લગ્ન-પ્રસંગમાં બિનજરૂરી ખર્ચ પર મુકાશે કાપ : આહીર સમાજ બાદ રબારી સમાજે સુધારાવાદી નવા નિયમો મૂક્યા અમલમાં
લગ્ન-પ્રસંગમાં ખર્ચો દિવસે ને દિવસે વધતો જાય છે. તેમાં પણ નવી જનરેશનના લોકો પ્રીવેડિંગથી લઈને રિસેપ્શન સુધીના કાર્યક્રમો યોજે છે. આવા ખર્ચા દરેક લોકો કરી શકતા નથી. આવા ખર્ચાઓ બિનજરૂરી પણ હોય છે તેમજ ગરીબ-મધ્યમ વર્ગના લોકો આવા ખર્ચા ઉપાડી શકતા નથી ત્યારે લગ્ન-પ્રસંગમાં બિનજરૂરી ખર્ચ ઘટાડવા માટે આહીર સમાજ બાદ રબારી સમાજે નવા નિયમો અમલમાં મૂક્યા છે જેનાથી બિનજરૂરી ખર્ચમાં કાપ મુકાશે.
બનાસકાંઠાના થરાદ આહિર સમાજ બાદ ડીસામાં રબારી સમાજ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. લગ્નમાં પ્રી વેડિંગ, , ડીજે, વેલકમ ડ્રિંક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ડીસાના ઝેરડા ગામે રબારી સમાજ સુધારાવાદી નવા નિયમો અમલમાં મુક્યા છે. જેમાં વધતી મોંઘવારી વચ્ચે મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યું છે. ઝેરડા ગામે રબારી સમાજમાં નવું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું છે. સમાજના અગ્રણીઓ દ્વારા એલાન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : હળવદમાં કરુણાંતિકાની પરાકાષ્ઠા : સાત દીકરીઓ ઉપર આવેલ પુત્રનું જન્મ સાથે જ મૃત્યુ થતા પિતાનું હાર્ટફેઈલ
રબારી સમાજનું નવું બંધારણ
લગ્નમાં કસુંબો, પ્લાસ્ટિકની બોટલ પર પ્રતિબંધ
- લગ્નમાં પત્રિકા છપાવવી નહી, માત્ર ટેલિફોનિક અને ડિજિટલ માધ્યમથી જાણ કરવી.
- દીકરીના લગ્નમાં જે પડલામાં કપડા આવે તેનો ઉપયોગ કરવો, ભાડે વસ્ત્ર લાવી પહેરવા નહી.
- લગ્નમાં પ્રીવેડિંગ શુટ, વેલકમ ડ્રિંક, ડીજે પર પ્રતિબંધ
- લગ્નમાં કે કુંડીમાં કટલરી અને પૈકીંગ વસ્તઓ જેવી કે બદામ, કાજુ, પિસ્તા જેવા સુકામેવા મુકવા નહી.
- દીકરી કે દીકરાના લગ્નમાં વરરાજા સિવાય કોઈએ શૂટ કે શેરવાની ભાડે લાવવી નહી.
- કોઈપણ પ્રસંગમાં દીકરીઓએ ટૂંકા વસ્ત્રો પહેરવા નહી.
- દીકરા-દીકરીના લગ્ન પ્રસંગે ભોજનમાં બે મીઠાઈ, એક ફરસાણ, બે શાક, પુરી-રોટલી, દાળ-ભાત, છાશ જ રાખવી. અન્ય કોઈ વસ્તુ રાખવી નહી.
- લગ્નમાં મંડપ સાદો રાખવો, ડિસ્પ્લે રાખવું નહી અને સ્વાગતમાં ફુલ નાખવા નહી.
- બાળકનો જન્મ થાય ત્યારે સોના-ચાંદીના દાગીના આપવાની જગ્યાએ 21000 કે 51000 રોકડ આપવા.
