અહેમદપુર માંડવી બ્લુ ફ્લેગ બીચ ઉપર કલેકટરનું સરપ્રાઈઝ ચેકિંગ
સલામતી વ્યવસ્થા, વોટર સ્પોર્ટ્સ અને પ્રવાસીઓની સુવિધા સહિતની બાબતો ચકાસી
ઉના અહેમદપુર માંડવી ફ્લેગ બીચ ડેવલપમેન્ટનું કામ હાલમાં ચાલી રહ્યું છે અને આ દરિયા કિનારાને રળિયામણો બનાવવા માટે તંત્રએ કવાયત હાથ ધરી છે ત્યારે આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા ઓચિંતા આવ્યા હતા અને વિગતો મેળવી હતી.
આ દરમિયાન લાઈફ જેકેટ, રીંગ બોય, ફર્સ્ટ એડ કીટ, કોમ્યુનિકેશન સ્કીલ, સીપીઆર સ્કિલ ટ્રેનિંગ સર્ટિફિકેટ સેફટી અને સલામતી નું કડક નિરીક્ષણ કરવામાં આવેલું તેમજ એડવેન્ચર વોટર સ્પોટ દ્વારા વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી જેમકે મધ્ય દરિયાની અંદર સનરાઈઝ પોઇન્ટ, ડોલ્ફિન સફારી, પેરાસિલીંગ, સ્પીડ બોટ, બમ્પર બોટ, બનાના બોટ, જેટ સ્કી, વોટર સ્કી, જેવી તમામ ગેમ કરી જાતે દરિયા કિનારાનું તેમજ સમુદ્રનું અને તમામ દરિયાઈ રમતગમત નો અનુભવ કર્યો હતો.
ગુજરાત ફરવા આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ અને સહેલાણીઓની સેફટી અને સલામતી નું નિરીક્ષણ કરી એડવેન્ચર વોટર સ્પોટ ના સંચાલક અને સમુદ્ર સેવા ટ્રસ્ટ ના પ્રમુખ ધર્મેન્દ્રગીરી બાલુગીરી ગોસ્વામી અને તેમની વર્ષો જુના વેલ ટ્રેન અને વર્ષોના અનુભવી સ્ટાફ અને ટીમ દરિયા કિનારો સ્વચ્છ રાખવા અને ડોલ્ફિન અને વેલ શાર્ક માછલીની રક્ષા કરવા માટે થઈ આ ટીમની શુભેચ્છા મુલાકાત લીધેલી અને તેમને ઉજવળ ભવિષ્યની શુભકામના આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.