Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના જંગલેશ્વરમાં રસ્તો પહોળો કરવા નડતો કાટમાળ ‘ક્લિયર’: નદીના પટ માટે ‘વેઈટ & વોચ’, ચુકાદો ન આવે ત્યાં સુધી કાટમાળ નહીં હટાવી શકાય

Tue, March 3 2026

રાજકોટ મહાપાલિકા દ્વારા જંગલેશ્વરમાં કરવામાં આવેલા ડિમોલિશનને સોમવારે એક સપ્તાહ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે હજુ સુધી જે હેતુ માટે આ ડિમોલિશન કરવામાં આવ્યું હતું તે રસ્તો પહોળો કરવાનું કામ શરૂ થઈ શક્યું નથી. જો કે રસ્તો પહોળો કરવા માટે તોડી પડાયેલા ગેરકાયદેસર મકાનોનો કાટમાળ યુદ્ધના ધોરણે કામ શરૂ કરી ક્લિયર મતલબ કે હટાવી દેવામાં આવ્યો હોવાનું મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું. જ્યારે આજી નદીના પટમાં જે કાટમાળ એકઠો થયો છે તેના માટે થોડો સમય રાહ જોવામાં આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું કે સાત ભાગ પાડીને આ ડિમોલિશન કરવામાં આવ્યું હતું. ભાગ 1, 2 અને 3 કે જે આજી નદીના પટ વિસ્તારમાં આવે છે ત્યાં અને ભાગ 4, 5, 6 અને 7 કે જે 15 મીટર ટાઉન પ્લાનિંગ રોડ ઉપર આવે છે ત્યાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું. તા. 25-26 અને 27 એમ ત્રણ દિવસ દરમિયાન ડમ્પરના 1102 અને ટ્રેક્ટરના 1469 મળી કુલ 2771 ફેરા કરીને રસ્તા પરનો કાટમાળ હટાવી દેવામાં આવ્યો છે. એકંદરે હવે 15 મીટરના રોડ ઉપર કોઈ પ્રકારનો બાંધકામનો કાટમાળ ન હોવાનો દાવો તેમણે કર્યો હતો.

હવે રસ્તો પહોળો કરવા માટે લેવલિંગ ઉપરાંત રોડની માટીના નમૂના લઈને ટેસ્ટિંગ માટે ખાનગી યુનિવર્સિટીમાં મોકલી દેવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવી ગયા બાદ રોડની ડિઝાઇન પણ તૈયાર કરી લેવામાં આવશે.

આ પણ વાંચો :તેહરાનના ટ્રાફિક કેમેરા અને મોબાઇલ નેટવર્ક હેક કરવામાં આવ્યા’તા: પોતાના જ કેમેરામાં કેદ થયા નેતાઓ, ઇઝરાયલે વર્ષો સુધી નજર રાખી

આ ઉપરાંત આજી નદીના પટમાં જે કાટમાળ પડેલો છે તેને હાલની તકે બહાર કાઢવું અત્યંત કપરો બની ગયો છે. અહીં એક સાથે બે ડમ્પર જઈ શકે તેમ ન હોવાથી હવે મહાપાલિકા તંત્ર કલેક્ટર તંત્ર દ્વારા જે ડિમોલિશન કરવામાં આવનાર છે તેના મુદ્દે 6 માર્ચે હાઈકોર્ટ તરફથી શું નિર્ણય લેવામાં આવે છે તેની રાહ જોશે. જો કોર્ટ દ્વારા ડિમોલિશનને લીલીઝંડી આપી દેવામાં આવે છે તો કલેક્ટર તંત્ર દ્વારા ડિમોલિશન કરાયા બાદ આજી નદીનો કાટમાળ પણ નવા ડિમોલિશનના કાટમાળ સાથે ઉપાડી લેવામાં આવશે.

એકંદરે અત્યારે રોડ પરનો કાટમાળ દૂર કરાયો છે જ્યારે નદીના પટનો કાટમાળ કોર્ટના ચુકાદા બાદ ઉપાડવાની તૈયારી કરાશે. આ કાટમાળ સૌથી પહેલાં દેવપરા ખાતે ખાનગી માલિકીના પ્લોટમાં અને ત્યાંથી કોઠારિયાની ખાણમાં ઠાલવવામાં આવી રહ્યો છે.

Share Article

Other Articles

Previous

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ વગર પણ રાજકોટ એરપોર્ટ પર ફલાઈટ ફૂલ: 1 મહિનામાં પેસેન્જરો સવા લાખને પાર, મુંબઈ-દિલ્હી સેકટરમાં વધ્યો ટ્રાફિફ

Next

તેહરાનના ટ્રાફિક કેમેરા અને મોબાઇલ નેટવર્ક હેક કરવામાં આવ્યા’તા: પોતાના જ કેમેરામાં કેદ થયા નેતાઓ, ઇઝરાયલે વર્ષો સુધી નજર રાખી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ગજબ સંયોગ: ભારત-ઈંગ્લેન્ડની ટક્કરમાં સેમિફાઈનલ જે જીત્યું તે જ બન્યું ચેમ્પિયન,સળંગ ત્રીજી વખત વર્લ્ડકપનો સેમિફાઈનલ મુકાબલો થશે
2 મિનિટutes પહેલા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ ‘એકશન મોડ’માં: પ્રભારીઓ જાહેર, કચ્છના અનિરૂદ્ધ દવેને સોંપાઈ રાજકોટ શહેરની જવાબદારી
30 મિનિટutes પહેલા
રાજકોટ ઓબ્ઝર્વેશન હોમમાં સુપરવાઈઝરે સગીરને ક્રિકેટના સ્ટમ્પ વડે માર માર્યો: કિશોરે આપવીતી વર્ણવી, જાણો શું છે મામલો
43 મિનિટutes પહેલા
રાજકોટ: આગને કારણે કોંગ્રેસ અગ્રણી દોંગાને થયું કરોડોનું નુકસાન,મજૂરે બીડી સળગાવતાં જ ચાઈનાથી મંગાવેલો સામાન બળીને ખાક
1 કલાક પહેલા
Categories

નેશનલ

2946 Posts

Related Posts

પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન, દેશની રાજનીતિમાં એક યુગનો અંત
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
સરકારે ડૂંગળી અંગે શું લીધો નિર્ણય ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કોઈ પણ ઈમરજન્સી માટે 112 નંબરની સેવા : પોલીસ, આરોગ્ય, ફાયર બ્રિગેડ જેવી સેવાઓ માટે એક જ નંબર લગાવવાનો રહેશે
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
આસોમાં અષાઢ ! સૌરાષ્ટ્રના 82 પૈકી 26 ડેમના દરવાજા ખોલાયા, 13 ઓવર ફ્લો
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર