લો બોલો! એક ચોપાનિયાને કારણે 65 લોકોએ 6.50 લાખ ગુમાવ્યા,આ રીતે શરૂ થયો છેતરપિંડીનો ખેલ
રાજકોટમાં અવનવા કીમિયા અખત્યાર કરી છેતરપિંડી આચરવાના કિસ્સામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે આવી જ એક છેતરપિંડી ચોપાનિયાને કારણે થવા પામી છે. લોન એજન્ટ તરીકે કામ કરતી મહિલાને ત્રિકોણ બાગ સર્કલ પાસે આવેલા સિટી બસ સ્ટેશન પાસે ઉભી હતી ત્યારે એક વ્યક્તિ ચોપાનિયું આપી ગયો હતો જેમાં રહેલા નંબર પર મહિલાએ સંપર્ક કર્યા બાદ બે શખસોએ મહિલા સાથે 6.50 લાખની છેતરપિંડી કરી હોવાનું અને આ રકમ મહિલાએ 65 લોકો પાસેથી 10-10 હજાર લઈને બન્ને શખસોને આપી હોવાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાઈ હતી.
આ પણ વાંચો : રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ડી-માર્ટ સ્ટોરમાંથી કાજુ-બદામની બે મહિલાઓ કરતી’તી ચોરી,આ રીતે ફૂટ્યો ભાંડો :લોકો પણ ચોંકી ગયા
શું છે સમગ્ર મામલો?
આ અંગે સયાજી હોટલ પાસે વૃંદાવન સોસાયટી નજીક આવેલી સરકારી આવાસ યોજનામાં રહેતી નુરજહાબેન ઓસમાણમિયા કાદરી કે જે લોન એજન્ટ તરીકે કામ કરતી હોય પંદર દિવસ પહેલાં ત્રિકોણબાગ પાસે સિટી બસ સ્ટેશન પાસે ઉભી હતી. આ વેળાએ એક અજાણી વ્યક્તિ ચોપાનિયાનું વિતરણ કરતી હોય એક ચોપાનિયુ નુરજહાર્બનને પણ આપ્યું હતું. આ ચોપાનિયામાં ‘મહિલા ગ્રુપ લોન’ તેમજ લોન માટેના જરૂરી ડોક્યુમેન્ટ અને માહિતી લખવામાં આવી હતી. આવું જ ચોપાનિયુ નુરજહાબેનને મોબાઈલમાં પણ મળ્યું હોય તેને તે સાચું લાગ્યું હતું.
આ પણ વાંચો : રાજ્યમાં ધોરણ 1 થી 8 સુધીના ખાસ શિક્ષકોની ભરતી કરાશે: સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં પરીક્ષા, 8 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન શરૂ
આ પછી ચોપાનિયામાં રહેલા નંબર પર સંપર્ક કરતા તેમને મુકેશ વાઘેલા નામની વ્યક્તિએ નાણાવટી ચોક પાસે આવેલા જાસલ કોમ્પલેક્સના બીજા માળે બોલાવ્યા હતા. અહીં લોન અંગે વાતચીત કર્યા બાદ નુરજહાબેન પાસે 65 જેટલા ગ્રાહક હોય તેની માહિતી મુકેશને આપતા તેણે મહિને 30,000 પગાર નુરજહાને આપવાનું કહ્યું હતું. આ પછી નુરજહાએ તેના ગ્રાહકને લોન અંગે જાણ કરતા તમામે ડોક્યુમેન્ટ તેમજ 10,000ની રોકડ આપી હતી. કુલ 65 ગ્રાહકે 6.50 લાખની રકમ આપતા એ પૈસા મુકેશ વાઘેલા અને તેના ભાગીદાર રાકેશને આપ્યા હતા. જો કે બાદમાં આ બન્ને લોકોને છેતરતા હોવાનું ધ્યાન પર આવતાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
