રાજકોટમાં DCPનું નિયમના નામે જક્કી વલણ? પોલીસની આસ્થાને ઠેસ, ભારે કચવાટ! જાણો શું છે સમગ્ર મામલો
શ્રાવણ માસ એટલે શિવભક્તિનો પવિત્ર માસ, લાખો શ્રદ્ધાળુ ભક્તો આ માસ દરમિયાન ધાર્મિક પૌરાણિક પરંપરા મુજબ વાળ,દાઢી પંચકેશ કરતા નથી. પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ આવા અસંખ્ય કર્મચારી હોય છે કે જેઓ પંચકેશ કરતા નથી. ડિસિપ્લિન ફોર્સ, નિયમને લઈને તેઓએ આ માટે પૂર્વ મંજૂરી લેવી પડે છે, રાજકોટ શહેરમાં એકમાત્ર ટ્રાફિક DCP દ્વારા પોલીસ કર્મચારીઓ એ પંચકેસ રાખવા માટે કરેલી આસ્થાભરી અરજી ગ્રાહ્ય ન રાખતા પોલીસ કર્મચારીઓમાં આસ્થાને ઠેસ સાથે ભારે કચવાટ ઉદભવ્યાની ચર્ચા છે.
પોલીસના જ વર્તુળોમાં ચર્ચાથી વિગતો અંગેની જાણવા મળેલી માહિતી મુજબ શિવ ભક્તો કે પૂરો શ્રાવણ માસ રહેતા શિવભક્ત કર્મચારીઓ દ્વારા ટ્રાફિક વિભાગના મહિલા DCP પૂજા યાદવ કે જેઓની પાસે ટ્રાફિકબ્રાંચ ઉપરાંત પોલીસ હેડક્વાર્ટર, એમ. ટી. વિભાગનો હવાલો કે ચાર્જ છે. આ વિભાગોના અંદાજે 150થી વધુ પોલીસ અધિકારી, કર્મચારીઓ દ્વારા શ્રાવણ માસ શરૂ થાય પૂર્વે પંચ કેસ માંથી એક મહિનો મુક્તિ આપવા માટે અરજી કરી હતી.
આ પણ વાંચો : રાજકોટના 29 શખસોએ વાંકાનેરના વૃદ્ધાની કરોડોની જમીન પચાવી પાડી : જમીન વેચાણ માટે 7/12 કઢાવવા ગયા તો…!

ઘણાખરા કર્મચારીઓ મંજૂરીની હા, ના આવ્યા પૂર્વે દાઢી રાખવા લાગ્યા હતા. અચાનક ડીસીપી ટ્રાફિક કચેરીમાંથી ફરમાન છૂટ્યું કે જે કર્મચારીઓએ પંચકેસ માંથી મુક્તિ માટેની અરજી કરી છે તે ગ્રાહ્ય રાખવામાં આવતી નથી. આ આદેશને લઈને જે કર્મચારીઓએ શ્રદ્ધા કે પૌરાણિક પરંપરા મુજબ શ્રાવણમાં સાત દિવસ સુધી બાલ દાઢી નહોતા કરાવ્યા તેમને છૂટકે બાલદાઢી કરાવવાની ફરજ પડી છે. શ્રાવણ માસ ગત તા.25થી શરૂ થઈ ગયો પરંતુ પત્રમાં પણ ઉતાવળે કાચું કપાઈ ગયું કે તારીખમાં ભૂલ થઈ ગઈ હોય તે મુજબ 5/8ના રોજ શરૂ થતા શ્રાવણ માસનો શબ્દોલેખ થયો. DCP પોલીસ મેન્યુઅલ, ડિસિપ્લિન ફોર્સ, નિયમનો મુજબ ખરા હશે પરંતુ જે પૌરાણિક પરંપરા છે અને પ્રથમ વખત પણ અરજી કે નિર્ણય છે નહી, દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન પંચકેશ મુક્તિ માટે અરજદાર પોલીસ કર્મીઓને મંજૂરી અપાય છે, એ મુજબ શ્રધ્ધાને ધ્યાને લઈને મંજૂરી આપવી જોઈતી હતી એવો પણ આંતરિક ગણગણાટ છે. જોકે અરજી નામંજૂર થવામાં સત્ય શું હશે એ તો અરજદાર કર્મીઓ અને અધિકારી જાણતા હશે.
આ પણ વાંચો : VIDEO : ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટ્યું : તણખલાંની જેમ તણાયાં અનેક ઘરો,4 લોકોના મોત, 50 લોકો લાપતા
અન્ય વિભાગોના DCP પોલીસની આસ્થા, ભાવના સમજ્યાં !!
રાજકોટ શહેર પોલીસમાં નિયમો કે જિદ્દ, જક્કી વલણને લઈને બેવડા ધોરણો ચાલે છે કે શું? અન્ય DCPઓએ દ્વારા તેમના તાબા હેઠળના વિભાગો, પોલીસ મથકોમાં અરજદાર પોલીસ કર્મીઓની ધાર્મિકતા, શ્રદ્ધા, પૌરાણિક પરંપરા, આસ્થાના મૂલ્યો લાગણીને ધ્યાને લઈને કે સમજીને શ્રાવણ માસ પૂરતી કેટલીક શરતોને ટાંકીને મંજૂરી આપી, એક માત્ર ટ્રાફિક DCPએ જ નિયમને આધિન કે કોઇપણ કારણોસર નામંજૂર કરી છે. પોલીસ કમિશનર દ્વારા જ શ્રાવણ માસને ધ્યાને લઈને અગાઉ જે રીતે કર્મચારીઓને મુક્તિ અપાતી હતી એ મુજબ મુક્તિ આપવા સિગલ ઓર્ડર થયો હોત તો આવું ખોડ અને ગોળની નીતિ જેવું ન થાત!!`
