યુપીમાં ક્રાઇમ બેફામ ? હેવ કયા ટોચના અધિકારીની હત્યા થઈ ? જુઓ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભારતીય વાયુસેનાના એક એન્જિનિયરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતકની ઓળખ ચીફ વર્ક એન્જિનિયર એસ.એન. મિશ્રા તરીકે થઈ છે. મિશ્રા ઘરે સૂતા હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. મોડી રાત્રે એક અજાણ્યા હુમલાખોરે બહારની બારીમાંથી ગોળીબાર કર્યો હતો.
પોલીસને શંકા છે કે આ હત્યા પરસ્પર દુશ્મનાવટને કારણે થઈ હશે. આ ઘટના પુર મુફ્તી પોલીસ સ્ટેશન વિસ્તારના બમરૌલી વિસ્તારમાં આવેલી એક કોલોનીમાં બની હતી. હત્યાની માહિતી મળ્યા બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ કરી હતી. હત્યાની ઘટનાથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી.
ઘટના અંગે પોલીસ કમિશનર અજય પાલ શર્માએ જણાવ્યું હતું કે હું અને ડીસીપી સિટી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, આ ઘટનામાં એક વ્યક્તિ સામેલ હતો અને તેણે જ ગોળી ચલાવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો.
આ ઘટના વાયુસેના પરિસરમાં બની હોવાથી, ત્યાંના સુરક્ષા ધોરણોની પણ તપાસ કરવામાં આવી રહી છે. તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. જે પણ પુરાવા બહાર આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.