ટેક્સ ચુકવવામાં કંપનીઓ આગળ: રૂ.67,711 કરોડ ચૂકવ્યા
15 માર્ચ સુધીમાં રૂ.92,400 કરોડની વસૂલાત, નાણાકીય વર્ષમાં એક લાખ કરોડનો ટેક્સ ઠલવાય તેવી આશા:ડિમાન્ડ નોટિસ થકી રૂ.75,000 કરોડની કરવસુલાત
ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં 15 માર્ચ સુધીમાં સરકારની તિજોરીમાં રૂ.92,400 કરોડની ટેક્સ વસુલાત નોંધાઇ છે. એડવાન્સ ટેકસ ભરવાની અંતિમ તારીખ 15 માર્ચ હતી આ દરમિયાન કોર્પોરેટમાં 67,711 કરોડ અને વ્યક્તિગત આવકવેરામાં રૂપિયા 23,563 કરોડનો ટેક્સ ભરાયો છે.આ વખતે ટેક્સ ચૂકવવામાં કંપનીઓએ મેદાન માર્યું છે.
વર્ષ 2023-2024માં જે કંપનીઓ અને કરદાતાઓએ ટેકસ ભરવામાં છટકબારી કરી હતી એવા સેંકડો લોકોને ઇન્કમટેક્સની ડિમાન્ડ નોટિસ મોકલી હતી, આ ડિમાન્ડ નોટિસ માંથી રૂ.75,000 કરોડના ટેક્સની વસુલાત સીબીડીટીએ કરી છે.
હજુ 31 માર્ચ સુધીમાં કરદાતાઓ સુધારેલા રિટર્ન ફાઇલ કરશે, જેમાં એક લાખ કરોડનો ટેક્સ ભરાઈ જાય તેવી આશા આવકવેરા વિભાગને છે. 31 માર્ચને અનુલક્ષીને રાજકોટ સહિત દેશભરની તમામ આવકવેરાની કચેરીઓ મોડી રાત સુધી ચાલુ રહી હતી.
બોક્સ…ટેક્સચોરી પકડવા ચીફ કમિશનરની આગેવાનીમાં ટીમની રચના
ટેક્સ વસુલાત માટે મુશ્કેલ ગણાતા 5000 એવા કેસનું ઇન્કમટેક્સ વિશ્લેષણ કરશે. ઇન્કમટેક્સ કમિશનર ની આગેવાની હેઠળ ખાસ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમના અધિકારીઓ માત્ર આ કેસ પર કામ કરશે. જે લોકોએ ટેક્સ નથી ચૂકવ્યો અથવા તો નોટિસોના જવાબ નથી આપ્યા તેવા કેસને વીણી વીણીને શોધી તેની પાસેથી ટેક્સ વસુલાત કરાશે.