ગુજરાત બોર્ડમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો: ધો.10 અને 12માં આ વર્ષે 1,10,778 પરીક્ષાર્થીઓ ઘટ્યા
સી.બી.એસ.ઇ.,ઇન્ટરનેશનલ બોર્ડ અને ડિપ્લોમામાં પ્રવેશ વધતાં ગુજરાત બોર્ડમાં પરીક્ષાર્થીઓની સંખ્યામાં જબરો ઘટાડો
તાજેતરમાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાનું એક્શન પ્લાન્ટ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં ગત વર્ષની સરખામણીએ 1,10,778 વિદ્યાર્થીઓનો સંખ્યામાં ઘટાડો થયો છે. જેની પાછળનું મુખ્ય કારણ સી.બી.એસ.ઇ. અને ઇન્ટરનેશનલ બોર્ડ તેમજ ડિપ્લોમા તરફ વિદ્યાર્થીઓ જઈ રહયા હોવાથી ગુજરાત બોર્ડમાં વિદ્યાર્થીઓ ઘટી રહ્યા છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ બંનેમાં નોંધપાત્ર રીતે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. ધોરણ 12માં ગયા વર્ષે કુલ પરીક્ષાર્થીઓની સંખ્યા કુલ 6.21.266 રહી હતી જે આ વર્ષે ઘટીને 5.35 293 થઈ ગઈ છે. એક જ વર્ષમાં ધોરણ 12 માં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાત બોર્ડમાં 85,974 છાત્રો ઘટયા છે.
છેલ્લા પાંચ વર્ષથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પાંચ જ વિષય અને પાસ થાય તો પણ ડિગ્રી એજનરી અને જેમાં 70 હજારથી વધુ બેઠક હોવાથી પ્રવેશ મળવાની શક્યતા રહેતી હતી .સામાન્ય વિદ્યાર્થીઓ પણ સાયન્સ રાખતા પરંતુ હવે આ વર્ષે 1.11.384 સંખ્યા થઈ ગઈ છે. જેની પાછળ મુખ્ય કારણોમાં ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ ડિપ્લોમા તરફ જઈ રહ્યા છે અને સાથે સીબીએસઇ બોર્ડ તરફ વિદ્યાર્થીઓની સંખ્યા ગુજરાત બોર્ડમાં દર વર્ષે વિદ્યાર્થીઓ ઘટાડા તરફ છે.