલ્પેશ ખોડાભાઈ ચૌધરી, ચાણસ્મા (પાટણ)ના વિપુલ લાભુભાઈ દેસાઈ અને હાલ અમદાવાદના રહેતા વિપુલ જેઠાલાલ નાયક (ઉ.વ.૫૪)ની ધરપકડ કરી હતી. આ તમામે ફ્રોડગેંગના આકા'ઓને પોતાના બેન્ક એકાઉન્ટ ભાડે આપી કમાણી કરી હતી. આ પૈકી વિપુલ નાયક અને હિરેન સુબા
ઉપર’ સુધી છેડા મતલબ કે આ કૌભાંડમાં સામેલ અન્ય લોકો સાથે સંડોવાયેલા હોવાને કારણે તેમના રિમાન્ડ જરૂરી હોવાની દલીલ કરાતાં કોર્ટે તે ગ્રાહ્ય રાખતાં હવે આગળની લીન્ક શોધવા માટે પોલીસ મથામણ કરશે.