લો બોલો! રાજકોટમાં પહેલી પત્ની પાસેથી લાખો રૂપિયા પડાવી છૂટાછેડા આપ્યા વગર જ યુવકે કરી લીધા બીજા લગ્ન,જાણો શું છે સમગ્ર મામલો
રાજકોટના મોટામવા સ્મશાન પાછળ અમરનાથ પાર્ક સોસાયટીમાં રહેતા પાઘડાર અને મજેઠિયા પરિવારના સાત લોકો વિરુદ્ધ પરિણીતાએ દહેજ માંગવા, ત્રાસ આપવા સહિતની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી હતી. પરિણીતા દ્વારા પોતાની ફરિયાદ નોંધાવવા માટે બબ્બે વખત પોલીસમાં અરજી કરવામાં આવી હતી આમ છતાં ન્યાય ન મળતા કોર્ટનું શરણું લીધું હતું અને કોર્ટના આદેશ બાદ ફરિયાદ પર નોંધાઈ હતી. ફરિયાદીના પતિએ પત્ની પાસેથી લાખો રૂપિયા પડાવી છૂટાછેડા આપ્યા વગર જ બીજા લગ્ન કરી લીધા હોવાનું સામે આવ્યું હતું.
શું છે સમગ્ર મામલો?
આ અંગે રૈયા રોડ પર અમૃતા એપાર્ટમેન્ટમાં રહેતી અને કોલકત્તા ખાતે એકાઉન્ટ હેડ તરીકે નોકરી કરતી ધારા મહેશભાઈ કોટકે નોંધાવેલી ફરિયાદમાં પતિ પ્રજ્ઞેશ પાઘડાર, સસરા રમેશ પાઘડાર, સાસુ જયાબેન પાઘડાર, દિયર રવિ પાઘડાર, પતિની પૂર્વ પત્ની પૂજા મજેઠિયા, પૂજાના પિતા હિતેન્દ્ર મજેઠિયા અને કૌટુંબિક દિયર વૈદિક પાઘડાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પૂજા અને પ્રજ્ઞેશ વચ્ચે કૃષિ મેળામાં સ્ટોલ રાખ્યા દરમિયાન મુલાકાત થઈ હોય આ પછી બન્ને લગ્નના તાંતણે બંધાયા હતા.
આ પણ વાંચો : રાજકોટના લોકમેળામાં જવાના હોય તો ખાસ વાંચજો : આ 14 સ્થળે તમે મફતમાં પાર્કિંગ કરી શકશો, જુઓ વાહનો માટે ચાલુ-બંધ રસ્તાનું લિસ્ટ
જો કે સાસરિયાઓ દ્વારા વારંવાર ત્રાસ અપાતો હોય આખરે પ્રજ્ઞેશ અને ધારાએ લોન 13.85 લાખમાં રૈયા રોડ પર અમૃતા એપાર્ટમેન્ટમાં ફલેટ ખરીદ કર્યો હતો. પ્રજ્ઞેશે લગ્ન બાદ નાનામવા રોડ પર સ્પા પણ શરૂ કર્યું હતું. ખરીદ કરેલા ફ્લેટના હપ્તા ધારા જ ભરપાઈ કરતી હતી. આ પછી પ્રજ્ઞેશે લોન પર એક કાર ખરીદી હતી જેના હપ્તા પણ ધારાએ જ ભરપાઈ કરવા પડ્યા હતા. આટલું ઓછું હોય તેમ પ્રજ્ઞેશે આ કાર ગીરવે પૈસા ઉપાડી મુકી ત્યાંથી પણ લીધશ હતા. પ્રજ્ઞેશને જુગારની ટેવ પડી ગઈ હોય વ્યાજે પૈસા લેવા લાગ્યો હતો. 2020માં ધારા નોકરી માટે કોલકત્તા ચાલી ગઈ હતી અને 2021માં પ્રજ્ઞેશના મોબાઈલ સ્ટેટસ પર યુવતી સાથે પોતાની તસવીર મુકાવતા ધારાએ તપાસ કરી હતી જે પૂજા હિતેન્દ્રભાઈ મજેઠિયા હોવાનું અને તેની સાથે પ્રજ્ઞેશે ગેરકાયદેસર લગ્ન કર્યાનું ધ્યાન પર આવ્યું હતું.
આ પણ વાંચો : રાજકોટમાં જન્માષ્ટમી પર્વએ મીઠાઈ-ફરસાણનું ભાવબાંધણું : આ વસ્તુઓ પર મળશે 10 ટકા ડિસ્કાઉન્ટ, જાણો ભાવ
આ પછી ધારા અને પ્રજ્ઞેશ વચ્ચે મુલાકાત થતા પ્રજ્ઞેશે કહ્યું હતું કે હું તારી માફી માંગું છું. જો કે પ્રજ્ઞેશે ફ્લેટમાંથી પંખો પણ ચોરી કર્યો હતો. થોડા જ દિવસ બાદ પ્રજ્ઞેશ અને પૂજા મજેઠિયા વચ્ચે લગ્નનું સર્ટિફિકેટ કુરિયર મારફત ધારાને મળતા ધ્યાન પર આવ્યું હતું કે બન્નેએ કલાણા ખાતે ઓમકારેશ્વર મહાદેવ મંદિરે વિધિપૂર્વક લગ્ન કરી લીધા છે અને તેમાં પ્રજ્ઞેશ પોતે અપરિણીત હોવાનું દર્શાવ્યું છે જે બિલકુલ ખોટું છે. આ સઘળી હકીકતના આધારે મહિલા પોલીસે સાત લોકો સામે ગુનો દાખલ કર્યો હતો.