Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

1358 બાંધકામો જાતે જ સાત દિવસમાં તોડી પાડો! રિવરફ્રન્ટ બનાવવા માટેની રાજકોટ કલેક્ટર તંત્ર હસ્તકની જમીન ખુલ્લી કરાવવાનો માર્ગ મોકળો

Wed, January 28 2026

સાબરમતિ જેવા રાજકોટમાં આજી રિવરફ્રન્ટના નિર્માણ માટેની એક લાખ ચોરસ મીટરથી વધુ જમીન પર વર્ષોથી ઉભેલા ગેરકાયદે 1358 બાંધકામો હટાવવા માટે કલેકટર તંત્રએ ઓપરેશન ડિમોલિશનની તૈયારીઓ આરંભી દીધી છે. તમામ દબાણકારોને આજે મંગળવારે તમારી જાતે જ સાત દિવસમાં બાંધકામો તોડી પાડોની ડિમોલિશનની ફાઇનલ 202 હેઠળની નોટિસ ડોર ટુ ડોર ઇસ્યુ કરી દેવાઇ છે. હવે અત્યારે સુધી `કંઇક રસ્તો નીકળશે’ની આશામાં રહેલાઓને હવે બાંધકામો તુટશે તેવા અજંપા સાથે મિલ્કતધારકોની ઉંઘ હરામ થઇ છે અને વૈકલ્પિક વ્યવસ્થા માટે દોડધામમાં પડ્યા છે.

રાજકોટ શહેરના મહાપાલિકાના એરીયામાં સમાવિષ્ટ આજી નદીની કલેકટર તંત્ર હસ્તગતની સરકારી જમીન પર વર્ષો પૂર્વેથી દુકાનો, મકાનો કે આવા ગેરકાયદે બાંધકામો ઉભા છે. આ બાંધકામો દુર થાય તો આજી રિવર ફ્રન્ટનો પ્રોજેક્ટ આગળ ધપેની શક્યતા વચ્ચે કલેકટર તંત્ર દ્વારા જંગલેશ્વર વિસ્તાર સહિતના ગેરકાયદે બાંધકામો સંદર્ભે તમામ 1358 દબાણકારોને બાંધકામ કેમ દુર ન કરવા? જમીન માલિકી સંદર્ભેના કોઇ દસ્તાવેજી પુરાવાઓ હોય તો આપવા માટે નોટિસો ઇસ્યુ કરાઇ હતી. પુર્વ મામલતદાર કચેરી ખાતેથી મિલ્કતધારકોને મહેતલ અપાઇ હતી. ત્રણ મુદ્દતમાં માત્ર લાઇટ બિલો, વેરા બિલો જેવા પુરાવા રજૂ થઇ શક્યા હતાં.

આ પણ વાંચો :રાજકોટની કટારિયા ચોકડીએ છ મહિનામાં 30% કામ પૂર્ણ: ડિસેમ્બર-2027 પહેલાં બ્રિજ તૈયાર થશે

હીયરીંગ પુર્ણતા દરમિયાન કોઇએ માલિકીના નક્કર પુરાવા આપ્યા ન હતા. કોર્ટનું શરણું લેવાયુ, પરંતુ અપીલ ટકી ન હતી. કોઇ દસ્તાવેજી પુરાવાઓ કોઇ રજુ ન કરી શકતા આજી રિવર ફ્રન્ટની જમીન ચોખ્ખી કરાવવાનો તંત્ર માટે માર્ગ મોકળો બની ગયો છે. આજે મામલતદાર (પૂર્વ) નિલેષ અજમેરા, સર્કલ ઓફિસર સતીષ સેરસીયાના વડપણ હેઠળ 15 ટીમે સવારે નવ વાગ્યા બાદ જંગલેશ્વર સહિતના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઉતરી હતી. બપોરે ત્રણ વાગ્યા સુધીના અરસામાં તમામ દબાણધારકોને સાત દિવસમાં જાતે જ હટાવી દેવા, જમીન પરના પઝેશન (કબજા)  છોડી દેવા નહીં તો તંત્ર દ્વારા દબાણકારોને ખસેડવા માટેની કાર્યવાહી હાથ ધરાશે.ફાઇનલ નોટિસ મળતાં અત્યાર સુધી જેઓને ઉંડી આશ હતી કે કંઇક રસ્તો નીકળશે, મિલ્કતો બચી જશે તેમના માટે હવે નવો મુકામ શોધવા અથવા તો સાત દિવસની અંદર પોતાની ઘરવખરી સાથે અન્યત્ર જવુ પડશે નહીં તો તંત્ર જ હટાવશે. તેવી સ્થિતિ ઉદ્ભવી છે. આજે નોટિસ કાર્યવાહી સમયે કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પી.આઇ. એમ.એમ.સરવૈયા, પી.એસ.આઇ. ગોહિલ સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મામલતદાર સ્ટાફ ટીમ સાથે રહ્યો હતો. ક્યાંક કોઇક નાની ચડભડ સિવાય કોઇપણ સ્થળે નોટિસને લઇને હોબાળો કે આવુ કાંઇ  બન્યું ન હતું. નોટિસ પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પુરી થઇ હતી.

