દિલ્હી-અમદાવાદની ઇન્ડિગોની ફલાઇટ રાજકોટ એરપોર્ટ પર એકાએક ડાયવર્ટ કરાઈ, આ કારણે ના મળી લેન્ડિંગની મંજૂરી
અમદાવાદથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડાઈવર્ટ કરવામાં આવી હતી. મળતી વિગતો અનુસાર અમદાવાદ એરપોર્ટ પર એર ક્રાફ્ટ નો ટ્રાફિક જામ થઈ જતા દ્વારા દિલ્હીથી અમદાવાદ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટને લેન્ડિંગ માટે મંજૂરી મળી ન હતી.

આથી રાજકોટ એટીસી સાથે પાયલોટનો સંપર્ક કરીને લેન્ડીંગ માટે પરમિશન માંગતા રાજકોટ એરપોર્ટ પર આ ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ એરપોર્ટ પર ટીમ સ્ટેન્ડ ટુ છે. અમદાવાદ એરપોર્ટના પાર્કિગમાં ટ્રાફિક હળવો થયા બાદ આ ફ્લાઈટ ફરીથી અમદાવાદ તરફ ઉડાન ભરશે.
આ પણ વાંચો :રાજકોટમાં નવા 150 ફૂટ રિંગ રોડ પર ટ્રેલર પલટી જતા 2 લોકોના મોત : ફાયર બ્રિગેડે ત્રણનું રેસ્ક્યૂ કરી સારવારમાં ખસેડ્યાં
રાજકોટથી મુંબઈની સવારની ફલાઇટને 15 દિવસની ‘બ્રેક’
રાજકોટ થી મુંબઈની સવારની ફલાઈટની ફરી એક વખત 15 દિવસનો બ્રેક લાગી જશે.ખાસ કરીને બિઝનેસકલાસ માટે ઉપયોગી એવી એરઇન્ડિયાની સવારની 8.40 વાગ્યાની મુંબઈની ફલાઈટ 30 સપ્ટેમ્બર સુધી કેન્સલ કરાઈ છે. જો કે આ ફલાઇટ અગાઉનાં શેડયૂઅલમાંથી સપ્ટેમ્બર મહિનાના 15 દિવસ ઉડાન ભરવાની હતી.સૂત્રો એ કહ્યું કે હવે 1 ઓક્ટોબરથી મુંબઈની સવારની ફલાઇટ નિયમિત ઉડાન ભરશે.
આ પણ વાંચો : 55 દિવસ સુધી ‘અભ્યાસ’ કર્યા બાદ અંતે સાંસદને જમીન સામે જમીન આપશે રાજકોટ મનપા : રસ્તાને પહોળો કરવા માટે કપાતમાં ગઈ’તી જમીન
15 દિવસથી આ ફલાઇટ ઓપરેશન દરમિયાન પેસેન્જરોની સંખ્યા નોંધપાત્ર રહી હતી.દરરોજ ફૂલ લોડ સાથે ઉડાન ભરી હતી.અમદાવાદ ફલાઇટ દુર્ઘટના પછી દેશભરમાંથી અમુક એરક્રાફ્ટ પરત ખેંચી લેવાયા હતાં. હવે એમાં મેઇન્ટેઈનસનું કામ પુરૂ થઈ જતાં 1 ઓક્ટોબરથી બધી ફલાઇટ રાબેતા મુજબ શરૂ થઈ જશે.
