કરો રાજકોટનો વિકાસ : સરકારે વધુ 128 કરોડ ફાળવ્યા,રાજકોટ સહિત આઠ મહાપાલિકાને 2132 કરોડની ગ્રાન્ટ અપાઈ
અમદાવાદમાં બુધવારે સિટી ઈન્વેસ્ટમેન્ટસ ટુ ઈનોવેટ-ઈન્ટીગે્રટ એન્ડ સસ્ટેઈન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ સહિતના દ્વારા રાજકોટ સહિત આઠ મહાપાલિકાને 2132 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. રાજકોટની વાત કરવામાં આવે તો વિકાસકાર્યો હાથ પર લેવા તેમજ પૂર્ણ કરવા માટે 128 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
સરકાર દ્વારા આઠ મહાપાલિકાને 2132 કરોડ ઉપરાંત નવી બનેલી નવ મહાપાલિકા દીઠ 40-40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ તેમજ 152 નગરપાલિકાને 308 કરોડ મળી કુલ 2800 કરોડ રૂપિયાની ગ્રાન્ટના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યું કે વિકાસના કામોમાં ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે. આ ઉપરાંત નાણાંની કોઈ જ તંગી નહીં રહે તેવો કોલ પણ તેમણે આપ્યો હતો.
તેમણે ઉમેર્યું કે છ શહેરોએ સ્વચ્છ સર્વેક્ષણમાં નોંધપાત્ર પ્રગતિથી રાષ્ટ્રીય સ્તરે સ્થાન મેળવ્યું છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં દરેક શહેરોએ આગેવાની લેવાનો અને વોર્ડદીઠ કચરાનું 100% વર્ગીકરણ કરવા માટે આગળ આવવા જણાવ્યું હતું. આ ઉપરાંત શહેરીજનોને લાગુ સેવાઓ જેમાં ટેક્સ કલેક્શન, વીજબિલ સહિતના બિલના ચૂકવણા યુપીઆઈથી વધુમાં વધુ થાય તે દિશામાં પહેલ કરવા તમામને તાકિદ પણ કરી હતી.
આ પણ વાંચો :રાજકોટની ‘જલકથા’નો ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ: રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કુમાર વિસજવાની જલકથામાં માનવ મહેરામણ ઉમટ્યો
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે મહેસૂલ અને શહેરી વિકાસ ક્ષેત્રે સમસ્યાઓનો ઉકેલ લાવવા સરકાર કટિબદ્્ધ છે. ત્રણ દાયકા પહેલાંની સરકારોના સમયમાંનાગરિકોએ માળખાગત સુવિધાઓના અભાવ વચ્ચે જીવવું પડતું હતું પરંતુ હવે એ સમય ભૂતકાળ બની ગયો છે. આ કાર્યક્રમમાં રાજકોટ મહાપાલિકા વતી મેયર નયનાબેન પેઢડિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
