ધોરાજી : 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારનાર નરાધમને કોર્ટે ફટકારી 10 વર્ષની સજા
ધોરાજી પંથકમાં વર્ષ 2015માં 15 વર્ષની સગીરાનું અપહરણ કરી નરાધમે તેના પર દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામ્યો હતો. જે કેસમાં પોક્સો અદાલતે ભોગ બનનારને ન્યાય આપીને આરોપીને 10 વર્ષની સજા ફટકારી છે.
મળતી વિગતો મુજબ, ધોરાજી પંથકમાં રહેતી 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી બાટવા ગામે રહેતા આરોપી લખમણ જીવણ સોલંકીએ તેનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યા હોવાની ફરિયાદના આધારે પોલીસે આરોપીને પકડી સગીરાને મુક્ત કરાવી હતી. જે બાદ આરોપી જામીનમુક્ત થયા બાદ ફરાર થઈ ગયો હતો અને કેસમાં હાજર ન રહેતા તેની સામે એક તરફી કેસ ચાલી ગયો. જે કેસમાં ભોગ બનનાર એ જુબાની આપેલી હતી કે, તેના બાપુજી શેરડીમાં પાણી વાર્તા હતા ત્યારે લક્ષ્મણ જીવણ સોલંકી આવેલો અને તેણીને ધમકી આપેલી કે તું મારી સાથે ચાલ નહીંતર તારા ભાઈને મારી નાખીશ. અને પછી આ લક્ષ્મણ જીવણ સોલંકી ભોગ બનનારને પ્રથમ બાટવા ત્યાંથી ચોટીલા લઈ ગયેલો ત્યાં ધરાથી મંદિરમાં મંગળસૂત્ર પહેરાવીને લગ્ન કરેલા અને ત્યાંથી આદિત્યાણા પંથકમાં કારખાનામાં કામ કરતો અને ઓરડીમાં ભોગ બનનાર સાથે પતિ પત્નીની જેમ શરીર સંબંધ બાંધતો.ભોગ બનનાર ના પિતાએ ફરિયાદ કરતા પોલીસે બંને જણને પકડી પાડેલ અને તે વખતે ભોગ બનનાર ની ઉંમર 15 વર્ષ હતી.
પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખની દલીલ અને ડોક્ટર તથા FSL અધિકારીએ પ્રોસિટયુશન તરફે જુબાની આપેલી હતી. ભોગ બનનારના યુરેથલ સ્વોબ પર માનવ વીર્યની હાજરી મળેલી હતી. આ વખતે ભોગ બનનાર આરોપીના કબ્જામાં હતી. આ તમામ સંજોગો અને દલીલો તેમજ ગાયનેકોલોજિસ્ટ ડોક્ટરની જુબાનીને ધ્યાને લઈ અને ધોરાજીના સ્પેશિયલ પોક્સો જજ અલી હુસેન મોહીબુલ્લા શેખે આરોપીને તકસીરવાન ઠેરવી 10 વર્ષની કેદ અને 5000 દંડની સજા ફટકારી હતી.