રાજકોટ સર્વે નં.256 ટીપી સ્કીમ નં.6ના એફ.પી. 133ની 7556, 136ની 9245, 137ની 3978 તથા 158ની 85021 મળી 105800 ચોરસમીટર જમીન ઉપર 1358 દબાણો ઉભા હતા તે હવે જો કાનુની કોઇ ગુંચ ઉભી ન થાય તો તોડી પડાશે તેવું દેખાઇ રહ્યું છે. આજે નોટિસ સમયે દબાણકારોમાં એવો પણ ગણગણાટ હતો કે કોંગ્રેસે  દેખાવો કર્યા પણ આજે ન દેખાયા.

Share Article

Other Articles

Previous

અજિત પવારનું વિમાન કેવી રીતે ક્રેશ થયું? સીસીટીવી ફૂટેજ સામે આવ્યા,વિમાન થોડીક સેકન્ડોમાં બની ગયું આગનો ગોળો

Next

રાજકોટની કટારિયા ચોકડીએ છ મહિનામાં 30% કામ પૂર્ણ: ડિસેમ્બર-2027 પહેલાં બ્રિજ તૈયાર થશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
સ્ટાઈલ+વેલ્યુ=સિલ્વર: વ્હાઈટ જવેલરીની ડિમાન્ડ વધી, ‘રોલરકોસ્ટર ભાવ’વચ્ચે ગોલ્ડ મોંઘું થતાં સ્ટર્લિંગ સિલ્વરનો ક્રેઝ
8 મિનિટutes પહેલા
રાજકોટમાં પોલીસ મથકથી માત્ર 300 મીટર દૂર બાઈક અને મોબાઈલની લૂંટ, ‘તું મારી બહેનો સામે કેમ જુએ છે?’ કહી 3 શખસોનું કારસ્તાન
26 મિનિટutes પહેલા
રાજકોટના ભેજાબાજે 5 મહિનામાં સાયબર ફ્રોડના 72 કરોડ સગેવગે કર્યા: બોગસ પેઢી ઉભી કરીને તગડું કમિશન કમાયો
43 મિનિટutes પહેલા
અજિત પવારનું વિમાન કેવી રીતે ક્રેશ થયું? સીસીટીવી ફૂટેજ સામે આવ્યા,વિમાન થોડીક સેકન્ડોમાં બની ગયું આગનો ગોળો
1 કલાક પહેલા
Categories

નેશનલ

2822 Posts

Related Posts

રાજકોટ સહિત રાજ્યભરમાં ઝવેરીઓ સાથે છેતરપિંડી કરતી ટોળકી પકડાઈ
રાજકોટ
2 વર્ષ પહેલા
ચીન ભારતની ફર્ટિલાઇઝર અને રેર અર્થ મિનરલની જરૂરિયાત પૂરી કરશે, વિદેશ મંત્રી જયશંકર સાથેની બેઠકમાં ચીનના વિદેશ મંત્રીની ખાતરી
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
લોકોને સરકાર પાસેથી ભીખ માંગવાની ટેવ પડી ગઈ છે, ભાજપના નેતા અને મધ્યપ્રદેશના મંત્રી પ્રહલાદ પટેલનું વિવાદિત નિવેદન
Breaking
11 મહિના પહેલા
સંસદના ગેટ પાસે રાહુલ ગાંધીએ ગુંડાગીરી કરી મહિલા આદિવાસી સાંસદને ધક્કો દીધો, કોંગ્રેસે મર્યાદા નષ્ટ કરી, કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહે પત્રકાર પરિષદમાં મૂક્યો આરોપ
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર