અમદાવાદમાં ધો.3માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત : બાળકીને છાતીમાં દુખાવો થતાં ચેર પર બેઠી અને ઢળી પડી
અમદાવાદથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. શહેરના થલતેજમાં આવેલી જાણીતી ઝેબર સ્કૂલમાં ગાર્ગી રાણપરા નામની 8 વર્ષની બાળકીનું મોત થયું છે. સવારના 8 વાગ્યે સીડી ચઢીને આવી રહી હતી ત્યારે છાતીમાં દુખાવો થયો હતો. જેથી તેણી લોબીની ચેર પર બેસી ગઈ અને પછી થોડી ક્ષણમાં જ ઢળી પડી હતી. હાલમાં પોલીસે મૃતદેહનો કબજો મેળવીને વધુ તપાસ હાથધરી છે.બાળકી અમદાવાદમાં તેના દાદા-દાદી સાથે રહેતી અને કાર્ડિયાકના કારણે મોત થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
બાળકીને સારવાર મળે તે પહેલા મોત
મળતી વિગતો અનુસાર આ ઘટના અમદાવાદના થલતેજની છે જ્યાં ઝેબર સ્કૂલમાં 8 વર્ષીય ગાર્ગી ધોરણ 3માં અભ્યાસ કરતી હતી. સવારે 8 વાગ્યે તે સીડી ચડીને આવી રહી હતી તે દરમિયાન આ ઘટના બની હોવાનું જાણવા મળે છે. સીડી ચઢીને આવ્યા બાદ થાક લાગતાં લોબીમાં થોડી વાર વિદ્યાર્થિની બેઠી અને ત્યારબાદ ત્યાંજ ઢળી પડી હતી. તેને સારવાર હેઠળ હોસ્પિટલ પણ ખસેડવમા આવી હતી પરંતુ સારવાર મળે તે પહેલા તેનું મોત થયું છે.વિધાર્થીના માતા-પિતા મુંબઈ રહે છે અને તેઓ મુંબઈથી અમદાવાદ આવવા માટે નીકળી ગયા છે.પોલીસે હાલમા શાળાના સંચાલકોના નિવેદન લીધા છે અને પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે,પીએમ રીપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સામે આવશે.
જાણો શાળાના આચાર્યનું શું કહેવું છે ?
બાળકીને કાર્ડિયાક એરેસ્ટ આવ્યાનો સ્કૂલનો દાવો છે તો બાળકી ક્લાસ તરફ જઈ રહી હતી અને આ ઘટના બની હોવાની વાત સામે આવી છે તો બાળકી અચાનકથી બાજુમાં આવેલી ખુરશી પર બેસી ગઇ તેવા સીસીટીવી પણ છે.બાળકીને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવી હતી અને બાળકીને શરદી અને ખાંસી હોવાની પ્રાથમિક વિગત છે.પોલીસ તપામ એંગલથી તપાસ કરશે અને પોલીસે બાળકીના ઘરે તપાસ કરી છે.
પોલીસે પણ હાથધરી તપાસ
કાર્ડિયાક એરેસ્ટ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં મૃત બાળકીનું પીએમ કરવામાં આવી રહ્યું છે.પોલીસે શાળાએ પહોંચી સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી છે.વિદ્યાર્થિનીના પેરેન્ટ્સ હાલ મુંબઈ છે. તેમજ સ્કૂલમા ક્રાઇમ બ્રાન્ચના ટીમ અને બોડકદેવ પોલીસે ડોગ સ્કવોડ સાથે તપાસ કરી હતી.