ફેસલેસ સિસ્ટમથી વિલંબ: ગુજરાતમાં 3 લાખ કરોડ ઇન્કમટેક્સનાં વિવાદમાં અટવાયા!
છેલ્લાં 10 વર્ષથી ઇન્કમટેક્સમાં અપીલ કેસ પેન્ડિંગ હોવાનાં કારણે 16 લાખ કરોડ રકમ ટેક્સ અપીલમાં ગુંચવાયેલી છે.રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દક્ષીનાં રિપોર્ટ પ્રમાણે દેશની વિવિધ હાઈકોર્ટ પાસે 12000 જેટલા કેસ પેન્ડિંગ છે.જેમાં ગુજરાતમાં એક અંદાજ મુજબ 3 લાખ કરોડ અટવાયેલા પડ્યા હોવાનું કરવેરા સલાહકારોનું માનવું છે.
આવકવેરામાં ડિમાન્ડ નોટિસ પછી ટેક્સપૅયર્સ 20 ટકા રકમ ભરીને આ ડિમાન્ડમાંથી બહાર નીકળવા માટે અપીલ અને ટ્રીબ્યુનલનાં દરવાજા ખટખટાવે છે.જ્યારે ત્યાર બાદ વિવાદિત કેસોનો ઉકેલ આવવાના બદલે આ કેસ પેન્ડિંગ હોવાને કારણે કરોડોની રકમ ફસાયેલી રહે છે.ગુજરાત સહિત દેશભરમાં ટેકસનાં પેન્ડિંગ કેસોની સંખ્યા છેલ્લા 7 વર્ષમાં વધી રહી છે.
આ અંગે તાજેતરમાં થયેલાં સર્વે મુજબ હાઇકોર્ટમાં પેન્ડિંગ કેસમાં 50 ટકા કેસમાં 5 વર્ષથી કોઈ હિયરિંગ થયું નથી.આવકવેરામાં લિટીગેશનનાં લીધે ટેક્સ વસુલાત જટિલ બને છે.વર્ષ 2025-26ની શરૂઆતમાં કુલ 5.39 ટેક્સ અપીલ પેન્ડિંગ છે.જેમાં 16 લાખ કરોડ ફસાયા છે.ટ્રીબ્યુનલ સ્તરે કુલ 6.85 લાખનાં કેસ પેન્ડિંગ છે.
આ પણ વાંચો : રાજકોટમાં ફિલ્મ જોવા નીકળેલા યુવકની જિંદગીની ‘ફિલ્મ’ કાળમુખા ટ્રકે પૂરી કરી નાખી : 18 વર્ષીય યુવકનું મોત
ફેસલેસને કારણે પ્રક્રિયા વિલંબમાં:CA રાજીવ દોશી
રાજકોટ સહિત રાજયભરમાં ટેક્સ અપીલનાં અઢળક કેસો પેન્ડિંગ પડ્યા છે. ફેસલેસ અપીલનાં કારણે અપીલની કાર્યવાહી વિલંબમાં પડે છે.તેમનાં જણાવ્યા મુજબ,દેશભરમાં 16 લાખ કરોડ  અપીલમાં ગુંચવાયેલી છે.જેમાંથી 20 ટકા રકમ ગુજરાતનાં ટેક્સ કેસ છે.7 વર્ષથી ઇન્કમટેક્સ અપીલ પેન્ડિંગ છે.વિવાદિત કેસનો ઉકેલ આવે તો 3 લાખ કરોડ છૂટી થાય અને વેપારમાં કામ આવે તો અપીલ કેસ પણ ઘટે. 
 
         
			 
		 
         
  
  
  
 
 
     
                                     
                                     
		         
		         
		        