‘ક’ અટકધારી એડવોકેટની શંકાસ્પદ ભૂમિકા,પોલીસ તપાસના એંધાણ
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બામણબોરમાં આવેલી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી સબ- રજીસ્ટ્રાર અને તલાટી કચેરીના રેકર્ડમાં ચેડા કરવા બાબતે કલેકટર સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. આ જમીન કૌભાંડમાં ‘ક’ નામથી અટક ધરાવતા એડવોકેટની શંકાસ્પદ ભુમિકા હોય ત્યારે આ મામલે પોલીસ તપાસના આદેશ પણ થઈ શકે છે.
શહેરના નવા થોરાળા મેઈન રોડ પર રહેતા વાઘજીભાઇ દેવાભાઈ સોલંકીના દાદા મેઘાભાઈ લખમણને 1977 માં સર્વે નંબર 488 ની આઠ એકર જગ્યા મળેલી હતી જે જમીન અંગે મેઘાભાઈ ૧૯૮૩માં નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવા કાર્યવાહી કરી હતી. જે બાત ફરિયાદીના દાદાનું અવસાન થતાં જમીનમાં ફરિયાદીના પિતા તથા અન્ય ત્રણ વારસદારોનું નામ દાખલ કરવામાં આવેલ જેની નોંધ તલાટી રેકોર્ડમાં 1999 માં થયા બાદ કૌટુંબિક વહેંચણીની નોંધ પણ દાખલ થયેલ છે. જે વિગત મુજબ આ જમીન ફરિયાદીના પિતા દેવા અને તેમના ભાઈ સિદાના નામે નોંધેલ છે.
ત્યારે બામણબોર માં રહેતા ભરવાડ નથુ નોંધા કે જે પોતે ખાતેદાર ખેડૂત ના હોવા છતાં સબ રજીસ્ટર કચેરીના બોગસ સિક્કા બનાવી ફરિયાદીના પિતા તથા તેના ભાઈએ ડિસેમ્બર 1999 માં વેચાણ આપ્યા ના ખોટા દસ્તાવેજ બનાવી નોંધણી કરાવેલ બામણબોર ખાતે રહેતો નથુ નોંઘા કે જે ભરવાડ જ્ઞાતિમાં ‘મોટાભાઈ પંથનો’ છે. તે પોતે ખાતેદાર ખેડૂત ન હતો તેથી સુરેન્દ્રનગર જિલ્લાના પીપળીયા ધાંધલ ગામના નામધારી નથુ નોંઘા જે ‘ નાનાભાઈ ભરવાડ ‘ પંથનો હોય તેના નામનો દૂર ઉપયોગ કરી સમગ્ર કૌભાંડ આચર્યું હતું. જે અંગે ફરિયાદી વાઘજીભાઇ જીલ્લા કલેક્ટર કચેરીમાં લેખીત ફરિયાદ નોંધાવી હતી. તેમજ આ ફરિયાદની કોપી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મોકલી પોલીસ તપાસની માંગણી પણ કરવામાં આવી છે. વિગતો એવી પણ છે કે આ કૌભાંડમાં અગાઊ જમીન કૌભાંડમાં ખરડાઈ ચૂકેલા ‘ક’ અટકધારી વકીલનો શંકાસ્પદ રોલ રહેલો છે. ફરિયાદી વાઘજી સોલંકી વતી એડવોકેટ વિકાસ.કે.શેઠ, અલ્પા શેઠ, પ્રકાશ બેડવા, ફાતેમા ભારમલ વિગેરે રોકાયેલ છે.