પતિ બિઝનેસમેન અને સસરા પાઇલોટ છતાં 5 કરોડનું દહેજ માગ્યુ: ગાંધીનગરની ઘટના,સોના-ચાંદી કાર સહિતની માગણી કરી
પતિ બીઝનેસમેન છે અને સસરા પાઈલોટ છે આમ છતાં તેમના ઘરમાં પરણીને આવેલી એક યુવતી પાસે પાંચ કરોડ રૂપિયાના દહેજની માંગ કરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધવામાં આવી છે. દહેજની માંગણી ઉપરાંત શારીરિક અને માનસિક ત્રાસ આપવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ છે.
ગાંધીનગરના પીંડારડા ગામની આ યુવતીના લગ્ન 21 નવેમ્બર, 2021ના રોજ રાજસ્થાનના પાલી જિલ્લાના ડીગરના ગામના વતની વિક્રમિંસહ રાઠોડના પુત્ર રણશેરિંસહ સાથે થયા હતા. રણશેરિંસહના પિતા વિક્રમિંસહ હેલિકોપ્ટર પાઇલટ છે, જ્યારે રણશેરિંસહ માઇન્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સગાઈ સમયે જ યુવતીના પિયર પક્ષે 2 તોલા સોનું અને રૂ. 5100 રોકડા આપ્યા હતા. જોકે, લગ્ન પહેલાં સાસરિયા પક્ષે 125 તોલા સોનું, 6 કિલો ચાંદી અને ટાટા હેરિયર કાર સહિતની માગણી કરી હતી. પિતાએ દીકરીનું ઘર ન બગડે એ આશયથી બેંક મારફતે રૂ. 11 લાખ ટ્રાન્સફર કર્યા હતા અને મોંઘું ફર્નિચર પણ કરીયાવરમાં આપ્યું હતું.
આ પણ વાંચો :રાજકોટના જંગલેશ્વર જ નહીં, આસપાસના 900 મકાન ઉપર ફરી જશે બુલડોઝર! દબાણકર્તાને સાંભળ્યા બાદ કરાશે કાર્યવાહી
લગ્ન બાદ સાસરીમાં પગ મૂકતા જ સાસુએ “અમારે તો 5 કરોડના ખર્ચવાળું ઘર જોઈએ” તેમ કહી મેણાંટોણાં મારવાનું શરૂ કર્યું હતું. પતિ રણશેરિંસહ પણ વારંવાર દારૂ પીને યુવતી સાથે મારઝૂડ કરતો અને અન્ય સ્ત્રીઓ સાથે પણ સંબંધો રાખતો હતો. આ ત્રાસ અસહ્ય બન્યો ત્યારે ફેબ્રુઆરી 2023માં તબિયત ખરાબ થતાં પરિણીતા પોતાના પિયર ગાંધીનગર પરત આવી હતી. પિયર આવ્યા બાદ સાસરિયાઓએ યુવતીનો સંપર્ક કાપી નાખ્યો હતો અને ત્રણ મહિના પછી ટ્રક ભરીને ઘરવખરીનો સામાન તથા કપડાં તેના પિયર મોકલી આપ્યા હતા.
પરિણીતાએ કરિયાવરમાં આપેલા સોનાના દાગીના પરત માંગ્યા ત્યારે સાસરિયાઓએ દાગીના “ચોરી થઈ ગયા” હોવાનું કહી દીધું હતું. આખરે સાસરિયાઓના અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસ તેમજ
દહેજ મગણીથી કંટાળેલી પરિણીતાએ પતિ રણશેરિંસહ રાઠોડ, સસરા વિક્રમિંસહ રાઠોડ અને સાસુ વિરુદ્ધ પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
